Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોન્ટ્રાક્ટ મજૂરોના વેતનમાં કોઈ વધારો નહીં!:સરકારે નવો પરિપત્ર કર્યો પણ વેતન દરો જૂના જ રાખ્યાં, એપ્રિલ-સપ્ટેમ્બરના જ દર ઓક્ટોબરથી લાગુ

    21 hours ago

    રાજ્ય સરકારે કોન્ટ્રાક્ટ મજૂરોના લઘુત્તમ વેતન દરો અંગે નવો પરિપત્ર જાહેર કર્યો છે, પરંતુ તેમાં વેતનમાં કોઈ નવો વધારો કરવામાં આવ્યો નથી. શ્રમ આયુક્ત કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલા આ પરિપત્રમાં અગાઉ એપ્રિલથી સપ્ટેમ્બર 2026 સુધી અમલમાં રહેલા લઘુત્તમ વેતનના દરોને જ નવા સમયગાળા માટે યથાવત્ રાખવામાં આવ્યા છે. આથી, ઓક્ટોબરથી કોન્ટ્રાક્ટ મજૂરોના દૈનિક વેતનમાં કોઈ સુધારો થશે નહીં. અગાઉના જ દરો નવા સમયગાળા માટે લાગુ કરાયા કોન્ટ્રાક્ટ મજૂર (નિયમન અને નાબૂદી) અધિનિયમ, 1970 તથા ગુજરાતના નિયમો હેઠળ કોન્ટ્રાક્ટરોએ સરકાર દ્વારા નક્કી કરાયેલા લઘુત્તમ વેતન કરતાં ઓછું વેતન આપવાનું હોતું નથી. સરકારે એપ્રિલથી સપ્ટેમ્બર, 2026 માટે જે દર નક્કી કર્યા હતા, તે જ દરોને હવે ઓક્ટોબર, 2026થી આગળના સમયગાળા માટે પણ જારી રાખવાનો નિર્ણય કર્યો છે. ઝોન-1 હેઠળ આવતા વિસ્તારોની વ્યાખ્યા પરિપત્રમાં દર્શાવ્યા મુજબ ઝોન-1માં ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ, 1949 હેઠળની તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદના વિસ્તારો, ગુજરાત નગરપાલિકા અધિનિયમ, 1963 હેઠળની નગરપાલિકાઓ તેમજ સંબંધિત શહેરી વિકાસ સત્તામંડળ (Urban Development Authorities) ની હદમાં આવતા વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તમામ સંબંધિત વ્યવસાયો માટે આ જ દર લાગુ રહેશે શ્રમ વિભાગના પરિપત્રમાં વધુમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે લઘુતમ વેતન અધિનિયમની અનુસૂચિમાં સમાવિષ્ટ તમામ વ્યવસાયો અને અન્ય સંલગ્ન ક્ષેત્રોમાં કામ કરતાં કોન્ટ્રાક્ટ મજૂરોને આ નક્કી કરાયેલા દરો મુજબ જ વેતન ચૂકવવાનું રહેશે.
    Click here to Read More
    Previous Article
    જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ રસ્તા પર 19 પાર્ટી:અખિલેશે કહ્યું- ચૂંટણી પંચ ભાજપ માટે કામ કરી રહ્યું છે, SIRમાં 13 કરોડ નામો કાપી નાખવામાં આવ્યા
    Next Article
    "Gautam Gambhir Will Rotate": Morne Morkel Drops Huge Playing XI Hint For 1st T20I vs West Indies

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment