Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'આ નેશનલ નહીં, ડિસ્ટ્રીક્ટ લેવલની ટુર્નામેન્ટ લાગે છે':પોદ્દાર સ્કૂલની નેશનલ ટુર્નામેન્ટમાં મેનેજમેન્ટ સામે ગંભીર આક્ષેપ, બીજા રાજ્યોથી આવેલા ખેલાડીઓનો વડોદરામાં કડવો અનુભવ

    1 day ago

    વડોદરાની પોદ્દાર વર્લ્ડ સ્કૂલ ખાતે આયોજિત નેશનલ લેવલની ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ખેલાડીઓ અને વાલીઓએ સુવિધાઓના અભાવ અંગે ગંભીર આક્ષેપો કર્યા છે. બહારના રાજ્યોમાંથી આવેલા બાળ ખેલાડીઓ તેમજ તેમના વાલીઓએ સ્કૂલ મેનેજમેન્ટ સામે રોષ ઠાલવ્યો હતો. વાલીઓના જણાવ્યા અનુસાર, સ્પર્ધકો માટે યોગ્ય બેસવાની કે છાંયડાની વ્યવસ્થા ન હોવાને કારણે બાળકોને ધગધગતા તાપમાં ખુલ્લામાં બેસવાની ફરજ પડી હતી. આ ઉપરાંત, પીવાના પાણી અને વોશરૂમ જેવી પ્રાથમિક સુવિધાઓ પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવાઈ ન હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સમયસર માહિતી પણ આપવામાં નથી આવતી ટુર્નામેન્ટના વ્યવસ્થાપન અંગે પણ ભારે અસંતોષ જોવા મળ્યો હતો. ખેલાડીઓ, તેમના કોચ અને વાલીઓએ ફરિયાદ કરી હતી કે, મેચના શેડ્યુલ કે રમત ક્યારે યોજાશે તે અંગે યોગ્ય અને સમયસર માહિતી આપવામાં આવી ન હતી, જેના કારણે અસમંજસનો માહોલ સર્જાયો હતો. જયપુર રાજસ્થાનથી આવેલા વાલી નીતુ સોની આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, આ નેશનલ લેવલની ટુર્નામેન્ટ લાગી જ નથી રહી, જિલ્લા કક્ષાની ટુર્નામેન્ટ રમાતી હોય એવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. ખેલાડીઓ તાપમાં ટુર્નામેન્ટ રમી રહ્યા છે હોલના એસીની પણ વ્યવસ્થા કરાઇ નથી. ‘માઇક્રોવેવ ઓવન જેવી ફિલિંગ આવે છે’ મધ્યપ્રદેશથી આવેલા એક વાલી અને કોચ આકાંક્ષાએ જણાવ્યું હતું કે, જ્યાં ટુર્નામેન્ટ રમાઈ રહી છે ત્યાં માઇક્રોવેવ ઓવન ચાલતું હોય તેવી ફિલિંગ આવી રહી છે. ખુલા મેદાનમાં એક તંબુ બાંધી દેવામાં આવ્યો છે જ્યાં બેસવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત વોશરૂમ પણ સાફ નથી કરાયા, તેમાં ફ્લશ કામ નથી કરી રહ્યા. આવી સ્થિતિમાં ટુર્નામેન્ટ કેવી રીતે રમી શકાય? બાળકો ખૂબ મહેનત કરીને અહીં આવ્યા છે. બધા બાળકો નેશનલ રમી ચૂક્યા છે તેવા બાળકો છે જેઓને પૂરતી સુવિધા નથી અપાઈ. પ્રયાગરાજથી આવેલા સૌરવકુમારે જણાવ્યું હતું કે, અહીં અમને સાંભળવા વાળું કોઈ નથી. છેલ્લા પાંચ વર્ષમાં જે ટુર્નામેન્ટ થઈ છે તેમાં આ સૌથી ખરાબ અનુભવ રહ્યો છે. 'સ્કૂલ સુધી પહોંચવાનો રસ્તો જંગલ વિસ્તાર જેવો છે' હરિયાણાથી આવેલા એક ખેલાડી દ્રષ્ટિએ જણાવ્યું હતું કે, અહીં જે વોશરૂમ છે તેમાંથી બે જ કામ કરે છે અને તે પણ બંધ નથી થઈ રહ્યા, અહીં આવવાનો રસ્તો જંગલ વિસ્તાર જેવો છે. દૃષ્ટિના માતાએ જણાવ્યું હતું કે, બાળકોને યોગ્ય ડાયટ ફૂડ પણ આપવામાં આવતું નથી. અમે રજૂઆત કરવાના પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ અમને ત્યાં સુધી જવા દેવામાં જ નથી આવતા. બાળકો આવી સ્થિતિમાં ટુર્નામેન્ટ કેવી રીતે રમી શકે તે પણ એક સવાલ છે. રજાના દિવસે પણ મેનેજમેન્ટ હાજર છે : વાઇસ પ્રિન્સિપલ જોકે, બીજી તરફ કેટલાક વાલીઓએ મેનેજમેન્ટના આયોજનની પ્રશંસા પણ કરી હતી અને વ્યવસ્થાને સ્વીકાર્ય ગણાવી હતી. આ વિવાદ અંગે વાત કરતા સ્કૂલના વાઇસ પ્રિન્સિપલ મોહમ્મદ તૌસિફે જણાવ્યું હતું કે, પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. મેનેજમેન્ટે જણાવ્યું હતું કે તેઓ સ્પર્ધકો માટે શ્રેષ્ઠ આયોજન કરવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા છે. રજાનો દિવસ હોવા છતાં પણ મેનેજમેન્ટની ટીમ સ્થળ પર હાજર છે અને વાલીઓ કે ખેલાડીઓ દ્વારા જે કોઈ ફરિયાદો સામે આવી રહી છે તેને તાત્કાલિક ધોરણે ઉકેલવા માટે સતત પ્રયત્નશીલ છે. છેલ્લા બે દિવસથી ગરમીનો પારો ખૂબ ઊંચો ચઢ્યો છે તેના કારણે થોડી મુશ્કેલી ઉભી થઈ છે પરંતુ તાપમાન વધવું તે આપણા હાથમાં નથી. તેમ છતાં અમે બનતા પ્રયત્નો કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    એઇમ્સ હોસ્પિટલના નર્સીંગ સ્ટાફ વિરુદ્ધ ફરિયાદ દાખલ:ઇન્ટર્નશીપ કરતી કોલેજની જ વિદ્યાર્થીનીને ચાલુ નોકરીએ "ઘર કી દાલ ડેઇલી કોન ખાતા હૈ" કહી ફ્લર્ટ કરી કમર પકડી છેડતી કરી'તી
    Next Article
    વડોદરામાં સ્નેપચેટની મિત્રતા લગ્ન સુધી પહોંચી:16 વર્ષની દીકરીએ 17 વર્ષના સગીર સાથે લગ્ન કરવા જીદ પકડી, ચિંતિત બનેલી માતાએ 181 અભયમની મદદ માગી, કાઉન્સેલિંગ કરીને સમજાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment