Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધી જયંતીએ બાળગંગા બીચ પર ‘સ્વચ્છાંજલિ’, જનપ્રતિનિધિઓએ સફાઈ કરી:સાંસદોથી લઈ ખારવા-કોળી સમાજના આગેવાનો જોડાયા; ઇણાજ કલેક્ટર કચેરીમાં સ્વચ્છતા અભિયાન

    1 week ago

    ગાંધી જયંતીની ઉજવણી નિમિત્તે ગીર સોમનાથ જિલ્લામાં સ્વચ્છતાને કેન્દ્રમાં રાખી વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ઇણાજના જિલ્લા સેવા સદનથી લઈને વેરાવળના બાળગંગા બીચ સુધી અધિકારીઓ, જનપ્રતિનિધિઓ અને નાગરિકોએ ઝાડુ હાથમાં લઈ શ્રમદાન કર્યું હતું. ‘સ્વચ્છતા હી સેવા’ અને ‘સ્વચ્છાંજલિ’ના માધ્યમથી ગાંધીજીના સ્વચ્છતાના વિચારોને જનભાગીદારી સાથે આગળ વધારવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. વેરાવળના બાળગંગા બીચ પર ‘સ્વચ્છાંજલિ’ અપાઈ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે વેરાવળમાં સ્વચ્છતાનો સંદેશ ગુંજ્યો હતો. વેરાવળ નગરપાલિકા દ્વારા સોમનાથ મંદિર પાછળના બાળગંગા સમુદ્રતટે ‘સ્વચ્છાંજલિ’ કાર્યક્રમ યોજાયો. જેમાં જનપ્રતિનિધિઓ, રાજકીય આગેવાનો અને નાગરિકોએ ઝાડુ હાથમાં લઈ શ્રમદાન કર્યું. આ સફાઈ અભિયાનમાં લોકસભા સાંસદ રાજેશ ચુડાસમા, રાજ્યસભા સાંસદ માનસિંહ પરમાર, જિલ્લા ભાજપ અધ્યક્ષ ડો. સંજય પરમાર, નગરપાલિકા પ્રમુખ નરેશ ગોહેલ સહિતના આગેવાનો હાજર રહ્યા. ખારવા અને કોળી સમાજના આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો પણ જોડાયા હતા. સૌએ સાથે મળીને કચરો એકત્ર કરી સમુદ્રતટની સફાઈ કરી. આ શ્રમદાન દ્વારા ગાંધીજીના સ્વચ્છતાના સંદેશને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરાયો. બાળગંગા બીચ ધાર્મિક અને પર્યટન સ્થળ હોવાથી તેની સ્વચ્છતા મહત્વની છે. ગાંધીજી માનતા હતા કે સ્વચ્છતા એ સૌની સહિયારી જવાબદારી છે. આ વિચારને ધ્યાનમાં રાખીને વિવિધ સમાજના લોકોની ભાગીદારીએ ‘સ્વચ્છતા સૌની જવાબદારી’નો સંદેશ મજબૂત બનાવ્યો. ગીર સોમનાથ જિલ્લામાં ગાંધીજયંતી નિમિત્તે 'સ્વચ્છતા હી સેવા' અભિયાન યોજાયું હતું. ઇણાજ સ્થિત જિલ્લા સેવા સદન પરિસરમાં કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલા સહિતના અધિકારીઓએ ઝાડુ પકડી સફાઈ કરી હતી. કલેક્ટર અને નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ સહિતના કર્મચારીઓએ શ્રમદાન કર્યું. તેમણે માત્ર ઝાડુ જ નહીં, પાવડા વડે રોડસાઇડ પરની વેલ અને ઝાડી-ઝાંખરા પણ દૂર કર્યા હતા. સફાઈ દરમિયાન પ્લાસ્ટિક બોટલો, વેફર્સના પડીકાં, સૂકાં નારિયેળ, પાંદડાં, પૂંઠાં અને કાગળો જેવો કચરો એકઠો કરાયો હતો. આ અભિયાન ગીર સોમનાથની અન્ય મહેસૂલ કચેરીઓમાં પણ ચલાવાયું હતું. સ્વચ્છ પર્યાવરણથી સ્વસ્થ સમાજ બને અને બીમારીઓનું જોખમ ઘટે તે હેતુથી આ કામગીરી થઈ હતી. ગાંધીજીના સ્વચ્છતાના વિચારોને જીવનમાં ઉતારવાનો સંદેશ અપાયો હતો.
    Click here to Read More
    Previous Article
    4 આરોપીને પોલીસે 'કુકડા' બનાવી દંડા ફટકાર્યાં, VIDEO:અમદાવાદમાં દુકાનદારને દંડા, બેટ અને સ્ટૂલથી ફટકાર્યો'તો, સિગારેટના રુપિયા બાબતે બબાલ કરી આતંક મચાવ્યો હતો
    Next Article
    સગીરનું શારીરિક શોષણ કરનારને જામીન નહીં:પાલિતાણામાં સિનિયર સિટીઝન રેક્ટરે વિધાર્થીનું શોષણ કર્યાનો આક્ષેપ, કોર્ટે કહ્યું- બાળકોના સંરક્ષકે જ પદનો દુરુપયોગ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment