Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ એરપોર્ટ પર ટેક્સી ચાલકોની દાદાગીરી:સિક્યુરિટી ઓફિસરે ટ્રીપ ન હોવા છતાં ગાડી રોકતા ડ્રાઇવરે ધમકી આપી, એક્ટિવામાં આવી બે શખસે માર મારતા ફરિયાદ

    1 day ago

    અમદાવાદ એરપોર્ટ ઉપર ટેક્સી ચાલકોની દાદાગીરી દિન પ્રતિદિન વધી રહી છે. એરપોર્ટમાં ટર્મિનલ એક પર અરાઈવલ એન્ટ્રી ટ્રીપ ચેકપોસ્ટ ખાતે ફરજ બજાવતા સિક્યુરિટી ઓફિસર સાથે ટેક્સી ડ્રાઇવરે માથાકૂટ કરી હતી. ત્યારબાદ બોલાચાલી કરી હું તને જોઈ લઈશ એમ કહી ધમકી આપી હતી. સિક્યુરિટી ઓફિસર નોકરી પૂરી કરી સવારે ઘરે જતો હતો ત્યારે એકટીવા પર આવેલા બે લોકોએ સિક્યુરિટી ઓફિસરને ચાલુ વાહને ડંડો માર્યો હતો અને ત્યારબાદ તેને માર મારી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે સિક્યુરિટી ઓફિસરે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ટેક્સી ડ્રાઇવરો અને માર મારનાર બે શખસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આકાશ રબારી નામના કાર ચાલકે બોલાચાલી કરી નિકોલ વિસ્તારમાં માધવસિંહનગર સોસાયટીમાં સુનિલ પટણી તેના પરિવાર સાથે રહે છે અને અમદાવાદ એરપોર્ટમાં GDX સિક્યુરિટીમાં સિક્યુરિટી ઓફિસર તરીકે ફરજ બજાવે છે. 2 ઓક્ટોબરના રોજ રાત્રે એરપોર્ટ ટર્મિનલ એક ખાતે અરાઈવલ એન્ટ્રી ટ્રીપ ચેકપોસ્ટ પર નોકરીએ હાજર હતો ત્યારે આકાશ રબારી નામનો યુવક ગાડી લઈને આવ્યો હતો. ગાડીમાં ટ્રીપ તપાસતા ટ્રીપ ન હતી નહીં. જેથી સુનિલે તેને ગાડી પાછી લેવા કહ્યું હતું, છતાં તે માન્યો નહીં. અન્ય સિક્યુરિટી ગાર્ડે પણ સમજાવ્યા છતાં પણ માન્યો ન હતો. ત્યારબાદ તારાથી જે થાય એ કરી લેજે એમ કહી ગાડી અંદર લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. સવારે જોઈ લઈશ તેવી ધમકી આપી હતી આકાશ રબારીને રોક્યો હતો ત્યારે તેણે કહ્યું હતું કે, અત્યારે મારી ગાડી રોકે તો હું તને સવારે જોઈ લઈશ એમ કહી ધમકી આપી હતી. આકાશ રબારીનું ઉપરાણું લઈ રાજુ રબારી, મૌલિક રબારી અને મયંક રબારી ગાડી લઈને આવ્યા હતા અને ઝઘડો કરવા લાગ્યા હતા. અત્યારે અમને અંદર જવા દે નહીં તો તને અમે બધા જોઈ લઈશું એવી ધમકી આપી હતી. વધારે ઝઘડો ન થાય તેના માટે 112 નંબર પર ફોન કરતા પોલીસ આવી હતી અને તમામ ટેક્સી ડ્રાઈવરો ત્યાંથી જતા રહ્યા હતા. આ બાબતે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી પણ આપવામાં આવી હતી. એક્ટિવામાં આવી બે શખ્સે માર માર્યો ત્રણ ઓક્ટોબરના રોજ સવારે છ વાગ્યે નોકરી પૂરી કરી અને ટુ-વ્હીલર લઈને ઘરે જતો હતો ત્યારે નોબલ નગર ટર્નિંગ પાસે પાછળથી સન્ની સોલંકી અને વિશાલ ભરવાડ નામના બે શખસ એક્ટિવા લઈને આવ્યા હતા અને હાથમાં રહેલો લાકડાનો ડંડો મારી દીધો હતો જેથી સુનિલ નીચે પડી ગયો હતો અને ત્યારબાદ બંને જણા આજે તને જાનથી મારી નાખવાનો છે એમ કહી ધમકી આપી માર મારવા લાગ્યા હતા અને ગાળા ગાળી કરી હતી. દરમિયાનમાં ત્યાંથી સુનિલની સાથે નોકરી કરતા બે લોકો પસાર થતા હતા તેમણે તેને મારમાંથી છોડાવ્યો હતો અને પોલીસને જાણ કરી હતી. જેથી બંને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જ્યારે 108 મારફતે સારવાર માટે સુનિલને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જે બાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં સુનિલે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    दिल्ली में हजरत निजामुद्दीन, बनारस, मुंबई तक... रेलवे ने की 162 स्पेशल ट्रेनों की घोषणा, दिवाली-छठ पूजा पर मिलेगा कन्फर्म टिकट
    Next Article
    Box Office: Jason Sanjay's Directorial Debut Sigma Collects Rs 3.85 Crore

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment