Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે ઇન્દિરા એકાદશી, મંગળવાર અને શ્રાદ્ધ પક્ષનો શુભ સંયોગ:સુખ-સમૃદ્ધિની કામના સાથે કરો વિષ્ણુ પૂજા, મંગળ દોષ નિવારણ માટે આ કાર્યો કરો

    2 days ago

    આજે (મંગળવાર, 6 ઑક્ટોબર) ઇન્દિરા એકાદશીનું વ્રત છે. આમ તો આખા વર્ષ દરમિયાન આવતી એકાદશીઓ ખાસ હોય છે, પરંતુ પિતૃ પક્ષમાં આવતી એકાદશીનું વિશેષ મહત્વ છે. ભાદરવા કૃષ્ણ પક્ષ એટલે કે પિતૃ પક્ષની એકાદશી પર કરવામાં આવતા વ્રત-ઉપવાસ અને પૂજન કર્મથી પિતૃઓને તૃપ્તિ મળે છે અને તેઓ પોતાના કુટુંબના લોકોને આશીર્વાદ આપે છે, એવી માન્યતા છે. એવું કહેવામાં આવે છે કે પિતૃઓની કૃપાથી ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા મુજબ, પિતૃ પક્ષમાં કરવામાં આવતા ધર્મ-કર્મનો સીધો સંબંધ પૂર્વજો સાથે છે. એકાદશી તિથિએ ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે અને વ્રત રાખવામાં આવે છે. આ શુભ કાર્યોની સાથે જ જરૂરિયાતમંદ લોકોને અનાજ સહિત અન્ય જરૂરી વસ્તુઓનું દાન કરવાની પરંપરા પણ છે. ઇન્દિરા એકાદશીનું વ્રત વિધિ-વિધાનપૂર્વક કર્યા પછી તેનું પુણ્ય પૂર્વજોને અર્પણ કરવામાં આવે, તો તેમને મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. એવી માન્યતા છે. હવે જાણો સુખ-સમૃદ્ધિની કામના સાથે પિતૃ પક્ષ, મંગળવાર અને એકાદશીના સંયોગમાં કયા-કયા શુભ કાર્યો કરી શકાય છે... મંંગળ ગ્રહની પૂજા આ રીતે કરો જ્યોતિષમાં મંગળ ગ્રહને મંગળવારનો કારક ગ્રહ માનવામાં આવે છે. જે લોકોની કુંડળીમાં મંગળ ગ્રહની સ્થિતિ સારી ન હોય, તેમને દર મંગળવારે મંગળ ગ્રહની વિશેષ પૂજા કરવાની સલાહ આપવામાં આવે છે. મંગળની પૂજા શિવલિંગ સ્વરૂપે કરવામાં આવે છે, તેથી શિવલિંગ પર લાલ ફૂલ, લાલ ગુલાલ, લાલ વસ્ત્ર, બિલ્વપત્ર, ધતુરો વગેરે પૂજા સામગ્રી અર્પણ કરો. રાંધેલા ચોખાથી શિવલિંગનો શૃંગાર કરો. પૂજા કરો. પૂજામાં 'ૐ અં અંગારકાય નમઃ' મંત્રનો જપ કરો. બાળ ગોપાલની પૂજા કરો એકાદશીના દિવસે ઘરમાં બિરાજમાન બાળ ગોપાલની પણ વિશેષ પૂજા કરો. બાળ ગોપાલનો દક્ષિણાવર્તી શંખથી અભિષેક કરો. અભિષેક માટે કેસરમિશ્રિત દૂધનો ઉપયોગ કરો. દૂધ પછી શુદ્ધ જળથી પણ અભિષેક કરો. ભગવાનનો સુંદર વસ્ત્રો અને હાર-ફૂલોથી શૃંગાર કરો. ધૂપ-દીપ પ્રગટાવો. 'કૃં કૃષ્ણાય નમઃ' મંત્રનો જપ કરો. તુલસી સાથે મીઠાઈ અને મોસમી ફળોનો ભોગ ધરાવો. કોઈ તળાવમાં માછલીઓને લોટની ગોળીઓ બનાવીને ખવડાવો. ઘરની આસપાસ ગાય, કૂતરા અને કાગડાઓ માટે ખાવાનું રાખો. બપોરે લગભગ 12 વાગ્યે પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરો. હવે જાણો ધૂપ-ધ્યાન માટે જરૂરી વસ્તુઓ અને ધૂપ-ધ્યાન કરવાની રીત… જો આ બધી વસ્તુઓ ઉપલબ્ધ ન હોય, તો પાણી, તલ, છાણાના અંગારા અને ગોળ-ઘીથી પણ શ્રદ્ધાપૂર્વક પિતૃઓનું સ્મરણ કરીને ધૂપ-ધ્યાન કરી શકાય છે. તમે ઇચ્છો તો ખીર-પૂરી પણ બનાવી શકો છો. ખીર-પૂરીથી પણ ધૂપ આપવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    આધારમાં સંપૂર્ણ નામ બદલવા માટે ગેઝેટ નોટિફિકેશન જરૂરી:નામમાં ભૂલ હોય તો દસ્તાવેજ વિના સુધારો થશે, જરૂરી દસ્તાવેજો અને સંપૂર્ણ પ્રક્રિયા જાણો
    Next Article
    લાલપુર-પોરબંદર રોડ પર ઇલેક્ટ્રિક સ્કૂટરે વ્યક્તિને ટક્કર મારી:પગપાળા જતા રામાભાઈ કરંગીયાને ગંભીર ઈજા, અનેક હોસ્પિટલમાં સારવાર કરાવી

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment