Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હની સિંહ સામે ધરપકડ વોરંટ, લુક આઉટ સર્ક્યુલર જારી કરાશે!:ગાડીઓમાં શારીરિક સંબંધ અંગેની ટિપ્પણી કેસમાં પોલીસનું સમન, હાજર ન થતાં કાર્યવાહી

    1 day ago

    બોલિવૂડ રેપર અને સિંગર હની સિંહ સોમવારે મહારાષ્ટ્ર સાયબર પોલીસ સમક્ષ હાજર થયો નહોતો. તેને દિલ્હીમાં કોન્સર્ટ દરમિયાન કથિત વાંધાજનક ટિપ્પણીના મામલે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ મુજબ, મહારાષ્ટ્ર સાયબરના એક અધિકારીએ જણાવ્યું કે, હની સિંહે તપાસ અધિકારી સમક્ષ હાજર થવા માટે વધુ સમય માંગ્યો છે. સાયબર પોલીસ હવે કોર્ટ પાસેથી ધરપકડ વોરંટ માંગશે અને તેના વિરુદ્ધ લુક-આઉટ સર્ક્યુલર (LOC) જારી કરવાની પ્રક્રિયા શરૂ કરશે. આ મામલો દિલ્હીના કોન્સર્ટના એક વીડિયો સાથે જોડાયેલો છે. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તેમાં હની સિંહ વાહનોમાં શારીરિક સંબંધ બાંધવા અંગેનો અશ્લીલ સંદર્ભ આપતો દેખાયો હતો. હની સિંહની ટિપ્પણી પર સોશિયલ મીડિયા યુઝર્સે વાંધો ઉઠાવ્યો હતો. ત્યારબાદ સાયબર પોલીસમાં ફરિયાદ કરવામાં આવી અને કેસ નોંધાયો. સાયબર પોલીસે શું કહ્યું મામલાને લઈને મહારાષ્ટ્ર નોડલ સાયબર પોલીસના એક અધિકારીએ કહ્યું, 'અમે યો યો હની સિંહને સમન્સ મોકલ્યું હતું, પરંતુ તે હાજર થયા નહીં અને તેમણે થોડો સમય માગ્યો છે.' અધિકારીએ કહ્યું કે, ‘એજન્સી હવે ધરપકડ વોરંટ માટે સંબંધિત અદાલતનો સંપર્ક કરશે. હની સિંહ દેશ છોડીને ન જઈ શકે તે સુનિશ્ચિત કરવા માટે લુક-આઉટ સર્ક્યુલર પણ જારી કરવામાં આવશે.’ હની સિંહે વીડિયો જાહેર કરીને માફી માંગી હતી મામલાને લઈને વિવાદ થયા બાદ હની સિંહે એક વીડિયો જાહેર કરીને માફી માંગી હતી. તેણે કહ્યું હતું કે, 'વીડિયો ક્લિપને આ રીતે એડિટ કરવામાં આવી હતી, જેના કારણે લોકોને ઠેસ પહોંચી.' તેણે કહ્યું હતું કે, તેનો ક્યારેય કોઈને ઈજા પહોંચાડવાનો, અપમાનિત કરવાનો કે ઠેસ પહોંચાડવાનો ઈરાદો નહોતો. પોતાની કમેન્ટનો સંદર્ભ સમજાવતા હની સિંહે કહ્યું હતું કે, તેણે એક જાણીતા ગાયનેકોલોજિસ્ટ સાથે વાત કરી હતી. ડૉક્ટરે યુવાનોમાં અસુરક્ષિત સેક્સને કારણે સેક્સ્યુઅલ ઇન્ફેક્શન વધવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. હની સિંહે કહ્યું હતું કે, તેણે આ મેસેજ એવી ભાષામાં આપવાનો પ્રયાસ કર્યો, જેને જેન-ઝી સમજી શકે. તેણે પોતાના વીડિયોમાં કહ્યું હતું, “Gen Zની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને, મેં આ સંદેશો એવી ભાષામાં આપવાનો પ્રયાસ કર્યો, જે તેમને ગમશે. જોકે, મને ખૂબ અફસોસ છે કે મેં આ વાત જે રીતે કહી, તે ઘણા લોકો માટે અયોગ્ય અને અસ્વીકાર્ય હતી. હું દિલથી માફી માગું છું.” એપ્રિલમાં કોર્ટે ગીતના URL દૂર કરવાનો નિર્દેશ આપ્યો આ પહેલાં એપ્રિલમાં દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને હની સિંહના કથિત ગીત ‘વોલ્યુમ 1’ના URL સોશિયલ મીડિયા અને ફાઇલ-શેરિંગ પ્લેટફોર્મ પરથી દૂર કરવાનો નિર્દેશ આપ્યો હતો. સુનાવણી દરમિયાન અદાલતે આ ગીતને અત્યંત અશ્લીલ, વાંધાજનક અને મહિલાઓ પ્રત્યે અપમાનજનક ગણાવ્યું હતું. અદાલતે કહ્યું હતું કે, આવા કન્ટેન્ટને યોગ્ય ઠેરવવા માટે કલાત્મક સ્વતંત્રતા અને બોલવાની કે અભિવ્યક્તિની આઝાદીનો ઉપયોગ કરી શકાય નહીં. આ અરજી હિંદુ શક્તિ દળે દાખલ કરી હતી. સંગઠને આરોપ લગાવ્યો હતો કે, હની સિંહે 1 માર્ચ 2025ના રોજ દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં એક કોન્સર્ટ દરમિયાન આ ગીતની બે પંક્તિઓ ગાઈ હતી. સંગઠનનો દાવો હતો કે, હની સિંહ અને રૅપર બાદશાહનું 2006માં રિલીઝ થયેલું આ ગીત વાંધાજનક છે. સંગઠને એમ પણ કહ્યું હતું કે, આ ગીત ઑનલાઇન પ્લેટફોર્મ પર બાળકો માટે ઉપલબ્ધ છે. મે મહિનામાં દિલ્હી હાઈકોર્ટે આ અરજીના સંબંધમાં હની સિંહને સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    Delhi Congress Protest News | જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે વિપક્ષનો વિરોધ |Gujarati Samachar
    Next Article
    2026ના ફિઝિક્સ નોબેલની જાહેરાત થોડી વારમાં:મેટામટિરિયલ્સ, ગ્રાફીન અને ક્વાન્ટમ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકો દાવેદાર; 11.5 કરોડ રૂપિયા મળશે

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment