Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેપ્ટન સ્મિત મચ્છરના સ્વાસ્થ્ય માટે ગીર સોમનાથના દેવાલયોમાં પ્રાર્થના:સોમનાથ સહિત ઉંબા, પ્રાંચી, દ્રોણેશ્વર અને તુલસીશ્યામમાં વિશેષ આરતી થઈ

    20 hours ago

    કેપ્ટન સ્મિત મચ્છરના ઝડપી સ્વસ્થ થવા માટે ગીર સોમનાથ જિલ્લાના વિવિધ દેવાલયોમાં વિશેષ પ્રાર્થનાઓ યોજાઈ હતી. વિમાન ઉડાન દરમિયાન સર્જાયેલી કપરી પરિસ્થિતિમાં તેમણે અદમ્ય સાહસ બતાવ્યું હતું. ગંભીર રીતે ઘાયલ હોવા છતાં, કેપ્ટન મચ્છરે 174 મુસાફરોના જીવ બચાવી મોટી દુર્ઘટના ટાળી હતી. તેમના સાહસ અને ફરજપરાયણતાને કારણે ગુજરાત સહિત દેશભરમાં તેમના માટે પ્રાર્થનાઓ થઈ રહી છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પણ કેપ્ટન સ્મિત મચ્છરના ઝડપથી સંપૂર્ણ સ્વસ્થ થવા માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવી. ભક્તોએ દેવાધિદેવ મહાદેવ તેમને કૃપા કરે તેવી ભાવના સાથે પ્રાર્થના કરી. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ઉંબા ગામ ખાતે આવેલા ઓમનાથ દેવાલય, સુત્રાપાડા તાલુકાના પ્રાંચી તીર્થ, ગીરગઢડા તાલુકાના દ્રોણેશ્વર દેવાલય તેમજ તુલસીશ્યામ સહિતના દેવાલયોમાં પણ સાંજની આરતી દરમિયાન તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના યોજાઈ હતી. સ્થાનિક શ્રદ્ધાળુઓએ તેમના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી.
    Click here to Read More
    Previous Article
    ક્લાસમાં ઘૂરતા વિદ્યાર્થિનીએ ફરિયાદ કરી, શિક્ષકે ધમકાવતા વિદ્યાર્થી મારવા દોડ્યો:એક ફ્રેન્ડને મારીને બેભાન કરી, બીજીની સાઇકલ તોડી; અમદાવાદની સ્કૂલે લઘુમતી સમાજના સગીરને એલસી આપ્યું
    Next Article
    4 વર્ષની બાળકીની શ્વાસનળીમાંથી 22 દિવસે ‘નઝરિયા’નો પારો બહાર કઢાયો:રાજકોટની હોસ્પિટલમાં ENT સર્જને મુશ્કેલ બ્રોન્કોસ્કોપી દ્વારા બાળકીને નવજીવન આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment