Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચીખલી પંથકમાં કમળના ચિહ્નવાળી‎થારમાં યુવાનની સ્ટંટબાજીથી વિવાદ‎:નંબર પ્લેટ વિનાની અને કાળાકાચ વાળી ગાડી પાણીમાં મૂકી, પોલીસ તપાસ શરૂ

    11 hours ago

    ચીખલી તાલુકાના એક ગામના યુવાન દ્વારા નંબર પ્લેટ વગરની તથા કાળા કાચવાળી થાર ગાડીમાં સ્ટંટબાજી અને હવાબાજી કરવામાં આવતી હોવાના ફોટા સોશિયલ મીડિયામાં સામે આવતા ભારે ચર્ચા જગાવી છે. મળતી માહિતી મુજબ આ યુવાને નદીકાંઠા જેવા વિસ્તારો તેમજ વાંસદા પંથકમાં ગાડી સાથે સ્ટંટ કરતા હોય તેવા ફોટા પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કર્યા હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને ગાડી પર નંબર પ્લેટ જોવા મળતી નથી અને કાળા કાચ સાથે કમળનું ચિહ્ન પણ લગાવેલું હોવાનું ફોટામાં દેખાઈ રહ્યું છે. જેના પગલે હવે સવાલ ઉઠી રહ્યો છે કે, આ યુવાન કોઈ હોદ્દો ધરાવે છે કે માત્ર રાજકીય ઓળખ દર્શાવવા માટે ચિહ્નનો ઉપયોગ કરી રહ્યો છે? જો કોઈ હોદ્દો ધરાવતો હોય તો પક્ષ દ્વારા પણ આ અંગે સ્પષ્ટતા કરવામાં આવશે કે કેમ તે જોવાનું રહ્યું. જ્યારે સોશિયલ મીડિયા પર ‘Jashhx.01’ નામની ઈન્સ્ટાગ્રામ આઈડી પરથી આવા ફોટા અપલોડ થયાના દાવા સામે આવ્યા છે. જો ફોટા અને ગાડી ખરેખર આ જ વ્યક્તિની હોય અને જાહેર રસ્તા પર નિયમોનો ભંગ થયો હોય તો ટ્રાફિક નિયમો તેમજ મોટર વાહન કાયદા હેઠળ કાર્યવાહીનો પ્રશ્ન પણ ઉઠે છે. જ્યારે નંબર પ્લેટ વિના વાહન ચલાવવું, કાળા કાચનો ઉપયોગ તથા જાહેર સ્થળ પર જોખમી સ્ટન્ટબાજી જેવા મુદ્દે પોલીસ અને આરટીઓ તંત્ર ગંભીરતા દાખવે તેવી માંગ ઉઠી રહી છે. હવે પોલીસ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફોટાની ખરાઈ કરી ગાડી અને યુવાનની ઓળખ કરશે કે નહીં તથા કાયદો હાથમાં લેતા તત્વોને કાયદાના પાઠ ભણાવશે કે નહીં, તેના પર સૌની નજર છે.
    Click here to Read More
    Previous Article
    અમેરિકી ઉપરાષ્ટ્રપતિએ કહ્યું- ફ્લાયદુબઈનો કો-પાઇલટ હમામી સમસ્યારૂપ હતો:તેને ફ્લાઇટ ઉડાવવા દેવી જોઈતી નહોતી; ઓમાને કહ્યું- કોઈ પણ દેશે હમામી વિશે માહિતી માંગી નહોતી
    Next Article
    BJP MP Seeks High Court Probe Into Revanth Reddy, KTR's Assets Amid Allegations

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment