Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરિપત્ર છતાં રવિવારની રજા માંગનાર કારીગરને શેઠે નોકરીમાંથી કાઢી મૂક્યો:કલેક્ટરના આદેશની ઐસીતૈસી, 'તમે પણ શેઠિયાઓની દિવાળી બગાડો'; સાપ્તાહિક રજા ન મળતાં શ્રમિકોનું 'ગાવ ચલો આંદોલન'

    1 day ago

    સુરતની ટેક્સટાઈલ અને એમ્બ્રોઈડરી ઈન્ડસ્ટ્રીમાં અંદાજિત 10 લાખ કામદારો કામ કરે છે. લાંબા સમયથી ચાલી રહેલી સાપ્તાહિક રજાની માંગને લઈને તાજેતરમાં કલેક્ટર અને શ્રમ વિભાગ દ્વારા કામદારો માટે સપ્તાહમાં 1 દિવસ રજા આપવાનો પરિપત્ર કાઢવામાં આવ્યો છે. આમ છતાં, કેટલાક કારખાનેદારો દ્વારા આ નિયમનો ઉલાળિયો કરી કામદારોને રજા આપવામાં આવી રહી નથી. તાજેતરમાં રવિવારની રજા માંગનાર કારીગર રવિને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. પરિપત્ર બાદ પણ રજા ન મળતાં અને માલિકોની જો હુકમી વધતાં હવે કામદારો મજબૂર થઈને 'ગાવ ચલો આંદોલન' શરૂ કરી રહ્યા છે અને કેટલાક લોકો તો ગામ જવા પણ માંડ્યા છે. 'શેઠે કહ્યું 30 દિવસ કામ કરવું પડશે' રવિવારની રજા માંગવા પર નોકરી ગુમાવનાર કારીગર રવિ બિંદનો 1 વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. પોતાની આપવીતી જણાવતા રવિએ કહ્યું કે, "હું રવિવારના આંદોલન માટે રજા પર રહ્યો હતો. સોમવારે જ્યારે મેં શેઠ પાસે રવિવારના પૈસા માંગ્યા, ત્યારે તેમણે સ્પષ્ટ ના પાડી દીધી. મેં કહ્યું કે જો પૈસા નહીં મળે તો હું રવિવારે કામ કરવા નહીં આવું. તેના પર શેઠે કહ્યું કે આવું નહીં ચાલે, તારે 30 એ 30 દિવસ ડ્યૂટી કરવી પડશે, નહીંતર તારું ટિફિન લઈને કામ છોડીને જઈ શકે છે. જ્યારે મેં મારો પગાર માંગ્યો, ત્યારે 20 તારીખે આપવાનું કહ્યું અને અગાઉ સાડીમાં થયેલા નુકસાનનું બહાનું કાઢી પગાર કાપીને આપવાની ધમકી આપી." મજદૂર નેતા અજય દુબે મેદાને કારીગરો પર થઈ રહેલા આ શોષણ સામે મજદૂર નેતા અજય ડી. દુબે મેદાને આવ્યા છે. વાયરલ વીડિયો અંગે પ્રતિક્રિયા આપતા અજય દુબેએ જણાવ્યું હતું કે, "આ એસોસિએશન વાળા રોજ નવું કંઈક લઈને આવે છે. રવિવારની રજાની માંગ કરનાર ભાઈને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. સરકારી નિયમ મુજબ 7 તારીખ પહેલાં પગાર મળી જવો જોઈએ, છતાં 25 તારીખ સુધી પગાર અપાતો નથી. શું શ્રમ વિભાગના અધિકારીઓ આ કારખાના વિરુદ્ધ કોઈ એક્શન લેશે? હું લેખિતમાં લેબર કમિશનરને મળીને આ બાબતે કાયદેસરની ફરિયાદ દાખલ કરાવીશ. કારીગરો અને માલિકોએ કોઈ યુનિયનના ચક્કરમાં પડ્યા વિના સંકલન સાધીને કામ કરવું જોઈએ." ‘શેઠ ન માને તો 2-3 મહિના ગામડે ચાલ્યા જાવ’ રજા અને પગારના મુદ્દે મજદૂર સંઘે હવે આરપારની લડાઈના મંડાણ કર્યા છે. કામદારોને ઉદ્દેશીને અજય દુબેએ આહ્વાન કર્યું છે કે, "જો રજા નથી મળી રહી અને શેઠ તમારી દિવાળી બગાડી રહ્યા હોય, તો તમે પણ આ શેઠિયાઓની દિવાળી બગાડવાનું ચાલુ કરી દો. કામ છોડી દો અને ગામડે જતા રહો. છઠ્ઠ મૈયાની પૂજા કરો, ગામમાં ખેતીવાડી કરો અને દિવાળી મનાવો. 2-3 મહિના પછી શાંતિથી જ્યારે શેઠ લોકોનો ફોન આવે અને તેઓ રજા આપવા તૈયાર થાય, ત્યારે જ અહીં પાછા આવવાનું ચાલુ કરો." જો માંગ ન સ્વીકારાઈ તો આંદોલન ઉગ્ર બનશે આગામી 10 ઓક્ટોબરના રોજ સાપ્તાહિક રજા અને કામના સમયની મર્યાદાને લઈને એમ્બ્રોઇડરી એસોસિએશન તરફથી એક મહામંથનનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રમ વિભાગના પરિપત્ર બાદ કારખાનેદારો તરફથી એવું જણાવવામાં આવ્યું છે કે કારીગરો જેટલા કલાકો કામ કરશે, તેનો જ પગાર મળશે. આટલું જ નહીં, જો કારખાનામાં કોઈ નુકસાની થાય કે કાપડનો બગાડ થાય, તો તેનો ખર્ચ પણ શ્રમિકો પાસેથી જ વસૂલવામાં આવશે. મજદૂર સંઘે ચીમકી આપી છે કે જો 10 તારીખે પણ એસોસિએશન રજા આપવાની ના પાડશે, તો શ્રમિકો પોતાનું આંદોલન વધુ ઉગ્ર બનાવશે.
    Click here to Read More
    Previous Article
    સાબરકાંઠાને સંસ્કારકાંઠા બનાવવા હિંમતનગરમાં સેમિનાર યોજાયો:‘સ્વસ્થ ભારત, સક્ષમ ભારત’ના ધ્યેય સાથે સંસ્કારમય યુવા પેઢી બનાવવાનો હેતુ, સાંસદ, ધારાસભ્ય સહિતના હાજર રહ્યા
    Next Article
    Baththa Box Office Day 5: Vijay Sethupathi Starrer Sees Sharp Monday Drop

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment