Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરસ્વતી પાટણ,હારિજ,ચાણસ્માના ગામોમાં ઉભા છોડ સુકાવા લાગ્યા:સરસ્વતી પાટણ,હારિજ,ચાણસ્માના ગામોમાં ઉભા છોડ સુકાવા લાગ્યા, ઝીંડવા બગડવા લાગ્યા

    7 hours ago

    પાટણ જિલ્લાના સરસ્વતી, પાટણ અને ચાણસ્મા હારિજ સહિતના વિસ્તારોમાં પાછોતરા વરસાદ બાદ બીટી કપાસમાં સુકારાની અસરથી ખેડૂતોની ચિંતા વધી છે. વાગડોદ વિભાગનાં અનેક ગામોમાં ઉભા છોડ સુકાવા લાગ્યા છે. ફૂલ-ઝીંડવા બગડતાં અને મોંઘી દવા છતાં રોગ કાબૂમાં ન આવતાં ચાલુ વર્ષે ઉત્પાદન 50 ટકા સુધી ઘટવાની ભીતિ છે.અંદાજે 20 હજાર હેકટરમાં વાવેતર થયું હોવાનો અંદાજ છે. વાગડોદ વિભાગના કોઈટા, કાંસા,રેચવી,ભૂતિયાવાસણા, વાગડોદ, વાયડ,ઘચેલી અને નાયતા સહિતનાં ગામોમાં ચાલુ વર્ષે બીટી કપાસનું પુષ્કળ વાવેતર થયું છે. શરૂઆતમાં પાક સારો રહેવાની આશા હતી,પરંતુ પાછોતરા વરસાદ બાદ પહેલા મસી અને હવે સુકારાની અસરથી ખેડૂતોની ચિંતા વધી છે. કેટલાક ખેતરોમાં પાંદડાં ખરી પડતાં ઉભા છોડ સુકાવા લાગ્યા છે, જ્યારે ફૂલ અને ઝીંડવા પણ બગડી રહ્યા છે. ચંદ્રુમાણાના ખેડૂત કનુભાઈ પટેલના જણાવ્યા મુજબ, વરસાદનું પાણી ઝીંડવામાં જતાં તે કાળી પડી તિરાડવાળી બની છે અને રૂની ગુણવત્તા પણ ઘટી છે. પરિણામે ઉત્પાદન સાથે બજારભાવની ચિંતા પણ ઊભી થઈ છે. કપાસ વીણવાની મજૂરી પ્રતિ મણ રૂ.300 સુધી પહોંચતાં ઓછા ઉત્પાદન વચ્ચે ખર્ચનો બોજ વધ્યો છે. લીલોછમ દેખાતો કપાસ સુકાઈ રહ્યો છે. કપાસનું ઉત્પાદન 50 ટકા ઘટી જશે સરસ્વતી ના રેચવી ગામના ખેડૂત જીતેન્દ્રભાઈ રબારીએ 5 વિઘામાં બીટી કપાસનું વાવેતર કર્યું છે. તેમના જણાવ્યા મુજબ, ગત વર્ષે વિઘા દીઠ આશરે 30 મણ ઉતારો મળ્યો હતો. હાલ સુકારાથી ઉભા છોડ સુકાવા લાગ્યા છે. ચાલુ વર્ષે ઉત્પાદન 50 ટકા સુધી ઘટીને 15થી 20 મણ કે તેથી ઓછું રહેવાની શક્યતા છે. કપાસમાં સુકારો અટકાવવા શું કરવું? પાટણના કૃષિ નિષ્ણાત જીવરાજ પરમારે જણાવ્યું હતું કે, વરસાદ બાદ ભેજ વધવાથી કપાસમાં પેરા વિલ્ટ (સુકારો) આવી શકે છે. જમીન સુકાઈ ગયા બાદ યુરિયા આપી પિયત ન કરવાની ભૂલ ટાળવી જોઈએ. સુકારાની અસર દેખાય તો કાર્બેન્ડાઝિમ+મેન્કો ઝેબ અથવા કોપર ઓક્સીક્લોરાઇડનો ઉપયોગ કરી શકાય. 15 લીટર પાણીમાં 20થી 25 ગ્રામ દવા ભેળવી નોઝલથી છોડના મૂળમાં ડ્રેન્ચિંગ કરવું. સમયસર નિયંત્રણ ન થાય તો છોડ સુકાઈ પ્લાન્ટ પોપ્યુલેશન ઘટતાં ઉત્પાદન અને આવક બંનેને ફટકો પડી શકે છે.
    Click here to Read More
    Previous Article
    18-19 વર્ષના યુવા મતદારો સહિત નોંધણીથી બાકી નાગરિકો માટે તક‎:જિલ્લામાં મતદાર યાદી સુધારણા માટે ખાસ ઝુંબેશ, 4 રવિવારે BLO બૂથે હાજર રહેશે
    Next Article
    'उंगली कटी..' Delhi Police पर झूठे आरोप? Jantar-Mantar Protest | Neha Bora

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment