Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ત્રણ કલાકમાં જ અમદાવાદથી સીધી શ્રીલંકા:હિંદ મહાસાગરનું ઝળહળતું રત્ન ને કલ્ચર, સિનેમા ને ક્રિકેટનો સમન્વય એટલે શ્રીલંકા

    1 week ago

    શ્રીલંકાને હિંદ મહાસાગરનું રત્ન કહેવામાં આવે છે. આમ પણ ભારત ને શ્રીલંકા વચ્ચે ત્રણ Cની સમાનતા જોવા મળે છે, જેમાં કલ્ચર, ક્રિકેટ ને સિનેમા. શ્રીલંકાની ચારેયબાજુ દરિયો છે. શ્રીલંકામાં દરિયાની સાથે સાથે પર્વતોની પણ મજા માણી શકાય છે. એ વાત પણ એટલી જ સાચી છે કે શ્રીલંકામાં માત્ર દરિયો નથી, પરંતુ ધાર્મિક સ્થળો, ઐતિહાસિક વારસો, વન્યજીવન પણ છે. શ્રીલંકાની મુખ્ય ભાષાઓમાં સિંહલા, તમિળ ને અંગ્રેજી છે. આ ત્રણ ભાષાના બેનર રસ્તાઓ પર અચૂકથી જોવા મળે છે. ત્યાંના લોકોને હિંદી થોડું થોડું આવડે છે. કમ્યુનિકેશનમાં શ્રીલંકન્સ સહજતાથી અંગ્રેજીમાં વાતચીત કરી લેતા હોય છે, પછી સ્ટ્રીટ શોપિંગ હોય કે મોલ કે હોટલ. હવે અમદાવાથી શ્રીલંકા જવું ઘણું જ સરળ થઈ ગયું છે. માત્ર ત્રણ કલાકમાં ફિટ્સએરની ફ્લાઇટ કોલંબો એરપોર્ટ પર લેન્ડ કરશે. આ ઉપરાંત શ્રીલંકાના અનુભવને સારી રીતે માણવા માટે વૉકર્સ ટૂર્સની ભૂમિકા પણ ઘણી જ મહત્ત્વની રહે છે. સાઇટસિંઇંગ કે પછી લોકલ એક્સપિયરન્સની સારી વ્યવસ્થા હોવાથી હવે શું કરીશું કે હવે ક્યાં જઈશું કે જમવામાં મજા ના આવી એવા સવાલો એક પણ વાર મનમાં આવતી નથી. દરિયો, પર્વત ને નદીની મજા શ્રીલંકાનું કેન્ડી શહેર હિલ સ્ટેશન છે. કેન્ડીમાં હિલ ઉપર આવેલી કેન્ડી મિસ્ટ બાય સિનેમન હોટલ અદ્દભૂત છે. ત્યાંથી આખા શહેરનો નજારો જોવા મળે છે. પર્વતમાં વસેલું આ શહેર અલગ જ અનુભૂતિ કરાવે છે. શ્રીલંકામાં કેન્ડી જતાં હોઈએ ત્યારે રસ્તામાં આવતું પિનાવાલા હાથી અનાથાલય પણ જોવાલાયક સ્થળ છે. ત્યાં બીમાર કે તરછોડાયેલા હાથીઓની સેવા કરવામાં આવે છે. શ્રીલંકામાં પુષ્કળ મસાલાના બગીચા છે. ત્યાં તમને એકદમ તજ, નારિયેળ સહિતની ઓરિજિનલ વસ્તુઓ મળી શકે છે. આ ઉપરાંત શ્રીલંકન ચા ને કૉફી વર્લ્ડફેમસ છે. શ્રીલંકામાં બૌદ્ધ ધર્મ મુખ્ય ધર્મમાંથી એક છે. આ જ કારણે શ્રીલંકામાં દર થોડા અંતરે બૌદ્ધ ભગવાનની મૂર્તિ જોવા મળે છે. વિશ્વ પ્રસિદ્ધ બૌદ્ધ ભગવાનનું મંદિર કેન્ડીમાં બૌદ્ધ ભગવાનનું ધ ટેમ્પલ ઓફ ધ સેક્રેડ ટૂથ રેલિક જગવિખ્યાત છે. આ મંદિરમાં દેશ-વિદેશના બૌદ્ધ લોકો મુલાકાત લેતા હોય છે. આ મંદિર યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ સામેલ છે. કેન્ડીમાં 1807માં રાજા વિક્રમ રાજસિંઘે મોટું તળાવ કિરી મુહુદા બનાવ્યું છે. કિરી મુહુદાનો અર્થ દૂધનો સાગર એવો કંઈક થાય છે. આ તળાવના આર્કિટેક્ટ દેવેન્દ્ર મૂલાચાર્ય હતા. શ્રીલંકામાં રત્નોની ખાણ શ્રીલંકામાં અમૂલ્ય રત્નોની ખાણો આવેલી છે. આ જ કારણે શ્રીલંકામાં રત્નોની દુકાન પણ ઘણી જ જોવા મળે છે. શ્રીલંકામાં જેમ્સ એન્ડ સ્ટોન મ્યૂઝિયમ પણ આવેલું છે, જ્યાં દેશમાં મળતા કિંમતી રત્નોની માહિતી આપવામાં આવે છે. કેન્ડીમાં રોજ સાંજે કલ્ચરલ શો યોજાયા છે, જેમાં શ્રીલંકન સાંસ્કૃતિક નૃત્યુ જોવા મળે છે. આ શોનું સૌથી મોટું એટ્રેક્શન એ છે કે શોના અંતે આર્ટિસ્ટ્સ આગમાં ખુલ્લા પગે ચાલે છે. શ્રીલંકાના નિરાળા બીચ આ તો થઈ શ્રીલંકાના હિલ સ્ટેશનની વાત પણ શ્રીલંકાના બીચ તો નિરાળા છે. કેન્ડીથી બેન્ટોટાની સફર લાજવાબ છે. બેન્ટોટામાં નદી ને હિંદ મહાસાગર બંને જોવા મળે છે. એમાંય સિનેમન હોટલની સિનેમન બેન્ટોટા બીચ લાજવાબ છે. 11 એકરમાં ફેલાયેલી આ હોટલમાં એક બાજુ બેન્ટારા નદી ને બીજુ બાજુ હિંદ મહાસાગર જોવા મળે છે. શ્રીલંકાના જાણીતા જ્યોફ્રી બાવાએ 1967માં આ રિસોર્ટને ડિઝાઇન કર્યો છે. 159 રૂમ્સ ધરાવતી આ હોટલમાં ઇન્ડિયન સહિત દેશ-દુનિયાનું ટેસ્ટી ફૂડ મળે છે. બેન્ટોટામાં માડુ રિવર સફારી, વોટર સ્પોર્ટ્સ ગેમ્સની મજા માણી શકાય છે. સિનેમન બેન્ટોટા બીચ રિસોર્ટમાં તો માત્ર બે મિનિટ ચાલીએ ત્યાં હિંદ મહાસાગર આવી જાય છે. ત્યાં શાંતિથી દરિયાના પાણીના મોજાને જોવા એક અવિસ્મરણીય અનુભવ બની રહે છે. બીચ હોવાને કારણે બેન્ટોટામાં કાચબા સંરક્ષણ કેન્દ્રો પણ આવેલા છે, જ્યાં બીમાર કે અંધ કાચબાઓનું ધ્યાન રાખવામાં આવે છે. ગાલે ફોર્ટ ને ગાલે સ્ટેડિયમ શ્રીલંકાના ગાલે ફોર્ટ ને ગાલે સ્ટેડિયમની વાત રહી જાય તો તે કેમનું ચાલે! ગાલે ફોર્ટ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામેલો છે. ગાલે ફોર્ટની એક બાજુ હિંદ મહાસાગર જોવા મળે છે. ફોર્ટ પણ શ્રીલંકાના જૂના સ્થાપત્યની વાત કરે છે. ગાલે ફોર્ટમાં આવેલી પેડલર સ્ટ્રીટ તમને ઓલ્ડ સિટીની વાઇબ્સ આપે છે. આ ગલી યુરોપના કોઈ જૂના શહેરમાં આવી ગયા હોઈએ તેવો અહેસાસ કરાવે છે. ગાલે સ્ટેડિયમમાં જ મુરલીધરને પોતાની 800મી વિકેટ લીધી હતી. શ્રીલંકાની રાજધાની એટલે કે કોલંબોમાં ઊંચી ઊંચી ઇમારતો જોવા મળે છે. કોલંબામાં ભગવાન બુદ્ધનું ગંગારામાય મંદિર છે. આ મંદિરના ગર્ભગૃહમાં ભગવાન બુદ્ધની 18 ફૂટ જેટલી મોટી પ્રતિમા છે. આ મંદિરમાં ભગવાન બુદ્ધ અલગ- અલગ મુદ્રામાં જોવા મળે છે. આ જ મંદિરમાં શ્રીલંકાની સૌથી નાની બુદ્ધ મૂર્તિ પણ છે. સોનાની આ મૂર્તિ માત્ર 2 મિલીમીટરની છે. આ મૂર્તિને જોવા માટે બિલોરી કાચનો ઉપયોગ કરવો પડે છે. આ મંદિરની અંદર જ ગણપતિ તથા મહાકાળી માતાનું મંદિર પણ આવેલું છે. કોલંબોની વચોવચ બેઇરા તળાવ 1521માં પોર્ટુગીઝ ને પછી ડચ શાસકોએ આ તળાવ બનાવ્યું હતું. આ તળાવ તે સમયે 410 એકરમાં ફેલાયેલું હતું. સમય જતાં કોલંબો શહેરનો વિકાસ થતાં હવે આ તળાવ 160 એકરમાં છે. કોલંબોના દરિયાકિનારાને ગાલે ફેસ ગ્રીન કહેવામાં આવે છે. કોલંબોમાં વિશાળ દરિયા કિનારોછે. ત્યાં રોજ સાંજે જાણે મેળો જામ્ય હોય તેવો માહોલ જોવા મળે છે. દરિયાકિનારાની એકબાજુ અડધો કિમી જેટલો લાંબો વૉક વે બનાવવામાં આવ્યો છે. જ્યાં પ્રવાસીઓ ચાલતા ચાલતા દરિયાની મજા લઈ શકે છે. રોજ સાંજે આ દરિયાકિનારે સ્ટ્રીટફૂડની લારીઓ ઊભી રહેતી હોય છે, જ્યાં ઓરિજિનલ શ્રીલંકન ફૂડની મજા માણી શકાય છે. આટલું જ નહીં, ત્યાં આકાશ રંગબેરંગી પતંગોથી ભરેલું જોવા મળે છે. ત્યાં આવીને પ્રવાસીઓ અચૂકથી પતંગ ચગાવે છે. વાચકોને કદાચ નવાઈ લાગશે, પરંતુ શ્રીલંકાના કોલંબોમાં દર વર્ષે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ યોજાય છે અને ત્યાં દુનિયાભરના પતંગબાજો આવતા હોય છે. શ્રીલંકાનું લોટ્સ ટાવર પણ કમાલનું છે કોલંબોમાં 351.5 મીટર જેટલું ઊંચું લોટ્સ ટાવર બનાવવામાં આવ્યું છે. આ ટાવર બોઇરા તળાવની નજીકમાં છે. આ ટાવરના ટોપ ફ્લોર પરથી કોલંબો શહેરનો આખો નજારો જોવા મળે છે. આ ટાવરમાં આપણી પતંગ હોટલ જેવી જ રિવોલ્વિંગ રેસ્ટોરાં આવેલી છે. કોલંબોની સિનેમન લાઇફ ગજબની હોટલ કોલંબોમાં આવેલી સિનેમન લાઇફ હોટલ 2014માં બનાવાની શરૂ થઈ હતી ને 10 વર્ષ બાદ 15 ઓક્ટોબર, 2024એ આ હોટલ પ્રવાસીઓ માટે ખુલ્લી મૂકવામાં આવી છે. આખી હોટલ બની જતાં ઓગસ્ટ, 2025માં સિટી ઑફ ડ્રિમ્સ શ્રીલંકા તરીકે લૉન્ચ કરવામાં આવી હતી. 10 એકરમાં ફેલાયેલી આ હોટલને બ્રિટિશ-શ્રીલંકન આર્કિટેક્ટ સેસિલ બાલમોન્ડે બનાવી છે. 30 માળની આ હોટલ કોલંબોમાં ગાલે ફેસની નજીક આવી છે, જ્યાંથી દરિયો ને તળાવ બંનેનો વ્યૂ મળે છે. 800થી પણ વધુ રૂમ્સ ધરાવતી આ હોટલમાં સાત ઇન્ટરનેશનલ રેસ્ટોરાં છે, ઇન્ટરનેશનલ લેવલનો કેસિનો છે. આ જ હોટલમાં લાઇવ ઇવેન્ટ્સ ને શોપ્સ તથા મોલ છે. આ હોટલમાં ઑફિસો પણ આવેલી છે. આ હોટલના નવમા માળે ક્વીઝીન ઓલ ડે ડાઇનિંગ રેસ્ટારાં છે, જેનું લંચ ને ડિનર બુફે ફેમસ છે. લંચ કે ડિનર માટે એડવાન્સમાં બુકિંગ જરૂરી છે. બુફેમાં વિશ્વભરની વાનગીઓના અલગ-અલગ કાઉન્ટર હોય છે, જ્યાં પાપડી ચાટ-પાણીપુરીથી લઈને ઇટાલિયન, જાપાનીઝ, ચાઇનીઝ, શ્રીલંકન ફૂડ મળતું હોય છે. આ બુફેનું સૌથી મોટું આકર્ષણ ડેઝર્ટ છે, જ્યાં ચીઝકેક, તિરામસુ, અલગ-અલગ ફ્લેવરના આઇસક્રીમ્સ, બ્રાઉની, ક્રેમ, બ્રુલે સામેલ છે. શ્રીલંકામાં ભાગ્યે જ જમવાની અગવડ પડતી હોય છે, ત્યાં શાકાહારી ફૂડ્સ પણ મળી રહે છે. આટલું જ નહીં, શ્રીલંકાના અલગ-અલગ શહેરોમાં ઇન્ડિયન રેસ્ટોરાં આવેલી છે, જ્યાં પંજાબી ફૂડ મળતું હોય છે. આ ઉપરાંત સાઉથ ઇન્ડિયન ફૂડ પણ હોય છે. ટૂંકમાં એટલું જ શ્રીલંકામાં ધાર્મિક-સાંસ્કૃતિક વારસો, દરિયાકિનારો, ઐતિહાસિક સ્થળો ને કોલંબોમાં મોર્ડન લાઇફ સ્ટાઇલ તમામનો લહાવો મળી શકે છે.
    Click here to Read More
    Previous Article
    પૂરઝડપે દોડતી કાર પર લટકીને PIએ લૂંટારુને દબોચ્યો:નડિયાદ રેલવે સ્ટેશન પર રૂ. 3.70 કરોડના સોનાના દાગીનાની લૂંટ, વિરમગામ નજીક પોલીસનું દિલધડક ઓપરેશન
    Next Article
    Gandhinagar Election Update|ગાંધીનગર મનપા ચૂંટણી પહેલા ભાજપ પ્રભારી તરુણ ચૂગ ગુજરાત પ્રવાસે | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment