Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:વિમાન હાઇજેક થયું હોત તો ઇઝરાયલ તેને હવામાં જ ફૂંકી મારત, સરકારનો સિક્રેટ પ્લાન લીક, આવતા વર્ષે ભારત-પાકિસ્તાનની વનડેમાં ટક્કર

    11 hours ago

    નમસ્તે, ઈઝરાયલ સરકારે દુબઈથી આવી રહેલા વિમાનને તોડી પાડવાની તૈયારી કરી હતી. શેરબજાર સતત 8મા અઠવાડિયે લાલ નિશાનમાં બંધ થયું. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ જાણો કે ICCએ વનડે વર્લ્ડ કપ 2027નું શિડ્યૂલ જાહેર કર્યું. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. મુંબઈમાં CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાને લઈને કોકરોચ જનતા પાર્ટીનું પ્રદર્શન થશે. 📰 કાલના મોટા સમાચારો 1. વિમાન હાઇજેક થાય તો ઇઝરાઇલ તેને તોડી પાડત:9/11 જેવા હુમલાને રોકવા માટે ફાઇટર જેટ્સ મોકલ્યા, હુમલાખોર સાથે વાતચીત કરવાની તૈયારી પણ હતી ઇઝરાયલે દુબઈથી ઉડાન ભરનારા તે વિમાનને તોડી પાડવાની તૈયારી કરી લીધી હતી, જેના હાઇજેક અંગેનો એલર્ટ મોકલવામાં આવ્યો હતો. બુધવારે એલર્ટ મળતાની સાથે જ ફાઇટર જેટ્સ રવાના કરી દેવામાં આવ્યા હતા. વિમાનમાં 174 મુસાફરો સવાર હતા. ટાઇમ્સ ઑફ ઇઝરાઇલના અહેવાલ મુજબ સરકારને આશંકા હતી કે જો વિમાનનું નિયંત્રણ પાછું મેળવવામાં નહીં આવે, તો તે ઇઝરાઇલમાં 9/11 જેવા હુમલાને અંજામ આપી શકે છે. ખતરો ટાળવા માટે વિમાનને હવામાં જ તોડી પાડવું પડી શકે તેમ હતું. સંપૂર્ણ સમાચાર વાંચો 2. સતત 8મા અઠવાડિયે માર્કેટ લાલચોળ, 10 લાખ કરોડ સ્વાહા:વિદેશી રોકાણકારોએ 7 દિવસમાં ₹29 હજાર કરોડ પાછા ખેંચ્યા ને તૂટતા રૂપિયાએ રોકાણકારોને રોવડાવ્યા શેરબજાર સતત 8મા અઠવાડિયે લાલ નિશાનમાં બંધ થયું છે. આજે 1 ઑક્ટોબરે અઠવાડિયાના અંતિમ કારોબારી દિવસે સેન્સેક્સ 570 પોઈન્ટ અથવા 0.79% ઘટીને 71,910 પર બંધ થયો. નિફ્ટીમાં 198 પોઈન્ટ અથવા 0.88%નો ઘટાડો રહ્યો અને તે 22,422 પર આવી ગયો છે. ઑટો અને મીડિયા શેરોમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી છે. બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન (એમ-કેપ) અગાઉના સત્રના 471.86 લાખ કરોડ રૂપિયાથી લગભગ 10.08 લાખ કરોડ રૂપિયા ઘટીને 461.77 લાખ કરોડ રૂપિયા થઈ ગયું, કારણ કે શેરોમાં ભારે ઘટાડો થયો. પરંતુ માર્કેટ બંધ થયા બાદ તેમાં થોડી રિકવરી આવી અને કુલ નુકસાન 6 લાખ કરોડ રૂપિયા રહી જતાં બીએસઈ માર્કેટ કેપિટલાઇઝેશન 466 લાખ કરોડ રૂપિયા થઈ ગયું. સંપૂર્ણ સમાચાર વાંચો 3. વનડે વર્લ્ડ કપ 2027: ભારત-પાકિસ્તાન 10 ઑક્ટોબરે ટકરાશે:ટૂર્નામેન્ટમાં 3 વખત મુકાબલો થઈ શકે છે, 14 ટીમો 57 મેચ રમશે; જુઓ સંપૂર્ણ શિડ્યૂલ ICCએ વનડે વર્લ્ડ કપ 2027નું શેડ્યૂલ જાહેર કરી દીધું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો 10 ઑક્ટોબરે રમાશે. બંને ટીમો ગ્રુપ-Aમાં છે. ટૂર્નામેન્ટ 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી રમાશે. યજમાની દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા કરશે. વર્લ્ડ કપમાં પહેલીવાર 14 ટીમો ભાગ લેશે અને 57 મેચ રમાશે. મુકાબલા 12 સ્થળોએ યોજાશે. સંપૂર્ણ સમાચાર વાંચો 4. ICCએ બદલ્યા ક્રિકેટના 8 મોટા નિયમો:બેટિંગમાં ટાઇમપાસ કર્યો તો 5 રનની પેનલ્ટી; રનઆઉટથી લઈને વાઇડ સુધીના નિયમો બદલાયા, ડ્રિંક્સ બ્રેકમાં કોચ પણ મેદાનમાં આવશે ICCએ ગુરુવારે ક્રિકેટના નિયમોમાં 8 ફેરફાર કર્યા છે. હવે બેટિંગ દરમિયાન જો કોઈ બેટર જાણીજોઈને સમય બગાડે છે, તો ફિલ્ડિંગ ટીમને 5 પેનલ્ટી રન મળશે. પુરુષ, મહિલા અને જુનિયર ક્રિકેટમાં વપરાતા બોલના કદ અને વજન માટે અલગ-અલગ મર્યાદા નક્કી કરવામાં આવી છે. સંપૂર્ણ સમાચાર વાંચો 5. અમેરિકામાં મોતના 2 ઈન્જેક્શન આપ્યા બાદ પણ મહિલા બચી:ધબકારા ચાલુ જ હતા, ઊંઘમાં નસકોરાં બોલાવી રહી હતી; અંતે મોતની સજા ટળી અમેરિકામાં મૃત્યુદંડની સજા પામેલી એક મહિલા કેદીને બુધવારે મોતના 2 ઇન્જેક્શન આપવામાં આવ્યા, પરંતુ તેમ છતાં તેનું મૃત્યુ થયું નહીં. તેના હૃદયના ધબકારા ચાલુ રહ્યા અને તે ઊંઘમાં નસકોરાં લઈ રહી હતી. આ મામલો અમેરિકાના ટેનેસી રાજ્યનો છે. ક્રિસ્ટા ગેલ પાઈક નામની મહિલાને 1995માં હત્યાના કેસમાં દોષિત ઠેરવવામાં આવી હતી. એક વર્ષ બાદ તેને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી હતી. જોકે હવે તેની સજા ટાળી દેવામાં આવી છે. સંપૂર્ણ સમાચાર વાંચો 6. સરકારે એક જ દિવસમાં 2 IASને ફરજિયાત નિવૃત કરી દીધા:'ઓપરેશન ગંગાજળ' અંતર્ગત ગૌરવ દહીયા અને કે. રાજેશ ઘરભેગા, ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ ગુજરાત સરકારે 'ઓપરેશન ગંગાજળ' અંતર્ગત એક જ દિવસમાં બે IAS અધિકારીઓને ફરજિયાત નિવૃત કરી દેતા ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે. સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર કે. રાજેશ અને અધિક વિકાસ કમિશનર ગૌરવ દહીયાને રાજ્ય સરકારે વય નિવૃત થાય તે પહેલા જ નિવૃત કરી દીધા. મહત્વનું છે કે, સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રહેલા કે. રાજેશ લાંબા સમયથી સસ્પેન્ડ હતા અને તેમના વિરુદ્ધ CBI તથા ED દ્વારા ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ સંબંધિત તપાસ થઈ ચૂકી છે. સંપૂર્ણ સમાચાર વાંચો 7. કેપ્ટન સ્મિત મચ્છરના વઢવાણના ઘરે પહોંચ્યું ભાસ્કર:પડોશીએ કહ્યું- ખૂબ સારું કામ કર્યું; સાળા-સસરા સાથે ભાસ્કરની વાતચીત, 180 મુસાફરોને મોતના મુખમાંથી બચાવ્યા હતા ભારતીય પાઇલટ સ્મિતે દુબઈથી ઇઝરાયલ જઈ રહેલી ફ્લાઇટને ક્રેશ થવાથી બચાવી લીધી હતી. સ્મિત મચ્છર પર તેમના કો-પાઇલટે જ ચાકુથી હુમલો કર્યો હતો. ઘાયલ હોવા છતાં સ્મિત તેની સાથે લડતા રહ્યા અને અન્ય મુસાફરોની મદદથી તેને કાબૂમાં લીધો. ઇઝરાયલના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે પાઇલટની હિંમતને કારણે મોટી ઘટના ટળી ગઈ. નહિતર 2001માં બનેલી અમેરિકાની 9/11 જેવી ઘટના બની શકતી હોત. હુમલાખોરને કાબૂમાં લીધા બાદ વિમાનમાં બેઠેલા મુસાફરોએ તાળીઓ પાડીને ખુશી વ્યક્ત કરી. આ ફ્લાઇટમાં મોટાભાગના મુસાફરો ઇઝરાયલી હતા. સંપૂર્ણ સમાચાર વાંચો 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1. નેશનલઃ PM મોદીએ કહ્યું- UPSC વિકસિત ભારતને ગવર્નન્સ આપવાનું માધ્યમ:ઉમેદવારની બે કસોટીઓ, નેશન ફર્સ્ટ, સિટિઝન્સ ફર્સ્ટ; સંસ્થાના 100 વર્ષ પૂર્ણ (સંપૂર્ણ સમાચાર વાંચો) 2. ઈન્ટરનેશનલઃ ઝિમ્બાબ્વેમાં હેલિકોપ્ટર ક્રેશ, જાણીતા બિઝનેસમેન સહિત 6નાં મોત:પત્ની પણ સવાર હતી, રાષ્ટ્રપતિના નજીકના ગણાતા ચિવાયો; દુર્ઘટના બાદ હેલિકોપ્ટરમાં લાગી આગ (સંપૂર્ણ સમાચાર વાંચો) 3. નેશનલઃ દેશમાં 13મું સૌથી સૂકું ચોમાસું:પંજાબમાં 41% અને રાજસ્થાનમાં 21% ઓછો વરસાદ થયો; 10 ઓક્ટોબર સુધી દેશભરમાંથી ચોમાસું વિદાય લેશે (સંપૂર્ણ સમાચાર વાંચો) 4. ઈન્ટરનેશનલઃ વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પે સુંદરે પિચાઇની મજાક ઉડાવી?:'આ માણસ મોન્સ્ટર છે' કહેતા જ ગૂગલ CEOએ આપ્યો જબરદસ્ત વળતો જવાબ; VIDEO (સંપૂર્ણ સમાચાર વાંચો) 5. બિઝનેસઃ હવે દર શનિવારે બેંકો બંધ રહેશે?:5 ડે વર્કિંગ પર નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલો પરિપત્ર સોશિયલ મીડિયામાં વાઇરલ, PIBએ તેને ફેક ગણાવ્યો (સંપૂર્ણ સમાચાર વાંચો) 6. સ્પોર્ટ્સઃ શુભમન ગિલે ઈશાન-મેક્સવેલના રેકોર્ડ્સના કચ્ચરઘાણ:વન-ડે ક્રિકેટનો સૌથી આક્રમક રનચેઝ; ગુવાહાટીમાં હાઇસ્કોરિંગ મેચમાં રેકોર્ડ્સની વણઝાર લાગી (સંપૂર્ણ સમાચાર વાંચો) 7. ધર્મઃ ઓક્ટોબર મહિનામાં તહેવારોની રમઝટ:પિતૃપક્ષનું સમાપન, નવરાત્રિ અને કરવાચોથ સુધી આવશે 10 મોટાં વ્રત-તહેવાર (સંપૂર્ણ સમાચાર વાંચો) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ ગુજરાતના આ ગામમાં પાણીપુરી પર પ્રતિબંધ ગુજરાતના એક ગામમાં પાણીપુરી અને ફાસ્ટ ફૂડ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પકડાઈ જવા પર 5થી 10 હજાર રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. મહેસાણા જિલ્લાના ચાણસોલ ગામમાં પાણીપુરી અને ફાસ્ટ ફૂડ ખાવાથી ઘણાં બાળકો બીમાર પડ્યાં હતાં. ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. 34 હજાર ફૂટ ઊંચેથી પ્લેન નીચે આવ્યું:લોહીથી લથબથ ગુજરાતી પાઇલટે કોકપિટ કેવી રીતે ખોલી? 17 મિનિટમાં 9/11 જેવો હુમલો ટળ્યો ને કેપ્ટન સ્મિત હીરો બની ગયા 2. અંદરથી જુઓ ઈમરજન્સી કંટ્રોલ રૂમ:હવે 6 સર્વિસ માટે યાદ રાખો એક જ આંકડો; સરકારે કેમ પસંદ કર્યો નંબર 112 3. આજનું એક્સપ્લેનર:AI આપણને 4 રીતે મારી શકે છે, આ કારણથી જ દિગ્ગજોએ કરાર કર્યો; શું માણસો જેવું અનુભવી રહ્યું છે AI? 4. બ્લેકબોર્ડ: દીકરી સાથે બળાત્કાર, કાળજું કાઢીને ખાઈ ગયો:છોકરો પેદા કરવા માટે પાડોશીએ તાંત્રિકના કહેવા પર જીભ કાપી, આંખ ફોડી 5. ગુજરાતના જુવાનિયાઓની દારૂપાર્ટી, VIDEO:રીલ બનાવવા જતાં ઈન્ફ્લૂએન્સરને ધોઇ નાખ્યો, MLA કુમાર કાનાણીએ ટ્રાફિક પોલીસને ચીંટિયો ભર્યો 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ શુક્રવારનું રાશિફળ:સિંહ અને કન્યા રાશિના લોકોને લાભ મળશે, મેષ અને વૃષભ જાતકોએ અજાણ્યા લોકોથી સાવધાન રહેવું (સંપૂર્ણ રાશિફળ વાંચો)
    Click here to Read More
    Previous Article
    Delh's Barapullah Phase-III Flyover Remains Congested A Day After Opening
    Next Article
    ભારતે એશિયન ગેમ્સમાં 11મો ગોલ્ડ જીત્યો:તીરંદાજીમાં ચોથો ગોલ્ડ મેડલ, મહિલા રિકર્વ ટીમે કોરિયાને હરાવ્યું

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment