Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપા કર્મચારીએ તળાવમાં ઝંપલાવી આત્મહત્યા કરી:જામનગરના લહેર તળાવમાંથી મળ્યો મૃતદેહ, જન્મ-મરણ વિભાગમાં કરતા હતા નોકરી

    1 day ago

    જામનગરમાં ગોરધનપરના પાટિયા નજીક આવેલા લહેર તળાવમાંથી ગઈકાલે એક પુરુષનો મૃતદેહ મળતા ચર્ચા જાગી હતી. ૧૧૨ ઇમરજન્સી નંબર દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરાઈ. ફાયર ટીમે ઘણી મહેનત બાદ તળાવમાંથી મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપ્યો. પોલીસે મૃતદેહનો કબજો લીધો અને પ્રાથમિક તપાસ બાદ પોસ્ટમોર્ટમ માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ લઈ જવાયો. ઓળખ કરતા મૃતક જામનગર મહાનગરપાલિકાના જન્મ-મરણ નોંધણી શાખામાં ફરજ બજાવતા હસમુખભાઈ રતિલાલ પુરબીયા હોવાનું જાણવા મળ્યું. મળતી માહિતી મુજબ, હસમુખભાઈ ઘરે કોઈને કહ્યા વગર નીકળી ગયા હતા અને કોઈ કારણસર લહેર તળાવમાં ઝંપલાવી આત્મહત્યા કરી. આ ઘટનાથી પરિવારજનો અને સાથી કર્મચારીઓમાં શોક છવાઈ ગયો છે. પોલીસે અકસ્માતે મોતનો કેસ દાખલ કરી આત્મહત્યા પાછળનું કારણ જાણવા વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    Apple Watch Series 12 Review: Familiar Looks, Tracks Like a Beast
    Next Article
    નવસારીમાં લુન્સીકુઈ ચોપાટીના લારીધારકોને 45 નવી લારી મળી:યુનિફોર્મ સ્ટ્રીટ ફૂડ વેન્ડર ઝુંબેશ હેઠળ કુલ 70 વેપારીને લાભ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment