Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મૂક-બધિર શાળામાં બાળકોનું શોષણ, ગૃહમાતાની અટકાયત:બાળકોને માર મરાતો, ભૂખ્યા રાખી માલિશ કરાવાતી, દાનની વસ્તુઓ બારોબાર વેચી દેવાના પુરાવા મળ્યા

    8 hours ago

    સુરેન્દ્રનગરની માનવ સેવા સંઘ સંચાલિત મૂક-બધિર શાળામાં ગેરરીતિ અને વિદ્યાર્થીઓના શોષણનો પર્દાફાશ થયો છે. વઢવાણ પ્રાંત અધિકારી અને તેમની ટીમે તપાસ કરી હતી. આ મામલે શાળાની ગૃહમાતા સોનલબેન ચૌહાણની અટકાયત કરવામાં આવી છે. માલિશ કરાવવા ઉપરાંત ઘરકામ પણ કરાવાતું જેમાં સામે આવ્યું કે વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ અપાતો હતો, માર મરાતો હતો અને ભૂખ્યા રખાતા હતા. બાળકો પાસે રાત્રે 12 વાગ્યા સુધી માલિશ કરાવવા ઉપરાંત ઘરકામ પણ કરાવવામાં આવતું હતું. શાળામાં 15 કન્યાઓ અને 27 કુમારો અભ્યાસ કરે છે. કલેક્ટર અને એસડીએમની તપાસમાં ગેરરીતિ સામે આવી દાતાઓ દ્વારા આપવામાં આવતી દાનની રકમ અને વસ્તુઓ પણ બારોબાર વેચી દેવામાં આવતી હોવાના પ્રાથમિક પુરાવા મળ્યા છે. એટેન્ડન્ટ પ્રશાંત ભટ્ટ સામે દારૂ પીવા અને બાળકો પાસે કામ કરાવવાની ફરિયાદો મળતા કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે. સંસ્થાના ટ્રસ્ટી સિદ્ધેશ મહેતાએ જણાવ્યું કે, કલેક્ટર અને એસડીએમની તપાસમાં ગેરરીતિ સામે આવી છે. આ અંગે યોગ્ય તપાસ હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    પૂર્વ CMના મેલુ ઉપાડવાના નિવેદન સામે રોષ:શંકરસિંહ 3 દિવસમાં માફી નહીં માંગે તો બ્રહ્મ સમાજ આંદોલન કરશે, વસંત વગડો જવાની ચિમકી
    Next Article
    Vadodara Blast Incident News | કરજણમાં CNG પંપ પર રિફિલિંગ વખતે બ્લાસ્ટની ઘટના | Gujarati Samachar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment