Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં બ્રહ્માકુમારી સંસ્થાએ કલાકારોનું સન્માન કર્યું:વૈશ્વિક સંસ્કૃતિ પ્રેમ શાંતિ સદભાવના પ્રોજેક્ટ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો

    15 hours ago

    બોટાદમાં બ્રહ્માકુમારી સંસ્થા અને કલા સાંસ્કૃતિક પ્રભાગ દ્વારા વિવિધ ક્ષેત્રના કલાકારોનું સન્માન અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ 02/10/26 ના રોજ બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર, ભાવનગર રોડ, બોટાદ ખાતે બ્ર.કુ. નીતા બહેનના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. તેનો ઉદ્દેશ્ય માનવ મૂલ્યો પ્રત્યે જાગૃતતા લાવવાનો હતો. કાર્યક્રમમાં મુખ્ય વક્તા બ્ર.કુ. તૃપ્તિ બહેન (ઝોનલ કોઓર્ડિનેટર, આર્ટ અને કલ્ચર, ગુજરાત) હતા. મુખ્ય મહેમાન નયનભાઈ શેઠ અને અતિથિ વિશેષ દક્ષેશભાઈ માણિયા, મનસુખભાઈ સાબવા, રાજાભાઈ કોઠારી પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોના હસ્તે વિવિધ ક્ષેત્રના કલાકારોનું સન્માન કરાયું. પારિવારિક સદભાવના જાગૃતિ અભિયાનનો શુભારંભ કળશ અને ધ્વજ અર્પણ કરીને કરવામાં આવ્યો હતો. ગ્રીન મેન સી.એલ. ભીકડીયા, લાલજી ભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની આભારવિધિ બ્ર.કુ. વર્ષા બેને અને સંચાલન બ્ર.કુ. નમ્રતાબેને કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    આંતરકોલેજ મહિલા હોકી ટુર્નામેન્ટમાં સેન્ટ્રલ જીમખાનાની હોકી ટીમનો ડંકો:ચેમ્પિયનશિપ પોતાના નામે કરી, ગુજરાત યુનિવર્સિટીના સમાજ વિદ્યાભવનના MLWની 6 વિદ્યાર્થિનીનું અદ્ભૂત પ્રદર્શન
    Next Article
    રોહિત માત્ર 8 રને સદી ચૂક્યો:10 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 92 રન ફટકાર્યા; ઋતુરાજ સાથે 137 રનની ભાગીદારી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment