Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરમાં ગરબાનો નફો દીકરીઓ-મહિલા કલ્યાણ માટે વપરાશે:આયોજક પોતાના તરફથી નફા જેટલી જ રકમ ઉમેરશે, બોલિવૂડ એક્ટ્રેસ સોનલ ચૌહાણ પણ આવશે

    1 day ago

    પોરબંદરમાં મેટ્રો શહેરોની જેમ 'મહાશક્તિ આદ્યા ગરબા' મહોત્સવનું આયોજન કરાયું છે. આ નવરાત્રિ મહોત્સવનો મુખ્ય હેતુ દીકરીઓ અને મહિલાઓના કલ્યાણ તથા સશક્તિકરણનો છે. આ ઇવેન્ટમાંથી થતો 100 ટકા નફો દીકરીઓના ઉચ્ચ શિક્ષણ, સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓ અને અનાથ દીકરીઓના લગ્ન ખર્ચમાં મદદ માટે વપરાશે. આયોજકો જેટલો ચોખ્ખો નફો થશે, તેટલી જ રકમ પોતાના તરફથી ઉમેરશે. સરકારી નિયમો મુજબ રાત્રે 12 વાગ્યે લાઉડસ્પીકર બંધ કરાશે. ત્યારબાદ ખેલૈયાઓ ઢોલ અને શરણાઈના તાલે પ્રાચીન ગરબા રમી શકશે. મહિલાઓની સુરક્ષા માટે શી-ટીમ અને બાઉન્સરો પણ હાજર રહેશે. આ સેવાકીય હેતુને ટેકો આપવા બોલીવુડ અભિનેત્રી સોનલ ચૌહાણ પણ પોરબંદર આવશે. આયોજકોએ લોકોને પરિવાર સાથે આ ગરબા મહોત્સવનો લાભ લેવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    93 ખેડૂતને રાજ્યકક્ષાનો ‘બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ’:પ્રાકૃતિક ખેતીથી વર્ષે 50 લાખની આવક, 30 પશુથી 30 લાખનું દૂધ ઉત્પાદન; 100 નવા કૃષિ વેચાણ કેન્દ્રો શરૂ
    Next Article
    Best Compact Smartphones to Buy During Amazon, Flipkart Sale

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment