Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દહેજની ફિલાટેક્સ કંપનીના વેરહાઉસમાં ભીષણ આગ લાગી:ધુમાડાના ગોટેગોટાથી ભયનો માહોલ, વિસ્તારમાં ભારે અફરાતફરી મચી, ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે

    9 hours ago

    ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા દહેજ ખાતે ફિલાટેક્સ કંપનીમાં ભયંકર આગ લાગવાની ઘટના સામે આવી છે. કંપનીના વેરહાઉસમાં કોઈ અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠતા સમગ્ર પરિસરમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વેરહાઉસમાંથી ધુમાડાના ગોટેગોટા દેખાયા વેરહાઉસમાં આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. દૂર-દૂર સુધી આગની વિરાટ જ્વાળાઓ અને કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા આકાશમાં જોવા મળ્યા હતા. ઘટનાને પગલે કંપનીમાં કામ કરતા કર્મચારીઓમાં દોડધામ મચી છે. ફાયર ફાઇટરોની ટીમ ઘટનાસ્થળે આગની ગંભીરતાને ધ્યાને રાખીને તુરંત જ ઘટનાસ્થળે ફાયર બ્રિગેડની ટીમો પહોંચી હતી. ફાયરની ટીમો દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આગનું કારણ અબંધિત હજુ સુધી વેરહાઉસમાં આગ કયા કારણોસર લાગી તેનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. આ ઉપરાંત, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ અંગે પણ કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
    Click here to Read More
    Previous Article
    સાઉથ આફ્રિકાના પ્લેયરે T-20માં ગેલનો રેકોર્ડ તોડ્યો:પ્રિટોરિયસે 188 રન બનાવ્યા, 79 બોલમાં 15 ચોગ્ગા અને 13 છગ્ગા ફટકાર્યા
    Next Article
    RPF જવાને મુસાફરનો જીવ બચાવ્યો:CCTV: જામનગર રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચડવા જતા વૃધ્ધ ફસાતા બહાર કાઢવામાં આવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment