Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કચ્છ કોંગ્રેસે ગાંધી-શાસ્ત્રી જયંતિએ મહાપુરુષોને શ્રદ્ધાંજલિ આપી:ભુજમાં સત્ય, અહિંસા અને ખેડૂત હિતનો સંદેશ ગુંજ્યો, વ્યાખ્યાન પણ યોજાયું

    7 hours ago

    ભુજમાં મહાત્મા ગાંધી અને ભારતના પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ નિમિત્તે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બંને મહાપુરુષોની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી તેમના જીવન, વિચારો અને રાષ્ટ્રસેવાના યોગદાનને યાદ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સત્ય, અહિંસા, સ્વાવલંબન તેમજ ખેડૂતો અને જવાનોના હિત જેવા મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને વિચારો વ્યક્ત કરવામાં આવ્યા હતા. કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં મહાત્મા ગાંધી અને લાલબહાદુર શાસ્ત્રીના જીવનકાર્યને સ્મરણ કરવામાં આવ્યું હતું. વી.કે. હુંબલે જણાવ્યું હતું કે ગાંધીજીએ સત્ય અને અહિંસાના માર્ગે સમાજ અને રાષ્ટ્રને નવી દિશા આપવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે લાલબહાદુર શાસ્ત્રીએ દેશના જવાનો સાથે ખેડૂતોના મહત્વને ઉજાગર કરતા ‘જય જવાન, જય કિસાન’નો સંદેશ આપ્યો હતો. વર્તમાન સમયમાં પણ આ બંને મહાનુભાવોના વિચારો પ્રાસંગિક હોવાનું તેમણે જણાવ્યું હતું. આ ઉપરાંત ભુજની રાજગોર સમાજવાડી ખાતે ગુજરાત પ્રદેશ રચનાત્મક કોંગ્રેસ સમિતિ અને કચ્છ જિલ્લા કોંગ્રેસના સંયુક્ત ઉપક્રમે ‘મહાત્મા ગાંધી : જીવન, વિચાર અને કાર્ય મારી નજરે’ વિષય પર વ્યાખ્યાન યોજાયું હતું. વક્તા હરેશભાઈ ધોળકિયાએ ગાંધીજીના જીવનપ્રસંગો અને વિચારો પર પ્રકાશ પાડતાં તેમની આત્મકથા ‘મારા સત્યના પ્રયોગો’ વાંચવા સૌને પ્રેરણા આપી હતી. તેમણે સત્ય, પ્રેમ, અહિંસા, સ્વચ્છતા, સ્વાવલંબન અને દૃઢતાને ગાંધીજીના જીવનમાંથી શીખવા જેવી બાબતો ગણાવી હતી. કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય ઈબ્રાહીમભાઈ મંધરા સહિત કોંગ્રેસના આગેવાનો, શહેર-તાલુકા પ્રમુખો, જિલ્લા સમિતિના હોદ્દેદારો, વિવિધ સેલના પ્રતિનિધિઓ, મહિલા કાર્યકરો તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન રામદેવસિંહ જાડેજાએ કર્યું હતું, જ્યારે સ્વાગત પ્રવચન કિશોરદાન ગઢવીએ અને આભારવિધિ ગનીભાઈ કુંભારે કરી હતી. આયોજનમાં લાખાજી સોઢા, ઈલિયાશ ઘાંચી અને મિતેશ રૂપાણીએ સહયોગ આપ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર હોમગાર્ડ યુનિટ કચેરી ખાતે ગાંધી જયંતિ ઉજવાઈ:સત્ય, અહિંસા, શિસ્ત અને સેવાભાવના માર્ગે રાષ્ટ્રસેવાનો સંકલ્પ લેવાયો
    Next Article
    Surat News | VNSGUની સમરસ હોસ્ટેલમાં હલકી ગુણવત્તાના ભોજન સામે વિદ્યાર્થિનીઓનો વિરોધ! | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment