Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇસનપુરમાં નગ્ન અને ઇજાગ્રસ્ત મળેલા વિદ્યાર્થીનું મોત:અજાણ્યા શખ્સો માર મારીને એપાર્ટમેન્ટમાં ફેંકી ગયા, ગોતાની સિલ્વર ઓક કોલેજમાં અભ્યાસ કરતો હતો

    10 hours ago

    અમદાવાદના ઇસનપુરમાં તીર્થભૂમિ એપાર્ટમેન્ટ પાસે અજાણ્યા શખ્સોએ 21 વર્ષીય કોલેજના વિદ્યાર્થી જીગર સોલંકીને બોર્થડ પદાર્થ વડે ઢોર માર મારી, નગ્ન અને ઇજાગ્રસ્ત અવસ્થામાં ફેંકીને ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા વિદ્યાર્થીને હોસ્પિટલ ખસેડાતાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. આ બનાવ અંગે ઇસનપુર પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. મિત્રોને મળવા નીકળેલા યુવક પર હિચકારો હુમલો ભાવનગરનો મૂળ નિવાસી અને ગોતાની સિલ્વર ઓક કોલેજમાં B.Voc ફાઇનાન્સમાં અભ્યાસ કરતો જીગર સોલંકી છેલ્લા અઢી મહિનાથી ઇસનપુરમાં રહેતા તેના મામા હર્ષિતભાઈ ચૌહાણ (વકીલ) સાથે રહેતો હતો. ગત ૨ ઓક્ટોબરે જીગર પોતાના મિત્રોને મળવા બાઇક લઈને ઘરેથી નીકળ્યો હતો. દરમિયાન તીર્થભૂમિ એપાર્ટમેન્ટમાં કોઈએ તેને શરીરના ભાગે ધારદાર કે બોર્થડ પદાર્થથી ઢોર માર મારી નગ્ન હાલતમાં છોડી દીધો હતો. સારવાર દરમિયાન દમ તોડ્યો, પોલીસે તપાસ તેજ કરી બનાવની જાણ થતાં જ તેના મામા હર્ષિતભાઈ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને ગંભીર હાલતમાં જીગરને હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. હર્ષિતભાઈની ફરિયાદના આધારે ઇસનપુર પોલીસે અજાણ્યા હુમલાખોરો સામે હત્યાનો અપરાધ નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસીને આરોપીઓનું સુરાગ મેળવવા તજવીજ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    પૂર્વ CMના મેલુ ઉપાડવાના નિવેદન સામે રોસ:શંકરસિંહ 3 દિવસમાં માફી નહીં માંગે તો બ્રહ્મ સમાજ આંદોલન કરશે, વસંત વગડો જવાની ચિમકી
    Next Article
    ગુરુદ્વારા સામેનો 25,000 ચોરસ મીટરની જગ્યા ખુલ્લી કરાઈ:ગુરુદ્વારા સામેનો શહેરનો સૌથી મોટો ‘ગાર્બેજ પોઈન્ટ’ હવે બનશે આહલાદક પર્યાવરણીય સ્થળ, 6 થી 8 જેસીબી મશીનોથી યુદ્ધના ધોરણે સફાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment