Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારતીય હોકી અમ્પાયર પર યૌન શોષણના આરોપો:મલેશિયન મહિલા અધિકારીને ભેટવાનો પ્રયાસ કર્યો હતો; એશિયન ગેમ્સમાંથી પરત મોકલાયો

    6 hours ago

    એશિયન ગેમ્સ 2026 દરમિયાન ભારતીય હોકી અમ્પાયર ગુરિન્દર સિંહ સાંઘા પર યૌન શોષણના આરોપો લાગ્યા છે. મલેશિયાની એક મહિલા હોકી અધિકારીએ ફરિયાદ કરી હતી કે વાતચીત દરમિયાન સાંઘાએ તેમને ઘણી વખત ગળે લગાવવાનો પ્રયાસ કર્યો અને ચુંબન પણ કર્યું. સાંઘા પર એવો પણ આરોપ છે કે તેમણે હોટેલના કર્મચારીઓને વાંધાજનક વીડિયો બતાવ્યા. તેમણે પોલીસમાં ફરિયાદ કરવાની ધમકી પણ આપી. ફરિયાદ બાદ ગુરિન્દરને જાપાનથી ભારત પરત મોકલી દેવામાં આવ્યા છે. હોકી ફેડરેશને ગુરિન્દરને ગેમ્સ માટે અમ્પાયર મેનેજર તરીકે નિયુક્ત કર્યા હતા. ગુરિન્દર પર ગયા વર્ષે પણ આરોપ લાગ્યા હતા મીડિયા અહેવાલ અનુસાર, ગુરિન્દર બે દિવસ પહેલાં જ ભારત પરત આવી ચૂક્યા છે. મલેશિયન મહિલા અધિકારી ઉપરાંત હોટેલ સ્ટાફ તરફથી પણ તેમની ફરિયાદ કરવામાં આવી છે. ગુરિન્દર વિરુદ્ધ પહેલીવાર આવા આરોપો લાગ્યા નથી. ગયા વર્ષે હોકી ઈન્ડિયા લીગ દરમિયાન પણ એક મહિલા અમ્પાયરે તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. 2025માં હોકી ઈન્ડિયા લીગના રાંચી તબક્કા દરમિયાન પણ એક મહિલા અમ્પાયરે તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ હોકી ઈન્ડિયાએ ત્રણ સભ્યોની તપાસ સમિતિ બનાવી હતી. સમિતિને તેમની વિરુદ્ધના આરોપોને સમર્થન આપતા પૂરતા પુરાવા મળ્યા નહોતા. એશિયન હોકી ફેડરેશનના અહેવાલ બાદ કાર્યવાહી થશે એશિયન ગેમ્સની હૉકી સ્પર્ધામાં અમ્પાયર અને તકનીકી અધિકારીઓની નિમણૂક એશિયન હૉકી ફેડરેશન (AHF) કરે છે. તેથી હૉકી ઇન્ડિયા આગળની કાર્યવાહી AHFનો અહેવાલ મળ્યા બાદ કરશે. હૉકી ઇન્ડિયાના અધિકારીએ જણાવ્યું કે જો AHFના અહેવાલમાં આરોપો સાચા સાબિત થાય છે, તો અમ્પાયર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. IOAએ કહ્યું- નિમણૂક AHFની જવાબદારી ભારતીય ઑલિમ્પિક સંઘ (IOA)ના એક અધિકારીએ જણાવ્યું કે એશિયન ગેમ્સમાં અમ્પાયર અને તકનીકી અધિકારીઓની નિમણૂક હૉકી ઇન્ડિયા કે IOA કરતું નથી. આ જવાબદારી AHFની છે. તેથી આ મામલે IOA અને હૉકી ઇન્ડિયાની સીધી ભૂમિકા નથી. આ જ વર્ષે ભારતીય મહિલા હૉકી ટીમના સપોર્ટ સ્ટાફના એક સભ્યને પણ ઉત્પીડનના આરોપોની ફરિયાદ બાદ હૉકી ઇન્ડિયાએ હટાવી દીધા હતા.
    Click here to Read More
    Previous Article
    Gujarat News | UCC બિલને રાષ્ટ્રપતિની મંજૂરી કાયદાની અમલવારી શરુ । UCC Bill Pass | Gujarati News
    Next Article
    Deepinder Goyal Reveals Six Colours For Temple Ahead Of Pre-Orders

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment