Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં ચૂંટણીલક્ષી માહોલ વચ્ચે તંત્રનું કડક વલણ:રાજકીય સરઘસો, સભાઓ અને જાહેર પ્રદર્શનો છઠ્ઠી ઓકટોબર સુધી જ કરી શકાશે, ચારથી વધુ લોકો ભેગા થવા સાથે હથિયારો પર પ્રતિબંધ

    8 hours ago

    ગાંધીનગરમાં આગામી ચૂંટણીના ધમધમાટ અને રાજકીય ગતિવિધિઓ વચ્ચે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તથા જાહેર શાંતિ અકબંધ રાખવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ચૂંટણી ટાણે રાજકીય પક્ષો દ્વારા યોજાતી રેલીઓ, સભાઓ અને સંભવિત ઘર્ષણને રોકવાના હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વિપુલ ઠક્કર દ્વારા સત્તાવાર જાહેરનામું બહાર પાડી તા.7 થી 21 ઓકટોબર સુધી પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. મંજૂરી વિના રેલી કે સરઘસ કાઢવા પર સખત મનાઈ આ જાહેરનામાના અંતર્ગત ગાંધીનગર મનપા અને સમગ્ર જિલ્લાની હદમાં એકસાથે ચાર કરતાં વધુ વ્યક્તિઓ ભેગા થવા પર, કોઈપણ પ્રકારની મંડળી રચવા પર તેમજ સત્તાવાર મંજૂરી વિના રેલી કે સરઘસ કાઢવા પર સખત મનાઈ ફરમાવવામાં આવી છે.આ ઉપરાંત ચૂંટણી પ્રચાર કે પ્રદર્શન દરમિયાન હિંસા કે ભયનો માહોલ ઊભો કરી શકે તેવા હથિયારો જેવા કે તલવાર, ધોકા, બંદૂક, છરા, સળગતી મશાલ કે અન્ય મારક સાધનો સાથે રાખીને ફરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સાથે જ કોઈપણ ક્ષયકારી કે સ્ફોટક પદાર્થો સાથે રાખવા, પથ્થરો કે ફેંકી શકાય તેવી વસ્તુઓ તથા તેના ફેંકવાના યંત્રો તૈયાર કરવા પર પણ રોક લગાવવામાં આવી છે. બીભત્સ સૂત્રો પોકારવા અને અશ્લીલ ગીતો ગાવા પર કડક પ્રતિબંધ ચૂંટણી આચારસંહિતા અને શાંતિપૂર્ણ માહોલ જાળવી રાખવાના ભાગરૂપે મનુષ્યોની આકૃતિઓ કે પૂતળાં દેખાડવા અથવા બાળવા, વિરોધીઓને અપમાનિત કરવાના ઈરાદે બીભત્સ સૂત્રો પોકારવા અને અશ્લીલ ગીતો ગાવા પર પણ કડક પ્રતિબંધ મુકાયો છે. તેમજ જનમાનસમાં ઉત્તેજના ફેલાવી શકે, રાજ્યની સલામતી જોખમાય અથવા ચૂંટણીની પવિત્રતા અને નીતિ-સુરૂચિનો ભંગ થાય તેવા ઉશ્કેરણીજનક તથા છટાદાર ભાષણો આપવા, ચાળા પાડવા કે તેવા વિવાદાસ્પદ ચિત્રો અને પ્રતીકો પ્રદર્શિત કરવા સામે પણ પ્રશાસન દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. વિશેષ ક્ષેત્રો અને પરંપરાગત પ્રસંગોને આ પ્રતિબંધોમાંથી મુક્તિ બીજી બાજુ લોકશાહી પ્રક્રિયા, વહીવટી કામગીરી અને નાગરિકોની આવશ્યક સેવાઓ કોઈપણ પ્રકારે પ્રભાવિત ન થાય તે માટે તંત્ર દ્વારા કેટલાક વિશેષ ક્ષેત્રો અને પરંપરાગત પ્રસંગોને આ પ્રતિબંધોમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ નિયમો સેક્ટર-6 માં અંદરના ભાગે આવેલ ઉપવાસીઓ માટેના નિયત વિસ્તાર, મહાત્મા મંદિર ખાતેના સરકારી અને નિર્ધારિત કાર્યક્રમો, ટાઉન હોલ, સ્ટાફ ટ્રેનિંગ કોલેજ તેમજ સર્કિટ હાઉસ, વિસ્તારને લાગુ પડશે નહીં. મંજૂરી મેળવેલ હોય તેવા વિશેષ કાર્યક્રમોને પણ છૂટ આ ઉપરાંત ચૂંટણી અને કાયદો તથા વ્યવસ્થાની ર્દષ્ટિએ ફરજ પરના સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ, ગૃહરક્ષક દળ (હોમગાર્ડ્ઝ)ના જવાનો, લગ્નના વરઘોડા, સ્મશાન યાત્રા તેમજ સંબંધિત મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પાસેથી પોલીસ અભિપ્રાય મેળવીને નિયમાનુસાર મંજૂરી મેળવેલ હોય તેવા વિશેષ કાર્યક્રમોને પણ છૂટ આપવામાં આવી છે. તદુપરાંત પરંપરાગત ધાર્મિક વિધિઓ, મરણોત્તર ક્રિયાઓ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, સરકારી કામકાજ માટે પ્રવાસ કરતા આવશ્યક વાહનો અને શારીરિક અશક્તતાના કારણે સક્ષમ મેજિસ્ટ્રેટની લેખિત પરવાનગીથી લાકડી કે સોટી સાથે રાખનાર વ્યક્તિઓને પણ આ પ્રતિબંધોમાંથી મુક્ત રાખવામાં આવ્યા છે. જાહેર હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરાશે ચૂંટણી પંચ અને વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારવામાં આવી છે કે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આ જાહેર હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિ કે રાજકીય સમર્થક સામે કાયદાકીય જોગવાઈઓ અને પ્રવર્તમાન નિયમો અનુસાર સખત શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    તાલિબાને પાકિસ્તાનને ઘૂંટણિયે પાડ્યું!:30 ચોકીથી 5 હજાર સૈનિકો ઉભી પૂંછડીએ ભાગ્યા, મુનીરની આબરુના ધજાગરા, સરહદ વિવાદથી ભારતને શું લેવાદેવા? સમજો A TO Z
    Next Article
    ભાડા વિવાદોની સત્તા રેવન્યુ તંત્રને સોંપવા મામલે વિરોધ:પોરબંદરના વકીલો અનિશ્ચિત મુદત માટે કોર્ટની કામગીરીથી દૂર રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment