Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી પ્રભારી સચિવે વર્ચ્યુઅલી વહીવટી તંત્રની સમીક્ષા કરી:જનકલ્યાણકારી યોજનાઓ, વિકાસ કામો અને વિભાગોની કામગીરી અંગે નિર્દેશ આપ્યા

    10 hours ago

    મોરબી જિલ્લાના પ્રભારી સચિવ રાજેન્દ્ર કુમારે વીડિયો કોન્ફરન્સથી વહીવટી તંત્ર સાથે બેઠક કરી. તેમણે વિવિધ વિભાગોની કામગીરી, વિકાસ કામો અને પ્રજાલક્ષી યોજનાઓના અમલની સમીક્ષા કરી, નિર્દેશો આપ્યા. બેઠકમાં મેડિકલ કોલેજ બાંધકામ, પાણી પુરવઠા યોજનાઓ, ગામડાંઓમાં પીવાના પાણીની ઉપલબ્ધતા, આત્મા યોજના હેઠળ પ્રાકૃતિક ખેતી તાલીમ-ગાય નિભાવ સહાયની ચર્ચા થઈ. સિંચાઈ વિભાગના ડેમમાં પાણીનો જથ્થો અને નાના ચેક ડેમના રીસ્ટોરેશનની વિગતો લેવાઈ. શિક્ષણ વિભાગની નમો લક્ષ્મી, નમો સરસ્વતી, મુખ્યમંત્રી જ્ઞાન સાધના, NMMS યોજનાઓ, ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવાની કામગીરી, ICDSની પોષણ ટ્રેકર, મહિલા અને બાળ વિભાગની કામગીરીની સમીક્ષા થઈ. આ બેઠકમાં મોરબી કલેક્ટર સ્વપ્નિલ ખરે, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નવલદાન ગઢવી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ભગીરથસિંહ ઝાલા, પ્રાંત અધિકારીઓ, મામલતદારો અને અન્ય ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા.
    Click here to Read More
    Previous Article
    વિદ્યાર્થીને ઢોર માર મારી નગ્ન હાલતમાં ફલેટમાં ફેંકી ગયા, મોત:ઈસનપુરમાં વકીલ મામાના ઘરે રહેતો યુવક બાઇક લઈને મિત્રને મળવા ગયો હતો, સિલ્વર ઓક કોલેજમાં ભણતો'તો
    Next Article
    પૂર્વ CMના મેલુ ઉપાડવાના નિવેદન સામે રોષ:શંકરસિંહ 3 દિવસમાં માફી નહીં માંગે તો બ્રહ્મ સમાજ આંદોલન કરશે, વસંત વગડો જવાની ચિમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment