Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ સુપ્રીમ કોર્ટના જજ બન્યા:ગુજરાતના ચીફ જજની નિમણૂક બાકી, સિનિયર મોસ્ટ જજ માનસ રંજન પાઠક કાર્યભાર સંભાળી શકે

    1 week ago

    ભારતના રાષ્ટ્રપતિએ બંધારણની કલમ 124ના ક્લોઝ (2) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ શ્રીમતી જસ્ટિસ સુનિતા અગ્રવાલની સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના જજ તરીકે સત્તાવાર નિમણૂક કરી છે. ભારત સરકારના કાયદા અને ન્યાય મંત્રાલયના ન્યાય વિભાગે આજે(5 ઓક્ટોબર) જાહેરનામું બહાર પાડ્યું છે. નોટિફિકેશન અનુસાર, જસ્ટિસ સુનિતા અગ્રવાલ પોતાનો પદભાળ સંભાળશે તે તારીખથી સુપ્રીમ કોર્ટના જજ તરીકે કાર્યરત થશે. આ જાહેરનામું સંયુક્ત સચિવ જગન્નાથ શ્રીનિવાસન દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. આજે ગુજરાત હાઇકોર્ટમાં તમામ જજીસ અને સરકારી વકીલોની ઉપસ્થિતિમાં જજ સુનિતા અગ્રવાલનો વિદાય સમારંભ યોજાયો હતો. ગુજરાત હાઇકોર્ટના ચીફ જજની ઓફિસિયલ નિમણૂક ન થાય ત્યાં સુધી સિનિયર મોસ્ટ જજ માનસ રંજન પાઠક એક્ટિંગ ચીફ જજ તરીકે કાર્યભાર સંભાળી શકે છે. કેન્દ્રીય કાયદા મંત્રી એક્સ પર જાહેરાત કરી હતી ગુજરાત હાઇકોર્ટના બીજા મહિલા ચીફ જસ્ટિસ બન્યા હતા સુનિતા અગ્રવાલ 3 વર્ષ પહેલાં સોનિયા ગોકાણી બાદ ગુજરાત હાઇકોર્ટના બીજા મહિલા ચીફ જસ્ટિસ બન્યા હતા. તેઓ મૂળ અલ્લાહાબાદ હાઈકોર્ટના જજ છે અને જુલાઈ 2023થી ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે કાર્યરત છે. 1989માં અવધ યુનિવર્સિટીમાંથી કાયદામાં સ્નાતક થયા હતા અને ડિસેમ્બર 1990થી લીગલ પ્રોફેશનમાં છે. નવા ચીફ જસ્ટિસ તરીકે માનસ રંજન પાઠકની કોલેજીયમ ભલામણ કરી શકે ગુજરાત હાઇકોર્ટમાં અત્યારે 52 જજીસની જગ્યા સામે 33 જજીસ છે, જ્યારે 19 જગ્યા ખાલી છે. હાઇકોર્ટમાં જજીસ માટે નિવૃત્તિની ઉંમર 62 વર્ષ અને સુપ્રીમમાં 65 વર્ષ છે. હવે ગુજરાત હાઇકોર્ટમાં સૌથી મોસ્ટ સિનિયર જજ માનસ રંજન પાઠક રહેશે. તેમની તાજેતરમાં જ ઓડિશા હાઈકોર્ટથી ગુજરાત હાઇકોર્ટમાં બદલી થઈ છે.ગુજરાત હાઇકોર્ટના ચીફ જજ તરીકે માનસ રંજન પાઠક અથવા અન્ય કોઈની આગામી સમયમાં સુપ્રીમની કોલેજિયમ ભલામણ કરી શકે છે. 2025માં 2 ગુજરાતી સુપ્રીમના જજ બન્યા હતા આ પહેલાં ગુજરાત હાઈકોર્ટથી નિલય અંજારિયા અને વિપુલ પંચોલી સુપ્રીમ કોર્ટમાં જજ બન્યા હતા. જસ્ટિસ વિપુલ મનુભાઈ પંચોલીને ઓગસ્ટ 2025માં સુપ્રીમ કોર્ટમાં જજ બનાવવામાં આવ્યા હતા. તેમણે સૌપ્રથમ 1991માં ગુજરાત હાઈકોર્ટમાં કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી હતી. તેમની કારકિર્દી દરમિયાન તેમણે ગુજરાત હાઈકોર્ટમાં સરકારી વકીલ તરીકે પણ કામ કર્યું હતું. જ્યારે એન.વી. અંજારિયા 21 નવેમ્બર, 2011થી ફેબ્રુઆરી 2024 સુધી ગુજરાત હાઇકોર્ટમાં જજ તરીકે કાર્યરત હતા. ત્યાર બાદ 25 ફેબ્રુઆરી 2024ના રોજ કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ બન્યા હતા. ત્યાર બાદ 30 મે, 2025ના રોજ સુપ્રીમના જજ બન્યા હતા. ઉલ્લેખનિય છે કે, સુપ્રીમના જજ નિલય અંજારિયા અને વિપુલ પંચોલી, સોલિસિટર જનરલ તુષાર મહેતા અને એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી.રાજુ અને એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી અમદાવાદની એલ.એ.શાહ કોલેજમાં ભણેલા છે.
    Click here to Read More
    Previous Article
    તાલિબાને પાકિસ્તાનને ઘૂંટણિયે પાડ્યું!:મુનીરની આબરુના ધજાગરા, 30 ચોકીથી 5 હજાર સૈનિકો ભાગ્યા, ચારેબાજુથી ખતરો અને બોર્ડર વિવાદથી ભારતને શું લેવાદેવા?
    Next Article
    સુરેન્દ્રનગરના 7 ગામોમાં PGVCLની 104 ટીમોએ ચેકિંગ હાથ ધર્યું:પોલીસને સાથે રાખી 1080 વીજ કનેક્શન ચેક કર્યા, 1.54 કરોડનો દંડ ફટકાર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment