Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર્યવાહી:તાજપુરી ગામનો શખ્સ મોયદની સીમમાંથી ગાંજા સાથે ઝડપાયો

    22 hours ago

    સાબરકાંઠા એસઓજીને ટીમે મળેલ બાતમીને આધારે મોયદની સીમમાંથી બાઈક પર ગાંજો લઈને નીકળેલ યુવકને ઝડપી રૂ.84,885નો ગાંજો કબજે લઈ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરાયો હતો. એક શખ્સ બાઈક નં. જીજે-09-જીએલ-7038 લઈને મોયદ તરફથી દલપુર ગામે જનાર છે. જેની પાસે ગાંજો છે. મળેલી બાતમીને પગલે રૂપપુરાથી માઢા જતાં રોડ ઉપર વોચમાં રહી મોયદની સીમમાંથી બાતમીવાળું બાઈક આવી પહોંચતા ચાલકને રોકી તપાસ કરતાં તેની પાસેથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી ગાંજો વજન 997.7ગ્રામ, બાઈક, મોબાઇલ અને આધારકાર્ડ સહિત કુલ રૂ.84,885નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે પકડાયેલ આરોપી ગજેન્દ્રસિંહ જગતસિંહ ઝાલા (રહે.તાજપુરી, તા. હિંમતનગર) વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરાયો હતો. જ્યારે અન્ય એક આરોપી (રહે. અમદાવાદ)ને પકડવાનો બાકી છે. બંને સામે પોલીસે ગુનો નોંધ કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    રોલા ટ્રસ્ટે પ્રાથમિક શાળાના બાળકોને સિનેમામાં ‘હનુમાન અંશ’ ફિલ્મ બતાવી:રાજહંસ સિનેમા ખાતે બાળકોમાં ઉત્સાહ અને આનંદ છવાયો, વાલીઓએ પણ આવકાર્યું
    Next Article
    Gujarat Breaking News | 10 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર | Rain Update News | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment