Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દરિયાપુરમાં ગર્ભવતી પરિણીતાને ઉપવાસ કરાવી સાસરિયાઓએ ત્રાસ આપ્યો:પિતાનું મકાન પતિના નામે કરવા દબાણ કર્યું, ના પાડતા ઈસ્ત્રીના દામ આપ્યા

    23 hours ago

    અમદાવાદના દરિયાપુરમાં રહેતી પરિણીતાને લગ્નના થોડા જ મહિનામાં સાસરિયાઓએ મકાન અને વસ્તુઓની માંગણી કરતા પરિણીતાએ મનાઇ કરી હતી. જેથી સાસરિયાઓએ તેને ઇસ્ત્રીના ડામ આપી ત્રાસ ગુજાર્યો હતો. આટલું જ નહિ પરિણીતાની ગર્ભવતી ત્યારે પાંચ દિવસના રોઝા કરાવડાવ્યા હતા. તેમજ પતિએ ઝઘડા કરીને સારવારનો ખર્ચ ન ઉપાડીને માર મારીને તેને એકલી મૂકીને જતો રહ્યો હતો. આ અંગે મહિલાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઉશ્કેરાયેલા સાસરિયાઓએ ગરમ ઇસ્ત્રીના ડામ આપ્યા દરિયાપુરમાં રહેતી 19 વર્ષીય યુવતીએ એક વર્ષ પહેલા જુહાપુરાના યુવક સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ પરિણીતા કોઇ વસ્તુ માંગે તો સાસરિયાઓ તેને પિયરમાંથી લઇ આવવાનું કહીને ત્રાસ ગુજારતા હતા. જેથી પરિણીતાએ લગ્ન બાદ આ હક પતિ સહિતના લોકોનો હોવાથી તેના પિતા કંઇ નહિ આપે તેમ કહેતા ઉશ્કેરાયેલા સાસરિયાઓએ તેને ગરમ ઇસ્ત્રીના ડામ આપ્યા હતા. પિતાનું મકાન પતિના નામે કરવા દબાણ કર્યું જ્યારે પરિણીતા ગર્ભવતી હતી ત્યારે તેણે રમજાન માસમાં રોજો રાખવાની મનાઇ કરી હતી. ત્યારે પણ સાસરિયાઓએ દબાણ કરીને તેને પાંચ દિવસના ઉપવાસ કરાવ્યા હતા. નણંદોએ તારા લીધે ઝઘડા થાય છે તેમ કહીને પરિણીતાને પિતા પાસેથી મકાન અને જરૂરી વસ્તુઓ લાવવા દબાણ કર્યુ હતું. જેથી દીકરીનું ઘર ટકાવી રાખવા પરિણીતાના પિતાએ તેમનું અન્ય મકાન રહેવા આપ્યુ હતું. પતિએ પત્નીની ગર્ભવતી હતી ત્યારે સારવાર અને ઘરખર્ચ ન કરીને તે બાબતે બોલાચાલી કરીને પરિણીતાને એકલી મૂકીને જતો રહ્યો હતો. કંટાળીને પરિણીતાએ આ મામલે મહિલા ઇસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે બ્રહ્મ, પટેલ, વણિક સમાજનો વિરોધ:જાતિ અંગેના વિવાદિત નિવેદનથી રાજ્યભરમાં પ્રત્યાઘાત, બ્રહ્મ સમાજના પ્રદેશ પ્રમુખ શૈલેષ ઠાકરે આંદોલનની ચેતવણી આપી
    Next Article
    Congress Falls Back On A Fullback: Where Pargat Singh Fits In The Punjab Poll Play

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment