Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:રશિયાની લેબમાંથી ઘાતક વાઇરસ લીક, મોટા શહેરમાં કરફ્યૂ લાગ્યો, 'ચૂંટણીપંચે કાયદાનો ભંગ કર્યો તો નિર્ણયો રોકી દઈશું', સુપ્રીમ કોર્ટની ફટકાર

    1 day ago

    નમસ્તે, સુપ્રીમ કોર્ટે સોમવારે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને હટાવવાની અરજી પર સુનાવણી કરી. યુપીમાં ભાજપે રાજ્યસભા ચૂંટણી માટે 8 ઉમેદવારોની જાહેરાત કરી. દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોની ફ્લાઇટ્સ આજથી મોંઘી થઈ છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. દિલ્હીમાં I.N.D.I બ્લોકમાં સામેલ 19 પક્ષો ચૂંટણી પંચનો ઘેરાવ કરશે. 2. પીએમ મોદીની અધ્યક્ષતામાં સવારે 11 વાગ્યે કેબિનેટ બેઠક યોજાશે. 📰 કાલના મોટા સમાચારો 1. 'ચૂંટણી પંચે કાયદો તોડ્યો તો તમામ નિર્ણયો રોકી દઈશું':સુપ્રીમે કહ્યું- ગેરકાયદેસર કામ થયું તો પરિણામ ભોગવવા પડશે, CEC જ્ઞાનેશને સસ્પેન્ડ કરવાનો ઇનકાર સુપ્રીમ કોર્ટે સોમવારે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાનો વચગાળાનો આદેશ આપવાનો ઇનકાર કર્યો. તેમના પર SIR સાથે જોડાયેલા લગભગ 14 નિર્ણયો અન્ય બે ચૂંટણી કમિશનરોની સંમતિ વિના લેવાનો આરોપ છે. સુપ્રીમ કોર્ટે આ આરોપો અંગે ચૂંટણી પંચ પાસેથી જવાબ માગ્યો છે. કોર્ટે કહ્યું કે જવાબ જોયા બાદ જો નિર્ણયો સંમતિ વિના લેવામાં આવ્યા હોવાનું જણાશે, તો તેમને પાછા ખેંચી શકાય છે. CJI સૂર્યકાંત, જસ્ટિસ જૉયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચે અરજી પર કેન્દ્ર સરકાર, ચૂંટણી પંચ, CEC જ્ઞાનેશ કુમાર, ચૂંટણી કમિશનર ડૉ. સુખબીર સિંહ સંધૂ અને ડૉ. વિવેક જોશી, ડેપ્યુટી ઇલેક્શન કમિશનર મનીષ ગર્ગ અને DG (IT) સીમા ખન્નાને નોટિસ જારી કરી. વાંચો સંપૂર્ણ સમાચાર 2. યુપીમાં ભાજપના 8 રાજ્યસભા ઉમેદવારોની જાહેરાત:તમામ નવા; રાજ્યપાલ ગંગવારની પુત્રીને મેદાનમાં ઉતારી, મોદીના 2 મંત્રીઓને ટિકિટ મળી નહીં યુપીમાં ભાજપે રાજ્યસભાની ચૂંટણી માટે સોમવારે બપોરે 8 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. તમામ નવા ઉમેદવારો છે. તેમાં 2 મહિલાઓ છે. પીએમ મોદીના મંત્રીમંડળમાં સામેલ બી.એલ. વર્મા અને હરદીપ પુરીની ટિકિટ કાપી દેવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે તેમને મોદી મંત્રીમંડળમાંથી હટાવવામાં આવી શકે છે. ઉમેદવારોમાં 2 બ્રાહ્મણ, 1 ઠાકુર, 3 પછાત અને 2 દલિત છે. પછાત વર્ગમાં એક લોધી, એક કુર્મી અને એક પાલ સમાજમાંથી છે. જ્યારે દલિત વર્ગમાં એક ખટીક અને એક પાસી સમાજમાંથી છે. સપાના 2 ઉમેદવાર પ્રોફેસર રામ ગોપાલ યાદવ અને ઉદ્યોગપતિ ધનરાજ પરિમલ નાથવાનીએ 30 સપ્ટેમ્બરે ઉમેદવારી નોંધાવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. રશિયાની લેબમાંથી અજાણ્યો વાયરસ ફેલાતા કર્મચારીનું મોત:197 લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા, પ્લેગ રિસર્ચ લેબમાં વાયરસના નમૂના ધરાવતી ટેસ્ટ ટ્યુબ તૂટી હતી રશિયામાં 28 વર્ષની મહિલા કર્મચારીના મૃત્યુ બાદ લગભગ 200 લોકોને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. મહિલા એક એન્ટી-પ્લેગ સંશોધન સંસ્થામાં કામ કરતી હતી. થોડા દિવસ પહેલાં તેને ન્યૂમોનિયા થયો હતો. સ્થિતિ વધુ ખરાબ થતાં તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું. આ ઘટના સાઇબેરિયાની એન્ટી-પ્લેગ સંશોધન સંસ્થાની છે. મહિલા આ જ સંસ્થામાં કામ કરતી હતી. તેના મૃત્યુ બાદ તેના સંપર્કમાં આવેલા લોકોને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. સ્થાનિક અહેવાલો અનુસાર, મહિલાએ હોસ્પિટલમાં જણાવ્યું હતું કે લેબોરેટરીમાં કામ કરતી વખતે જીવંત જૈવિક નમૂનાઓ ધરાવતી એક ટેસ્ટ ટ્યુબ તેના હાથમાંથી તૂટી ગઈ હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 4. ઇન્ડિગોની ફ્લાઇટ્સમાં 10,000 રૂપિયા સુધીનો વધારો:6 મહિનામાં ત્રીજી વખત ફ્યુઅલ સરચાર્જ વધાર્યો, દિવાળી વેકેશનમાં ફરવા જવાનું મોંઘુ થયું દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોની ફ્લાઇટ્સ મંગળવારથી મોંઘી થઈ જશે. એરલાઇને સ્થાનિક ફ્લાઇટ્સમાં ₹1300 સુધી અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં ₹10,000 સુધીનો વધારાનો ફ્યુઅલ ચાર્જ લગાવવાની જાહેરાત કરી છે. નવી કિંમતો 6 ઓક્ટોબરની રાત્રે 12:01 વાગ્યાથી લાગુ થશે. ઇન્ડિગોએ છ મહિનામાં ત્રીજી વખત ફ્યુઅલ સરચાર્જ વધાર્યો છે. આ પહેલાં એરલાઇને આ વર્ષે 14 માર્ચે અને ત્યારબાદ 1 એપ્રિલે ભાડામાં વધારો કર્યો હતો. એરલાઇનના જણાવ્યા મુજબ, એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) એટલે કે જેટ ફ્યુઅલ મોંઘું થવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. આત્મહત્યા પહેલાં પ્રાઇવેટ પાર્ટ કાપ્યો, ધોતી પર લોહીના ડાઘ:સંત પ્રેમાનંદના શિષ્યના સુસાઇડ પહેલાંના નવા CCTV, સીડી ચઢી અગાસી તરફ જતા દેખાયા રસિક દુલારી વૃંદાવનમાં રસિક દુલારી શરણની આત્મહત્યા પહેલાંનો ત્રીજો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં રસિક દુલારી સીડીઓ પરથી અગાસી પર જતા દેખાઈ રહ્યા છે. તેમની ધોતી પર લોહીના નિશાન દેખાઈ રહ્યા છે. વૃંદાવનમાં સંત પ્રેમાનંદ મહારાજ પાસેથી દીક્ષા લેનારા 25 વર્ષીય રસિક દુલારી શરણે 25 સપ્ટેમ્બરની સવારે કેલી કુંજ ટ્રસ્ટની ઇમારતના ચોથા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. 26 સપ્ટેમ્બરે યમુના કિનારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે પ્રેમાનંદ મહારાજના કેલી કુંજ આશ્રમ સાથે જોડાયેલા 30થી વધુ લોકોની પૂછપરછ કરી છે. ઇમારતમાં પ્રેમાનંદ મહારાજના આશ્રમ સાથે જોડાયેલા 50થી વધુ શિષ્યો અને સેવાદારો રહે છે. આ ઇમારત પ્રેમાનંદ મહારાજના જૂના કેલી કુંજ આશ્રમથી આશરે 500 મીટર દૂર છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. રાજ્યના 10 હજારથી વધુ ક્લાસ-3 મહેસૂલી કર્મચારીઓની હડતાલ:માસ CL પર ઊતરીને આ 14 માંગણીઓ સાથે વિરોધ, 7મીથી અચોક્કસ મુદતના આંદોલનની ચીમકી પ્રમોશન, ફિક્સ પે અને બદલી સહિતના વિવિધ પડતર પ્રશ્નોને લઈને 5 ઓક્ટોબરે સમગ્ર રાજ્યના આશરે 10 હજારથી વધુ ક્લાસ-3ના રેવન્યુ ક્લાર્ક, તલાટી અને નાયબ મામલતદારો માસ CL પર ઊતરીને હડતાલ કરી છે, જેમાં અમદાવાદના 450થી વધુ, વડોદરાના 350થી વધુ, રાજકોટમાં 450 કર્મચારીઓ અને સુરતમાં 500થી વધુ કર્મચારીઓ સામુહિક રજા પર ઉતરતા કામકાજ ખોરવાયું. જન સેવા કેન્દ્ર પર પોતાના કામ માટે આવેલા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. આ વિરોધ પ્રદર્શન આવતીકાલે પણ યથાવત રહેશે અને જો સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે, તો આગામી 7મી તારીખથી સમગ્ર ગુજરાતના તમામ મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર જવાની રણનીતિ ઘડી રહ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. 'ગુજરાત ભાડા વિધેયક'ના વિરોધમાં વકીલોની હડતાળ:'રેન્ટ એક્ટ પાછો ખેંચો...'ના નારા લગાવ્યા, જ્યાં સુધી ઉકેલ ન આવે ત્યાં સુધી વકીલો લડી લેવાના મૂડમાં ગુજરાત ભાડા વિધેયકના વિરોધમાં રાજ્યના વકીલો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. રાજ્યના 182 વકીલ મંડળોની આગેવાનીમાં કોર્ટ પરિસરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ પહેલા સતત ત્રણ દિવસ વિરોધ કરાયા બાદ પણ કોઈ ઉકેલ ન આવતા ગુજરાત બાર એસોસિએશને અચોક્કસ મુદતની હડતાળ પર જવા આહવાન કર્યું હતું. ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશને પણ વકીલોને કોર્ટમાં ઉપસ્થિત ન રહેવા આહવાન કર્યું હતું. જેને પગલે હાઇકોર્ટમાં વકીલોને એન્ટર થવાનો ગેટ બંધ કરવામાં આવ્યો હતો. વકીલો કામથી અળગા રહેતા ચાલી રહેલા કેસોને પણ અસર થઈ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : 'એવી કાર્યવાહી કરો કે ગુનેગારોના મનમાં મોતનો ડર રહે':નહીં તો બળાત્કાર જેવા ગુનાઓ રોકવા મુશ્કેલ, દિલ્હીમાં રેપની 3 ઘટનાઓ પર સુપ્રીમ કોર્ટની ટકોર વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : મગજમાં યાદો કે લાગણીઓ કેવી રીતે આવે છે:તેની શોધ કરનારા જર્મની-અમેરિકાના 3 વૈજ્ઞાનિકોને મેડિસિનનો 2026 નોબેલ પુરસ્કાર મળ્યો વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : ‘અબજોપતિ હોય કે રિક્ષાવાળો, બંનેના મત સમાન’:SIR વિવાદ વચ્ચે સુપ્રીમ જજ ભુઈયાંના કડક વલણ બાદ રાજકારણ ગરમાયું, કોંગ્રેસે કહ્યું: "જ્ઞાનેશ કુમાર પદ છોડે" વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : મિનિટોમાં 28 હજાર ફૂટ નીચે આવી ફ્લાઇટ:લંડન-શિકાગો પ્લેને ફ્લાયદુબઈ જેવું ગોથું ખાધું, '7700 કોડ' એક્ટિવ કર્યો; રસ્તો બદલીને લંડન પરત ફરી, કારણ અસ્પષ્ટ વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : માત્ર વ્યાજથી 3,00,000 રૂપિયાની કમાણી:પોસ્ટ ઓફિસની સ્કીમમાં બેંકની FD કરતાં વધારે વ્યાજ, દરરોજ 200 રૂપિયાના રોકાણથી બનશે 10 લાખનું ફંડ વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : ‘ટેલેન્ટેડ છે પણ રાહ તો જોવી જ પડશે’:વૈભવ સૂર્યવંશી પર ગૌતમ ગંભીરની સ્પષ્ટતા, કહ્યું- 'બહારનો ઘોંઘાટ નહીં, ટીમની જરૂરિયાત નક્કી કરશે પ્લેઇંગ-11' વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : દાન, તર્પણ અને જીવદયાથી પિતૃઓ થશે પ્રસન્ન:ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિ જાળવી રાખવાની કામનાથી શ્રાદ્ધપક્ષમાં કરો આ કામો વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ ભઠ્ઠીમાં કૂદીને રોબોટે આત્મહત્યા કરી અમેરિકન રોબોટિક્સ કંપની ફિગર AIના રોબોટ્સે ભઠ્ઠીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી. કંપનીએ જૂના F.02 રોબોટ્સને કામ પરથી હટાવી દીધા હતા. ત્યારબાદ તેમને ફિનલેન્ડની ફાઉન્ડ્રીમાં 75 ટન પીગળેલા સ્ટીલથી ભરેલી ભઠ્ઠીમાં નાખીને કાયમ માટે નષ્ટ કરી દેવામાં આવ્યા. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. Editor's View : તાલિબાનોએ પાકિસ્તાનમાં હાહાકાર મચાવ્યો: સરહદ પરથી 5 હજાર સૈનિકોને ઉભી પૂંછડીએ ભગાડ્યા, 30 ચોકીઓ પર કબજો કરી લેતાં મુનીરની આબરુના ધજાગરા 2. પારકી પંચાત : હરખમાં સાંસદે હિન્દીમાં શેર લલકાર્યો, VIDEO: ‘પાણી માપવા’ RMCના કમિશનર ઘરે-ઘરે ગયા; બુલડોઝર પર ચઢી પંચાલનું સ્વાગત કરવાનો આઈડિયા કોનો? 3. આજનું એક્સપ્લેનર: શું બર્મુડા ટ્રાયએન્ગલે ફરી 6 જિંદગીઓ ગળી લીધી, કેનેડિયન જેટ કેવી રીતે ગુમ થયું; પાઇલટે કહ્યું- મને કંઈ દેખાતું નથી 4. મંડે મેગા સ્ટોરી : ક્રિકેટ, કબડ્ડી જેવું વર્ચસ્વ બાકી રમતોમાં કેમ નહીં?: ગત એશિયન ગેમ્સના 20 ગોલ્ડ ગુમાવ્યા; સમસ્યા ક્યાં છે, ભારત કેમ પાછળ રહી જાય છે? 5. સવારે ઊઠતાં જ સૌથી પહેલાં મોબાઈલ હાથમાં લો છો?: આ કુટેવ મગજને નબળું પાડી દેશે! ડૉક્ટર પાસેથી જાણો વ્યસન કેમ છોડાવવું, હેલ્ધી રૂટિન કેવી રીતે ફૉલો કરવું 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ મંગળવારનું રાશિફળ:મેષ-સિંહ માટે સફળતાનો દિવસ, તુલા-કુંભને મળશે લાભ, કન્યા-મીન જાતકો માટે પડકારજનક દિવસ વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    Stock Market Today: All You Need To Know Going Into Trade On Oct 6
    Next Article
    ગરબામાં બોલ્ડ અને અને અનસ્ટોપેબલ બનવાં Gen-Zમાં IV ડ્રીપનો ક્રેઝ:યુવતીઓ સાથે યુવકો પણ લાઈનમાં, 9 દિવસ વટ પાડવા ₹15 હજારનો ખર્ચ; અમદાવાદમાં ક્લિનિકો હાઉસફૂલ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment