Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'બીજી ઓક્ટોબર એટલે મહાત્મા ગાંધીની પુણ્યતિથિ...':સુરતના સાંસદ મુકેશ દલાલ મીડિયા સામે જ ભૂલ્યા ઐતિહાસિક દિવસ, શ્રદ્ધાંજલિ આપ્યા બાદ જીભ લપસી

    1 day ago

    આજે સમગ્ર દેશમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે અને દેશભરમાં બાપુને નમન કરવામાં આવી રહ્યા છે. આ નિમિત્તે સુરત શહેરમાં પણ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. પરંતુ, આ પાવન અવસરે સુરતના સાંસદ મુકેશ દલાલે મોટો છબરડો વાળ્યો હતો. તેઓએ મીડિયા સમક્ષ મહાત્મા ગાંધીની જન્મ જયંતીની જગ્યાએ 'પુણ્યતિથિ' બોલીને ભારે ભાંગરો વાટ્યો હતો. એક તરફ આખો દેશ બાપુને તેમના જન્મદિવસે યાદ કરી રહ્યો છે, ત્યારે એક ચૂંટાયેલા સાંસદની આ ભૂલ હાલ ભારે ચર્ચાનો વિષય બની છે. ગાંધી બાગ ખાતે યોજાયો હતો વંદના કાર્યક્રમ સુરતના ઐતિહાસિક ગાંધી બાગ ખાતે ગાંધી જયંતી નિમિત્તે ખાસ ગાંધી વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવીને પુષ્પાંજલિ અર્પણ કરવા માટે સુરતના લોકસભા સાંસદ મુકેશ દલાલ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ મહત્વના કાર્યક્રમમાં તેમની સાથે સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પરેશ પટેલ, મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના ચેરમેન રાજન પટેલ સહિતના અન્ય સિનિયર પદાધિકારીઓ અને નેતાઓ પણ હાજર હતા. 'બીજી ઓક્ટોબર એટલે ગાંધીજીની પુણ્યતિથિ...' ગાંધી પ્રતિમાને સૂતરની આંટી પહેરાવીને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જ્યારે સાંસદ મુકેશ દલાલે મીડિયા સાથે વાતચીત શરૂ કરી, ત્યારે તેઓ અચાનક આજના ઐતિહાસિક દિવસનું મહત્વ જ ભૂલી ગયા હતા. સાંસદે પોતાના નિવેદનની શરૂઆત જ એક મોટી ભૂલથી કરી હતી. તેમણે કહ્યું હતું કે, "બીજી ઓક્ટોબર એટલે પરમ પૂજ્ય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પુણ્ય તિથિ." તેઓ ત્યાં જ ન અટક્યા અને વધુમાં જણાવ્યું કે, "આ પુણ્ય તિથિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ વિવિધ કાર્યક્રમો આપવામાં આવ્યા છે." શ્રદ્ધાંજલિ અને સ્વચ્છતાના કાર્યક્રમોનો ઉલ્લેખ સાંસદે પોતાની ભૂલનું ભાન ન થતાં મીડિયા સમક્ષ આગળ કહ્યું હતું કે પાર્ટી દ્વારા આજના દિવસે અનેક સામાજિક કાર્યો હાથ ધરાયા છે. તેમણે જણાવ્યું હતું કે, "જેમ કે એમને શ્રદ્ધાંજલિ, સ્વચ્છતાના કાર્યક્રમો અને વ્યસન મુક્તિ માટે જાગૃતિનું કાર્યક્રમ, આવા અનેક કાર્યક્રમો આપવામાં આવ્યા છે." મુકેશ દલાલે એમ પણ જણાવ્યું હતું કે આજે 70-80 કે 100 વર્ષ જૂની બાપુની જે વિચારધારા હતી, તે આર્થિક, રાજકીય અને સામાજિક એમ દરેક ક્ષેત્રે આજે પણ સમગ્ર વિશ્વ અને દેશને માર્ગદર્શન પૂરું પાડે છે. ગાંધી વિચારધારાના વખાણ, પણ જન્મ દિવસ જ ભૂલ્યા ભલે સાંસદે જન્મ જયંતીને પુણ્યતિથિ કહી દીધી હોય, પરંતુ તેમણે ગાંધીજીના વિચારોની ભારે પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, "વિશ્વ શાંતિનો જો કોઈ એકમાત્ર રસ્તો હોય, કોઈ એકમાત્ર માર્ગ હોય, તો એ માત્ર ને માત્ર ગાંધી વિચારધારા છે." અને આવો આપણે સૌ ગાંધી વિચારધારાને પ્રજ્વલિત કરીએ તેવી અપીલ કરી હતી. જોકે, આદર્શો અને સિદ્ધાંતોની આટલી મોટી વાતો કરતી વખતે સુરત શહેરનું પ્રતિનિધિત્વ કરતા સાંસદ આજના દિવસનું મૂળ મહત્વ જ ભૂલી જતાં અને જયંતીને પુણ્યતિથિમાં ખપાવી દેતાં તેમની ભારે ટીકા થઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    લુણાવાડા કોલેજમાં વિદ્યાર્થીઓએ વ્યસનમુક્તિનો સંકલ્પ લીધો:નશાથી દૂર રહેવા અને અન્ય લોકોને પણ વ્યસનમુક્તિ તરફ વાળવા સામૂહિક શપથ લેવાયો
    Next Article
    Omani Pilot Who Tried To Crash Plane Didn't Have Dual Citizenship: Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment