Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારતીય બાસ્કેટબોલ ટીમના પૂર્વ કેપ્ટન દિશાંત શાહનો પ્રયાસ:બરોડા બાસ્કેટબોલ લીગમાં પ્રથમ વખત મહિલા ટીમોનો સમાવેશ, કહ્યું; 'નવું યંગ ટેલેન્ટ બહાર આવશે, ભવિષ્યમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. બરોડાનું બાસ્કેટબોલ ટેલેન્ટ ખૂબ જ સારું છે'

    1 day ago

    આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલ ખેલાડી દિશાંત શાહ દ્વારા આયોજિત ‘બરોડા બાસ્કેટબોલ લીગ–સીઝન 3’નો સમા ઇન્ડોર કોમ્પ્લેક્સ ખાતે ઉત્સાહભેર પ્રારંભ થયો હતો. 1થી 4 ઑક્ટોબર દરમિયાન યોજાનારી આ લીગમાં 6 પુરુષ અને 4 મહિલા ટીમો ભાગ લઈ રહી છે. વડોદરામાં પ્રથમ વખત આ લીગમાં પુરુષોની સાથે મહિલા ટીમોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. લીગના સ્થાપક અને આયોજક દિશાંત શાહના સંપૂર્ણ સહયોગ અને અથાગ પ્રયત્નોથી આ આયોજન સાકાર થયું છે. તેમણે 8 વર્ષ સુધી ભારતીય બાસ્કેટબોલ ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે, જેમાં 4 વર્ષ સુધી તેઓ ભારતીય ટીમના કેપ્ટન રહ્યા હતા. પોતાના અનુભવનો લાભ યુવા ખેલાડીઓને મળે અને વડોદરામાં બાસ્કેટબોલને વધુ પ્રોત્સાહન મળે તે હેતુથી તેમણે આ લીગ ઊભી કરી છે. ખેલાડીઓની કિટ, એનર્જી ડ્રિન્ક્સ સહિતની તમામ જરૂરી સુવિધાઓની વ્યવસ્થા દિશાંત શાહ દ્વારા કરવામાં આવી છે. રાષ્ટ્રીય સ્તરની ટુર્નામેન્ટ જેવી સુવિધાઓ સાથેનું આ આયોજન ખેલાડીઓને પોતાની પ્રતિભા દર્શાવવા માટે ઉત્તમ મંચ પૂરું પાડે છે. દરેક ટીમમાં વડોદરા બહારના બે ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સમગ્ર લીગમાં ગુજરાત બહારના 4 પુરુષ અને 2 મહિલા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ભારત તરફથી રમેલા સહજ પટેલ અને હાલમાં ભારતીય રાષ્ટ્રીય ટીમમાં રમી રહેલા આંતરરાષ્ટ્રીય ખેલાડી આયુષ સિંહની ભાગીદારી લીગનું વિશેષ આકર્ષણ છે. સ્પર્ધામાં કુલ 3 લાખ રૂપિયાની રોકડ ઇનામી રકમ રાખવામાં આવી છે. ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા કુલ 5 ખેલાડીઓ 3 પુરુષ અને 3 મહિલાને નિવિયાના સ્પોર્ટ્સ શૂઝની એક-એક જોડી આપવામાં આવશે. આ ઉપરાંત ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે નિવિયાના બાસ્કેટબોલ, ટ્રોફીઓ અને અન્ય અનેક આકર્ષક ઉપહારો પણ રાખવામાં આવ્યા છે. પુરુષોની સાથે મહિલા ટીમોની ભાગીદારીથી આ લીગને નવી દિશા મળી છે. 4 દિવસ દરમિયાન યોજાનારા મુકાબલાઓ વડોદરાના રમતપ્રેમીઓને બાસ્કેટબોલનો રોમાંચ માણવાની તક પૂરી પાડશે. ભારતીય બાસ્કેટબોલ ટીમના પૂર્વ કેપ્ટન દિશાંત શાહે જણાવ્યું હતું કે, આ લીગના આયોજનનો મુખ્ય હેતુ બરોડા અને ગુજરાતના ખેલાડીઓ માટે એક પ્રોફેશનલ પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. હું પ્રોફેશનલ લીગ રમી ચૂક્યો છું અને અને ઇન્ડિયન ટીમના કેપ્ટન પણ ચૂક્યો છું. ખેલાડીઓ અહીં એકબીજા સાથે રમીને પોતાની ક્ષમતા ચકાસી શકે છે અને તેમાંથી નવું યંગ ટેલેન્ટ બહાર આવશે જે ભવિષ્યમાં બરોડા, ગુજરાત અને ભારતનું પ્રતિનિધિત્વ કરી શકશે. બરોડાનું બાસ્કેટબોલ ટેલેન્ટ ખૂબ જ સારું છે. BCAના પ્રમુખ પ્રણવ અમીને જણાવ્યું હતું કે, બરોડા બાસ્કેટબોલ લીગનું આ સળંગ ત્રીજું વર્ષ છે, જેમાં આ વખતે પ્રથમ વખત વિમેન્સ લીગની શરૂઆત કરવામાં આવી છે. આ વર્ષે મહિલાઓની 4 ટીમો સહિત કુલ 10 ટીમો આ લીગમાં ભાગ લેશે, જેની મેચો 1થી 4 ઓક્ટોબર દરમિયાન સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમાશે. બરોડા એક સ્પોર્ટિંગ સિટી છે અને અલગ-અલગ રમતો અહીંના કલ્ચરમાં વણાયેલી છે, તેથી આ ટુર્નામેન્ટને ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જેમ ક્રિકેટમાં છોકરીઓનો રસ વધ્યો છે, તેમ બાસ્કેટબોલમાં પણ છોકરીઓનો રસ વધુ જાગૃત થશે. બાળકો માટે કોઈપણ રમત રમવી ખૂબ જ જરૂરી છે, કારણ કે સ્પોર્ટ્સમાંથી તેમનામાં શિસ્ત અને ધીરજ આવે છે જે તેમને આખી જિંદગી ઉપયોગી થાય છે. રમતમાં હાર્યા પછી ફરીથી કઈ રીતે ઊભા થવું તે શીખવું સૌથી મહત્વનું છે. બાસ્કેટબોલ એક ખૂબ જ ઝડપી રમત હોવાથી તેમાં ખેલાડીઓએ પણ ઝડપથી રિકવર થવાનું હોય છે, જે બાળકો માટે એક ખૂબ જ સારી શીખ બની રહે છે. ઉદ્ઘાટન સમારોહના વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, આવકવેરા વિભાગનાં એડિશનલ ડિરેક્ટર ભાવના સિંહ, જોઈન્ટ કમિશનર શ્રી કમલદીપ સિંહ, એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સના મેનેજિંગ ડિરેક્ટર પ્રણવ અમીન, લીગના મુખ્ય ટાઇટલ સ્પોન્સર જીડેનના સ્થાપક જિગર ઠક્કર, નવરચના એજ્યુકેશન સોસાયટીનાં ચેરપર્સન તેજલ અમીન, ફાર્મસનના પ્રેસિડેન્ટ રાહુલ શર્મા, મેરિયટ હોટેલ્સના મેનેજિંગ ડિરેક્ટર અમિતાભ ચક્રવર્તી, સાઈ હોસ્પિટલના સ્થાપક ડૉ. મનોજ મહેતા, સિગ્મા યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ હર્ષ શાહ અને વાઇસ પ્રેસિડેન્ટ શ્રેયા શાહનો સમાવેશ હતો.
    Click here to Read More
    Previous Article
    Gujarat University shooting academy | ગુજરાત યુનિવર્સિટીએ શૂટિંગ એકેડમીનો કોન્ટ્રાક્ટ રદ્દ કર્યો
    Next Article
    ધારાસભ્ય ભરત પટેલે પારનેરા શાળાની મુલાકાત લીધી:બાળકો સાથે સંવાદ કર્યો, વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો અને જરૂરિયાતો જાણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment