Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેલવે સંચાલન વધુ સુરક્ષિત બનશે:રાજકોટ રેલવે ડિવિઝનનાં ઓખા-ગોરિંજા સેક્શનમાં વધારાના પાણી નિકાલ માર્ગનું નિર્માણ કાર્ય પૂર્ણ, ટ્રેક ધોવાણનું જોખમ ઘટશે

    1 day ago

    પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને ચોમાસા દરમિયાન સર્જાતી પાણીના ભરાવાની સમસ્યા દૂર કરવા અને રેલ સંચાલનની સુરક્ષા વધારવા ઓખા–ગોરિંજા સેક્શનમાં વધારાના પાણી નિકાલ માર્ગનું નિર્માણ સફળતાપૂર્વક પૂરું કર્યું છે. સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીના જણાવે છે કે 15 મીટર લંબાઈ, 3 મીટર પહોળાઈ અને 1.9 મીટર ઊંચાઈ ધરાવતા આ નિકાલ માર્ગથી ભારે વરસાદમાં ટ્રેકની આસપાસ પાણી એકત્રિત થવાની સમસ્યા હલ થશે. અગાઉ રેલવે ટ્રેકની જમણી બાજુ પાણી ભરાતા ટ્રેક ધોવાઈ જવાનું જોખમ રહેતું હતું. હવે આ પાણી જમણી બાજુથી ડાબી બાજુ વહીને નેશનલ હાઈવેના પુલ મારફતે સરળતાથી બહાર નીકળી જશે. આ વ્યવસ્થાથી પ્રતિકૂળ હવામાનમાં ટ્રેનોનું સલામત સંચાલન શક્ય બનશે અને ચોમાસામાં સમયપત્રક જાળવવામાં મદદ મળશે. આ કામગીરી પૂર્ણ કરવા માટે રાત્રે 23:00 વાગ્યાથી સવારે 04:00 વાગ્યા સુધી ટ્રાફિક બ્લોક લેવાયો હતો. નિયત સમયમાં નિર્માણ પૂરું કરીને બ્લોક સમાપ્ત કરી ટ્રેન વ્યવહાર પુનઃ શરુ કરી દેવાયો હતો. ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું કે ચોમાસામાં રેલ સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આ વધારાના પાણી નિકાલ માર્ગથી ભારે વરસાદમાં અસરકારક નિકાલ થશે અને રેલવે ટ્રેકના ધોવાણ તેમજ નુકસાનનું જોખમ ઘટશે. રાજકોટ શિક્ષણ સમિતિના 12 સભ્યો બિનહરીફ, ટૂંક સમયમાં ચેરમેન-વાઈસ ચેરમેનની ચૂંટણી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 12 સભ્યો બિનહરીફ ચૂંટાયા છે. ગઈકાલે ભાજપના 11 અને કોંગ્રેસના 1 ઉમેદવારે ફોર્મ ભર્યા બાદ આજે ચૂંટણી અધિકારી અને મેયર ડો. નેહલ શુકલ દ્વારા ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં તમામ ફોર્મ માન્ય ઠર્યા હતા. સમય અને ખર્ચ બચાવવા માટે બંને પક્ષોએ ઉમેદવારો ઉતાર્યા હતા, જેના કારણે 21 ઓક્ટોબરે યોજાનારી ચૂંટણી ટળી છે. હવે સરકાર નિયુક્ત 3 સભ્યો સાથે 15 સભ્યોના નામનું જાહેરનામું ટૂંક સમયમાં બહાર પડશે. ભાજપ સંગઠન દ્વારા ડો. નરેન્દ્ર વિસાણી અને કુમારભાઈ શાહના નામ મોકલવામાં આવ્યા છે, જ્યારે 1 ગેઝેટેડ ઓફિસરની ભલામણ કરાશે. જાહેરનામા બાદ ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી માટે બેઠક મળશે. આ વખતે મહિલા સભ્યને પણ તક મળી શકે છે, છતાં હરેશ કાનાણી, કપિલ નથવાણી, પ્રવિણ ચાવડા અને યોગરાજસિંહ જાડેજાના નામો ચર્ચામાં છે. રાજકોટમાં પાણીચોરી રોકવા મનપા દ્વારા 18 વોર્ડમાં સ્પેશિયલ સ્કવોડ તૈનાત અપૂરતા વરસાદને કારણે રાજકોટને આખું વર્ષ નર્મદા નીર પર આધાર રાખવો પડે તેમ હોવાથી મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ પાણીચોરી રોકવા તમામ 18 વોર્ડમાં સ્પેશિયલ ચેકિંગ સ્કવોડની રચના કરી છે. આ ટીમ ડાયરેક્ટ પમ્પિંગ અને ભૂતિયા નળ જોડાણ અંગે સઘન ચેકિંગ કરશે. જેમાં પ્રથમવાર ઇલેક્ટ્રિક મોટરથી પાણીચોરી કરતા પકડાશે તો મોટર જપ્ત કરી 2000નો દંડ કરાશે. ચાર દિવસમાં દંડ ન ભરાય તો નળ જોડાણ કાપી નંખાશે, જ્યારે દંડ ભર્યા બાદ 30 દિવસમાં મોટર લઈ નહીં જવાય તો તેનો ભંગાર તરીકે નિકાલ કરાશે. બીજી વાર પકડાનાર સામે સીધી પોલીસ ફરિયાદ થશે. પ્રથમ વાર ભૂતિયા નળ જોડાણ પકડાય તો રેગ્યુલાઈઝ કરવાનું રહેશે, પરંતુ બીજી વાર પકડાશે તો રૂ. 5000નો દંડ અને પોલીસ ફરિયાદ થશે. પાણીનો બગાડ કરનારને પણ રૂ. 250નો દંડ કરાશે. આવતીકાલે ગાંધી જયંતિ નિમિત્તે ગાંધી મ્યુઝિયમ ખાતે ‘ગાંધી ધૂન’ યોજાશે પૂ. મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી પ્રસંગે રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ લી.ના સંયુક્ત ઉપક્રમે આવતીકાલે સવારે 11 કલાકે જવાહર રોડ, જયુબિલી ચોક સ્થિત પૂ. મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે "ગાંધી ધૂન" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડૉ. નેહલ શુક્લ તેમજ પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા હાજર રહેશે. આ પ્રસંગે વિશેષ ઉપસ્થિતિમાં ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, રમેશભાઈ ટીલાળા, ડૉ. દર્શિતાબેન શાહ અને ઉદયભાઈ કાનગડ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ કલાકાર ઋષભ આહીર દ્વારા પૂ. ગાંધીજીના પ્રિય ભજનો, ધૂન અને લોકગીતોની પ્રસ્તુતિ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    शिव कुमार बटालवी की 60 साल पुरानी कविता से बना हिंदी सिनेमा का रोमांटिक गाना, आलिया भट्ट-दिलजीत दोसांझ की आवाज, आज भी सदाबहार
    Next Article
    યુવતીને લગ્નની લાલચ આપી હોટલોમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું:વડોદરામાં બે સંતાનના પિતાએ યુવતી સાથે વારંવાર દુષ્કર્મ કરીને ગર્ભવતી બનાવી, બે વાર ગર્ભપાત કરાવ્યુ, જાનથી મારી નાખવાની ધમકી, આરોપીની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment