Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સલમાન ખાનની સિક્યોરિટીમાં ફરી મોટી ચૂક:અજાણ્યો વ્યક્તિ એકદમ નજીક પહોંચી ગયો, સુરક્ષાકર્મીએ બાવડું પકડીને પાછળ ખેંચ્યો; લોરેન્સ ગેંગે ધમકી આપી હતી

    1 week ago

    ફિલ્મ ‘પ્રેમ કીટાણું’નું સ્ક્રીનિંગ ગુરુવારે મુંબઈમાં યોજાયું. સ્ક્રીનિંગમાં સલમાન ખાન પહોંચ્યો હતો અને તે ફિલ્મના લીડ એક્ટર વીર પહાડિયા સાથે જોવા મળ્યો. આ ઉપરાંત, ઇવેન્ટમાં જેકલીન ફર્નાન્ડિઝ, કરણ જોહર, સારા તેંડુલકર, ઝરીન ખાન અને એલ્વિશ યાદવ પણ પહોંચ્યા હતા. ‘પ્રેમ કીટાણુંં’ એક હિન્દી રોમેન્ટિક-કૉમેડી ફિલ્મ છે, જેમાં વીર પહાડિયા, આફિયા સૈયદ અને અપારશક્તિ ખુરાના મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનો રનટાઇમ લગભગ 2 કલાક અને 18 મિનિટ છે. ફિલ્મની વાર્તા રોમાન્સ અને કૉમેડીની આસપાસ વણાયેલી છે. સલમાન ખાનની નજીક પહોંચ્યો ચાહક સ્ક્રીનિંગ દરમિયાન સલમાન સાથે જોડાયેલો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ઇવેન્ટમાંથી બહાર નીકળતી વખતે એક ચાહક અચાનક એક્ટરની ખૂબ નજીક પહોંચી ગયો. તેણે સલમાનને ગળે મળવાનો પ્રયાસ કર્યો. ચાહકને અચાનક પોતાની નજીક આવતો જોઈ સલમાન થોડા સમય માટે અસહજ નજરે પડ્યો. ત્યારબાદ તેના સુરક્ષા ગાર્ડે તરત જ વચ્ચે આવીને પ્રશંસકને સલમાનથી દૂર કર્યો. ઉલ્લેખનીય છે કે સલમાનની સુરક્ષા હંમેશાં એલર્ટ મોડમાં રહે છે. લૉરેન્સ ગૅંગ તરફથી મળેલી ધમકીઓ અને તેના ઘરની બહાર થયેલી ગોળીબારની ઘટના બાદ તેની સુરક્ષા વધારવામાં આવી હતી. સલમાન ખાનને વાઈ-પ્લસ કેટેગરીની સરકારી સુરક્ષા મળી છે. આ સુરક્ષા ઘેરામાં લગભગ 11થી 12 પોલીસકર્મીઓ તૈનાત રહે છે. તેમાં વિશેષ રીતે પ્રશિક્ષિત કમાન્ડો પણ સામેલ હોય છે. સલમાનની મુસાફરી દરમિયાન પોલીસની ગાડીઓ તેની કારને એસ્કોર્ટ કરે છે. આ ઉપરાંત, એક્ટરની ખાનગી સુરક્ષા ટીમ પણ તેની સાથે રહે છે. તેનો લાંબા સમયથી બોડીગાર્ડ શેરા પણ પોતાની ખાનગી સુરક્ષા ટીમ સાથે સલમાનની સુરક્ષાની જવાબદારી સંભાળે છે. જાહેર કાર્યક્રમો, શૂટિંગ અને એરપોર્ટ પર સલમાનની આસપાસ ખાનગી ગાર્ડ્સ અને બાઉન્સર્સનું સુરક્ષા ઘેરો પણ રહે છે. જુઓ ફિલ્મ સ્ક્રીનિંગ ઇવેન્ટની તસવીરો- સલમાને પાછળ ઊભા રહીને રાહ જોઈ ‘પ્રેમ કીટાણું’ની સ્ક્રીનિંગ દરમિયાન સલમાન ખાનનો અન્ય એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. સ્ક્રીનિંગમાં સલમાન જ્યારે પહોંચ્યો, ત્યારે મીડિયા અને પાપારાઝીએ તેને રેડ કાર્પેટ પર આવીને તસવીરો પડાવવા માટે કહ્યું. જોકે, તે જ સમયે મોડલ અને એક્ટ્રેસ સાક્ષી મલિક કેમેરા સામે પોઝ આપી રહી હતી. સલમાન તરત જ રેડ કાર્પેટ પર પહોંચવાને બદલે રાહ જોઈ. તે થોડીવાર પાછળ ઊભો રહ્યો અને સાક્ષી મલિકને પોતાના પોઝ પૂરા કરવાની તક આપી. સાક્ષી મલિકે પોઝ આપ્યા બાદ સલમાન રેડ કાર્પેટ પર પહોંચ્યો અને પોઝ આપ્યો. વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર સલમાનના આ વર્તનની પ્રશંસા થઈ રહી છે. અજાણ્યા વ્યક્તિએ સલમાનના ખભા પર હાથ મૂકવાનો પ્રયાસ કર્યો હતો એપ્રિલ 2026માં સલમાન જામનગર એરપોર્ટની બહાર નીકળી રહ્યો હતો. ત્યારે સલમાન ભીડની વચ્ચે એક બાળક સાથે પોઝ આપી રહ્યો હતો. આ દરમિયાન એક વ્યક્તિ તેની નજીક આવ્યો અને તેના ખભા પર હાથ મૂકવાનો પ્રયાસ કર્યો. વ્યક્તિને નજીક આવતો જોઈને સલમાનની સુરક્ષા ટીમ તરત જ સતર્ક થઈ ગઈ હતી. ગાર્ડે તે વ્યક્તિને પાછળ હટાવી દીધો હતો. આ દરમિયાન સલમાને પણ તેની તરફ જોયું. તે બાળક સાથે ત્યાં જ ઊભો રહ્યો. સલમાને પોતાની સુરક્ષા ટીમને શાંત રહેવાનો ઈશારો પણ કર્યો હતો. સલમાનની સુરક્ષાએ આમિરના દીકરાને બે વખત ઓળખ્યો નહીં સલમાન ખાનની સુરક્ષા કેટલી કડક હોય છે, તે આ વાત પરથી જ સમજી શકાય છે કે આમિર ખાનના દીકરા જુનૈદ ખાનને તેની સુરક્ષાએ ઓળખ્યો નહીં, તેથી તેને બે વખત સલમાન પાસે જવા દેવામાં આવ્યો નહોતો. પહેલી ઘટના 2025માં ‘સિતારે જમીન પર’ની સ્ક્રીનિંગ દરમિયાન બની હતી. સલમાનને મળવા પહોંચેલા જુનૈદને સુરક્ષાકર્મીઓએ સામાન્ય ચાહક સમજીને રોકી દીધો હતો. બીજી ઘટના જૂન 2026માં ફિલ્મ ‘લગાન’ની 25મી વર્ષગાંઠની ઉજવણી દરમિયાન બની હતી. જુનૈદ સલમાનને મળવા પહોંચ્યો હતો, પરંતુ સુરક્ષાકર્મીઓ તેને ઓળખી શક્યા નહોતા અને તેને એક તરફ કરી દીધો હતો. જોકે, બાદમાં સલમાનની નજર જુનૈદ પર પડી તો તેણે જુનૈદને ગળે લગાવી લીધો હતો. ………… ફિલ્મ ‘પ્રેમ કીટાણું’નું રિવ્યૂ અહીં વાંચો... કૉલેજની મિત્રતા, પ્રેમ અને રિયલ લાઇફ સ્ટ્રગલ:વીર પહાડિયાની 'પ્રેમ કીટાણું'માં હાસ્ય, મૂંઝવણ અને મજેદાર ટ્વિસ્ટ; જાણો કેવી છે ફિલ્મ કૉલેજમાં કોઈ પર દિલ આવી જાય, તો લાગે છે કે વાર્તા બસ એટલી જ છે, પરંતુ ક્યારેક પ્રેમ પૂરો થાય તે પહેલાં જ કોઈ નવો વળાંક આવી જાય છે અને પછી એ જ વાર્તા ચાર વર્ષ બાદ એકદમ અલગ દુનિયામાં પાછી ફરે છે. ફિલ્મ ‘પ્રેમ કીટાણું’ આ પ્રેમ, મિત્રતા અને જિંદગીના બદલાતા રંગોને હળવા-ફુલકા અંદાજમાં રજૂ કરે છે. ફિલ્મ હસાવે છે, પોતાની સાથે જોડાયેલી લાગે છે અને વચ્ચે-વચ્ચે જિંદગીની થોડી કડવી સચ્ચાઈ પણ બતાવી દે છે. સંપૂર્ણ સમાચાર વાંચો...
    Click here to Read More
    Previous Article
    યુઝવેન્દ્ર ચહલે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી:ટેસ્ટ રમવાનું સપનું અધૂરું રહ્યું; વન-ડે અને T20 રમતો રહેશે
    Next Article
    ગાંધી જયંતી પર મુખ્યમંત્રી યોગીએ ચરખો કાંત્યો:લખનઉમાં બાળકોએ 'વૈષ્ણવ જન તો તેને કહીએ' ગાઈને સંભળાવ્યું, યોગીએ કહ્યું- ચરખો આત્મનિર્ભરતાનો આધાર

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment