Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ગુજરાત ભાડા વિધેયક'ના વિરોધમાં વકીલોની હડતાળ:વકીલોએ રેન્ટ એક્ટ પાછો ખેંચો...ના નારા લગાવ્યા, યતીન ઓઝાએ કહ્યું-નોર્થ કોરિયા પણ ન લાવે એવો કાયદો ગુજરાત સરકાર લાવી

    13 hours ago

    ગુજરાત ભાડા વિધેયકના વિરોધમાં રાજ્યના વકીલોએ આજથી અચોક્કસ મુદતની હડતાળ પર જવાનું એલાન કર્યું છે. રાજ્યના 182 વકીલ મંડળોની આગેવાનીમાં કોર્ટ પરિસરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ગુજરાત ભાડા વિધેયકના વિરોધમાં સતત ત્રણ દિવસ વિરોધ પ્રદર્શિત કરાયા બાદ પણ કોઈ ઉકેલ ન આવતા ગુજરાત બાર એસોસિએશન દ્વારા આજથી અચોક્કસ મુદતની હડતાળ પર જવાનું આહવાન કર્યું હતું. ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન દ્વારા વકીલોને કોર્ટમાં ઉપસ્થિત ન રહેવા આહવાન કરવામાં આવ્યું હતું . જેને પગલે હાઇકોર્ટમાં વકીલોને એન્ટર થવાનો ગેટ બંધ કરવામાં આવ્યો હતો. વકીલો કામથી અળગા રહેવાથી ચાલી રહેલા કેસોને પણ તેની અસર થશે. હાઇકોર્ટની એક પણ કોર્ટમાં ખાનગી વકીલો ઉપસ્થિત રહ્યા નથી.તમામ કોર્ટની આજની ઓન ડાયસ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને આજની મુદતો લંબાવવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટથી બાઇક રેલી યોજવામાં આવી હતી. આ રેલી અમદાવાદ મેટ્રો કોર્ટ, ઘી કાંટા થઈને ઇન્કમટેક્સ સુધી યોજી છે. ત્રણ તસવીરમાં જુઓ વકીલોની હડતાલ આવો કાયદો તો નોર્થ કોરિયામાં પણ ન આવી શકે: યતીન ઓઝા ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ યતીન ઓઝાએ કહ્યું કે, ગુજરાત હાઇકોર્ટ બાર એસોસિએશન દ્વારા બે દિવસ માટે કામકાજથી દૂર રહેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અમે ત્રીજા દિવસથી કામ શરુ કરીશું. મારો વ્યક્તિગત મત એવો છે કે, આ કાયદો બિલ્ડરો અને ઉચ્ચ અધિકારીઓના લાભાર્થે લાવવામાં આવ્યો છે. વકીલ એક હશે તો કોઈ કાયદો કે એક્શન હરાવી શકશે નહીં. પ્રજા પણ જોશે ને કે સરકાર કેવા કાયદા લાવે છે જેના કારણે તેમને ભોગવવું પડે છે. ગુજરાત વિધાનસભા લાવી એવો કાયદો નોર્થ કોરિયામાં ન આવી શકે. કોંગ્રેસ-ભાજપના બધાએ એક અપવાદ સિવાય તાળીઓ પાડી હતી. ખાલી કોંગ્રેસના એક માત્ર ધારાસભ્ય કિરીટ પટેલે વિરોધ કર્યો હતો. ભાડા વિધેયકોનો વકીલો કેમ વિરોધ કરે છે? નવા વિધેયક અનુસાર, ભાડા કરાર અને તેનાથી ઊભા થતા વિવાદોના ઉકેલ માટે સિવિલ કોર્ટ કે સ્મોલ કોઝ કોર્ટની જગ્યાએ વહીવટી તંત્રના અધિકારીઓ (જેમ કે નાયબ મામલતદાર, ડેપ્યુટી કલેક્ટર કે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર) નિર્ણય લેશે. જૂનો કાયદો યથાવત રાખવાની માગ નવા ભાડા અધિનિયનને લઈને વકીલોની રોજગારી અને કેસની ન્યાયિક પ્રક્રિયા પર અસરને લઈને વકીલો વિરોધ કરી રહ્યા છે. વકીલો અને એસોસિએશન જૂનો કાયદો હતો તે જ યથાવત રાખવાની માગ કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    No FIR yet against ACP accused of sexually harassing a female journalist
    Next Article
    GUjarat Weather Update | રાજ્યના 9 શહેરમાં 35 ડિગ્રીથી વધુ તાપમાન | Gujarati Samachar | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment