Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ઓમાની પાઇલટે કેપ્ટન સ્મિતને કુહાડી મારી હતી; ભારતે કહ્યું- હસીનાને આશ્રય આપવો મજબૂરી હતી; શંકરસિંહના નિવેદનથી વિવાદ છતાં કહ્યું- 'માફીનો સવાલ જ નથી'

    11 hours ago

    નમસ્તે, કાલના મોટા સમાચાર ફ્લાયદુબઈના પાઇલટ સાથે જોડાયેલા છે. કેપ્ટન સ્મિત પર કુહાડીથી હુમલો કરવામાં આવ્યો હતો. બીજા સમાચાર શેખ હસીનાને ભારતમાં આશ્રય આપવાના કારણ સાથે જોડાયેલા છે. અમે તમને એ પણ જણાવીશું કે એશિયાડમાં ભારતે કેટલા મેડલ જીત્યા છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. એશિયન ગેમ્સ 2026 સમાપ્ત થશે. જાપાનના નાગોયામાં સમાપન સમારોહ યોજાશે. 📰 કાલના મોટા સમાચારો 1. ઓમાની પાઇલોટે કેપ્ટન સ્મિત પર કુહાડીથી હુમલો કર્યો:ઇમરજન્સી માટે રાખવામાં આવતી હતી, અમેરિકામાં 1955થી પ્લેનમાં કુહાડી રાખવાનો નિયમ ઇઝરાયલ જઈ રહેલા ફ્લાયદુબઈ વિમાનમાં ઓમાની પાયલોટે ભારતીય પાયલટ સ્મિત મચ્છર પર કુહાડીથી હુમલો કર્યો હતો. UAE સરકારે શનિવારે આ માહિતી આપી હતી. વિમાનમાં સામાન્ય રીતે કટોકટીની સ્થિતિ માટે એક કુહાડી રાખવામાં આવે છે. વિમાનમાં હાજર મુસાફરોની પ્રાથમિક માહિતીમાં છરી વડે હુમલો કરવામાં આવ્યો હોવાનું જણાવાયું હતું. UAEના એટર્ની જનરલે કહ્યું કે ઘટનાની સંપૂર્ણ પરિસ્થિતિઓ અને હુમલા પાછળના હેતુની જાણકારી મેળવવા માટે તપાસ ચાલુ છે. વિમાનમાં રાખવામાં આવતી આ ખાસ કુહાડીને ‘ક્રેશ એક્સ’ કહેવામાં આવે છે. તેને કટોકટીમાં ઉપયોગ માટે રાખવામાં આવે છે. અમેરિકામાં 1955થી વિમાનોમાં તેને રાખવાનો નિયમ લાગુ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. હોર્મુઝમાં જહાજ પર મિસાઇલ હુમલો:ઓઇલ ટેન્કર પર હુમલા વચ્ચે 5 ભારતીયોનો આબાદ બચાવ; 8 મહિના પહેલાં 11 ભારતીય નાવિકોના મોત બાદ મોટી હોનારત ટળી હોર્મુઝ જળસંધિમાં શુક્રવારે એક જહાજ પર મિસાઇલ હુમલો થયો હતો. આ જહાજમાં 5 ભારતીયો સવાર હતા. ઓમાન સ્થિત ભારતીય દૂતાવાસે શનિવારે જણાવ્યું કે પાંચેય ભારતીય નાવિકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. આ નાવિકો કુવૈતના ધ્વજવાળા ટેન્કર એમટી કાજિમાહ III પર સવાર હતા. આ જહાજ ક્રુડ ઓઇલથી ભરેલું હતું અને આફ્રિકા તરફ જઈ રહ્યું હતું. જોકે, આ હુમલો કોણે કર્યો તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. ફેબ્રુઆરીથી અત્યાર સુધી હોર્મુઝમાં થયેલા હુમલાઓમાં 100થી વધુ ભારતીય નાવિકો પ્રભાવિત થઈ ચૂક્યા છે. જ્યારે, આ હુમલાઓમાં 11 ભારતીય નાવિકોના મોત થયા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. 43મા માળેથી કૂદીને યુવકની આત્મહત્યા:જમીન પર પટકાતા જ શરીરના ટુકડા 40 ફૂટ દૂર પડ્યા, પોલીસે કોથળામાં મૃતદેહ ભરવો પડ્યો નોઇડામાં એક યુવકે શનિવારે યુપીની સૌથી ઊંચી ઇમારત પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી. તેણે 68 માળની ઇમારતના 43મા માળેથી છલાંગ લગાવી દીધી. જમીન પર પડતાં જ તેના શરીરના ટુકડા થઈ ગયા. આ ટુકડા 30-40 ફૂટ દૂર સુધી ફેલાઈ ગયા. ચારે તરફ લોહી જ લોહી ફેલાઈ ગયું. આ ઘટના સેક્ટર-94માં આવેલી સુપરનોવા સોસાયટીના એસ્પાયર ટાવરની છે. ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે. તેમાં સંભવ જૈન (29) રેલિંગ પર લટકતો દેખાઈ રહ્યો છે. આ પહેલાં તે આશરે 2-3 સેકન્ડ સુધી રેલિંગ પર ચાલ્યો હતો. તે દરમિયાન 4 યુવકોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ સંભવે હાથ છોડાવીને છલાંગ લગાવી દીધી. જમીન પર પડ્યા બાદ સ્થિતિ એવી હતી કે પોલીસ મૃતદેહને બોરીમાં ભરીને લઈ ગઈ. વાંચો સંપૂર્ણ સમાચાર 4. એશિયન ગેમ્સમાં પાકિસ્તાનને હરાવીને ભારતે ગોલ્ડ જીત્યો:ઈન્ડિયાએ ક્રિકેટમાં સતત બીજીવાર ગોલ્ડ મેળવ્યો; અભિષેક શર્મા અને તિલક વર્માની ફિફ્ટી ભારતે ફાઇનલ મેચમાં પાકિસ્તાનને 19 રનથી હરાવીને સતત બીજી વાર એશિયન ગેમ્સમાં મેન્સ ક્રિકેટનો ગોલ્ડ મેડલ જીતી લીધો છે. ટૉસ જીતીને પહેલા બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 211 રન બનાવ્યા. જવાબમાં પાકિસ્તાનની ટીમ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 192 રન જ બનાવી શકી. પાકિસ્તાન માટે હસન નવાઝે સૌથી વધુ 96 રન બનાવ્યા. સૈમ અયુબે 29 રનની ઇનિંગ્સ રમી. ભારત તરફથી અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદરે 2-2 વિકેટ લીધી. ભારતે T20 ઇન્ટરનેશનલમાં પાકિસ્તાન સામે પોતાનો સૌથી મોટો સ્કોર બનાવ્યો. અગાઉનો રેકોર્ડ 192/5નો હતો, જે ભારતે 2012માં અમદાવાદમાં બનાવ્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 5. ભારતીય હાઈ કમિશનરે કહ્યું- હસીનાને આશ્રય આપવો મજબૂરી હતી:તેમને બાંગ્લાદેશ મોકલવાની પ્રક્રિયા ચાલુ; તખ્તાપલટ બાદ 2 વર્ષથી ભારતમાં છે પૂર્વ પીએમ બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પ્રત્યર્પણને લઈને ભારતે કહ્યું કે તેમને આશ્રય આપવો ભારતની મજબૂરી હતી. આ વાત બાંગ્લાદેશમાં ભારતના હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીએ શનિવારે કહી હતી. ત્રિવેદી બે ઓફ બંગાળ કન્વર્સેશન 2026 કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ દરમિયાન એક વિદ્યાર્થીએ હસીનાના પ્રત્યર્પણ અંગે પણ સવાલ પૂછ્યો હતો. જવાબમાં ત્રિવેદીએ કહ્યું કે કાનૂની પ્રક્રિયા ચાલુ છે. હસીનાને બાંગ્લાદેશ ક્યારે મોકલવામાં આવશે, તેની સમયમર્યાદા જણાવી શકાય નહીં. સત્તા પરથી હટ્યા બાદ તેઓ 5 ઓગસ્ટ 2024ના રોજ ભારત આવ્યાં હતાં. છેલ્લા બે વર્ષથી હસીના ભારતમાં રહે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. 'પટેલ, વાણિયા, બ્રાહ્મણ મેલું ઉપાડે મહિને 50 હજાર આપીશ':શંકરસિંહના નિવેદનથી વિવાદ, પાટીદાર-બ્રહ્મ અને જૈન સમાજે માફીની માગ કરી; બાપુએ કહ્યું- 'માફીનો સવાલ જ નથી' 'અનામત કોઈ મહેરબાની કરીને નથી આપેલી, આખી જિંદગી ભોગવ્યું છે. હું બધાને કહું તમારે જો મેલું ઉપાડવાવાળી નોકરી કરવી હોય, તમે પટેલ-વાણિયા-બ્રાહ્મણ કોઈપણ હોય જે આના વિરોધી હોવ, તો મેલું ઉપાડવા માટે મહિને ₹50,000 પગાર હું તમને આપું, તમે આ લોકોનું મેલું ઉપાડો' આ શબ્દો છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના. કોંગ્રેસમાં જોડાવાની ચર્ચા વચ્ચે બાપુએ નર્મદામાં આપેલા આ નિવેદનથી ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. બ્રહ્મ સમાજના અગ્રણી અને ભાજપના નેતા યજ્ઞેશ દવે અને પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયાએ વિરોધ કર્યો અને બાપુ માફી માગે તેવી માગ કરી છે. યજ્ઞેશ દવેએ કહ્યું કે, મારે બાપુને એ કહેવાનું છે કે શંકરસિંહ બાપુ આવા શુભ કાર્યોની શરૂઆત તમે તમારા પોતાના જાતથી જ કરો. વાંચો સંપૂર્ણ સમાચાર 7. કારમાં CNG ભરતાં સમયે જ સિલિન્ડર બ્લાસ્ટ, CCTV:કારના ફુરચે-ફુરચા, અન્ય બે વાહનમાં પણ નુકસાન; કરજણ NH-48 પરના પંપનો બનાવ; જાણો ગેસ પુરાવતા શું ધ્યાન રાખવું નેશનલ હાઈવે 48 પર કરજણ નજીક આવેલી જિંદાલ કંપની સામેના પેટ્રોલ-સીએનજી પંપ પર એક કારમાં વિસ્ફોટ થવાની ઘટના સામે આવી છે. સીએનજી રિફિલિંગ દરમિયાન અચાનક પ્રચંડ ધડાકા સાથે કારની ગેસ ટેન્ક ફાટતાં પંપ પર હાજર લોકો અને કર્મચારીઓમાં ભારે અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી. ધડાકો એટલો શક્તિશાળી હતો કે કારના પતરાં અને કાચ દૂર સુધી ઊડીને પડ્યા હતા અને આસપાસ ઊભેલા અન્ય બે વાહનોમાં પણ નુકસાન પહોંચ્યું હતું. આ બ્લાસ્ટની ઘટનાના સીસીટીવી ફુૂટેજ પણ સામે આવ્યાં છે. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : રાહુલ ગાંધીએ ‘સત્યાગ્રહ’ પહેલ શરૂ કરી:કહ્યું- લોકો પોતાની સમસ્યાઓ મોકલે; મહાત્મા ગાંધીએ પણ આ જ રીત અપનાવી હતી, આજે પણ રેકોર્ડમાં 8,500+ પત્રો વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : અમેરિકામાં હિન્દુ મંદિર પર હુમલો, બારીઓ તૂટી:પૂજારી સહિત શ્રદ્ધાળુઓ અંદર હાજર હતા; 5 વર્ષમાં 15થી વધુ વખત મંદિરોને ટાર્ગેટ કરાયા વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : દીપકેની મમતા બેનર્જીનો આભાર માનતી પોસ્ટ બૅન:દીપકેએ કહ્યું-10 ઑક્ટોબર પહેલાં મારું X હેન્ડલ હટાવવામાં આવી શકે છે; તે જ દિવસે દિલ્હીમાં પ્રદર્શન વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : દુબઈ ક્રાઉન પ્રિન્સે જાંબાઝ સ્મિત મચ્છરનું માથું ચૂમ્યું:કહ્યું– ‘તમે દેશનું માન વધાર્યું’, જીવલેણ હુમલા બાદ કેવી છે ગુજરાતી પાઇલટની હેલ્થ? જાણો વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : પેટ્રોલ ₹5 અને ડીઝલ ₹3 મોંઘું થયું:અમદાવાદમાં પેટ્રોલ ₹106 અને ડીઝલ ₹101 પ્રતિ લિટર થયું, ક્રૂડ ઓઈલ મોંઘુ થવાથી નાયરાએ ભાવ વધાર્યા વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : એશિનન ગેમ્સમાં ભારત 21 ગોલ્ડ જીત્યું, બીજું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન:2023માં 28 જીત્યા હતા; આ વખતે કુલ 85 મેડલ, ટેલીમાં ચોથું સ્થાન વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : સુખ-સમૃદ્ધિનો કારક શુક્ર બદલશે ભાગ્યનો હિસાબ:42 દિવસ મેષ, કર્ક અને મકર સહિત આ 5 રાશિ પર થશે ધનનો વરસાદ, 3 રાશિએ રહેવું પડશે સાવધાન વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ 7 દિવસ સુધી સતત ડાન્સ કરતો રહ્યો શખ્સ નાઇજીરિયાના 33 વર્ષીય બેન્જામિન ડેનિયલે સતત 168 કલાક ડાન્સ કર્યો. 7 દિવસ બાદ પણ તેઓ રોકાયા નહીં અને વધુ 9 કલાક ડાન્સ કર્યો. તેમણે 2023માં ભારતની સૃષ્ટિ સુધિર જગતાપના 127 કલાકના રેકોર્ડને તોડવાનો દાવો કર્યો છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ભાસ્કર ઇન્વેસ્ટિગેશન : ગુજરાતના સાંસદોની ગ્રાન્ટ વાપરવાની ચોંકાવનારી બ્લુપ્રિન્ટ: ખાસ વસ્તુઓ પાછળ બેફામ રૂપિયા ફેંક્યા; દવાખાનાના મશીન, સ્ટ્રીટલાઇટ, RO પ્લાન્ટની 2થી 3 ગણા ભાવે ખરીદી 2. ગુજરાત એક્સપ્લેનર : ગુજરાતમાં દુષ્કાળ 'હાહાકાર' મચાવશે: હાથિયો ય ન વરસ્યો, ઉનાળો આકરો જવાનો; 14 જિલ્લામાં સ્થિતિ વિકરાળ બનશે 3. પારકી પંચાત : CMની સામે મોઢવાડિયાને ઘેન ચડ્યું: લાંબા-લાંબા બગાસા ખાધા; પાટીલે બધાની સામે જ કાર્યકરને શું ઈશારો કર્યો?, જુઓ VIDEO 4. આજનું એક્સપ્લેનર: કેપ્ટન સ્મિતે દરવાજો ખોલ્યો એ સૌથી મોટો ટર્નિંગ પોઇન્ટ કેમ?; શું એ બહારથી ખૂલી શકે નહીં? 'કોકપિટ ડોર'ની કહાની 5. નકલી કૉસ્મેટિક્સ તમારી સુંદરતાને ઝાંખી પાડી દેશે: ટૉક્સિક કેમિકલ્સવાળા ડુપ્લિકેટ પ્રોડક્ટ્સને આ 10 રીતે ઓળખો, જાણો રિએક્શન થાય તો શું કરવું ⏳ આજના દિવસનો ઈતિહાસ 🌦️ મોસમનો મિજાજ રવિવારનું રાશિફળ: મિથુન રાશિની મહિલાઓને ખાસ સફળતાના સંકેત, વૃશ્ચિક રાશિને જમીન-વાહન ખરીદીના ઉત્તમ યોગ (સંપૂર્ણ રાશિફળ વાંચો)
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાંથી વધુ એક નકલી પોલીસ ઝડપાયો:કોરાટ ચોક નજીક પોલીસ યુનિફોર્મ પહેરી રોફ જમાવતો હતો, શાપર પોલીસે પકડી પાડી રૂ.40,000નો મુદામાલ કબ્જે કર્યો
    Next Article
    Jr NTR, Prashanth Neel's Dragon To Release On This Date

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment