Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જેડી મજેઠિયા ને આતિશ કાપડિયાની જોડીએ 'ચુંબક'માં મચાવી ધમાલ:બકબક કરતી માનસી પારેખ ને ટાઇગર મોમ બનતી ડેલનાઝ ઈરાનીનો અનોખો અંદાજ જોવા મળ્યો

    18 hours ago

    આજે એટલે કે પહેલી ઓક્ટોબરે વેબ સિરીઝ 'ચુંબક'નો બીજો ભાગ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ ચૂક્યો છે. હિંદી વેબસિરીઝ ગુજરાતી એવા જેડી મજેઠિયાએ પ્રોડ્યૂસ કરી છે. આ સિરીઝના ડિરેક્ટર આતિશ કાપડિયા છે. નોંધનીય છે કે જેડી મજેઠિયા ને આતિશ કાપડિયાની જોડીએ આ પહેલા 'ખિચડી', 'સારાભાઈ વર્સિસ સારાભાઈ' જેવી કલ્ટ કોમેડી સિરિયલ આપી છે. આ જ કારણે 'ચુંબક'ની ચાહકો આતુરતાથી રાહ જોતા હતા. સિરીઝમાં આપણી અસ્સલ ગુજરાતણ માનસી પારેખ મહત્ત્વના રોલમાં જોવા મળી છે. વાત હવે, 'ચુંબક' સિરીઝ અંગે કરીએ તો, સિરીઝનો પહેલો ભાગ 10 સપ્ટેમ્બરે રિલીઝ કરવામાં આવ્યો હતો, જેમાં ચાર એપિસોડ સામેલ હતા. સિરીઝના ચારેય એપિસોડ દર્શકોને ઘણાં જ ગમ્યા હતા. હવે સિરીઝના બાકીના ચાર એપિસોડ રિલીઝ કરી દેવામાં આવ્યા છે. નીના ગુપ્તા-દેવેન ભોજાણી લીડ રોલમાં સિરીઝમાં નીના ગુપ્તા ને દેવેન ભોજાણી સેન્ટરમાં છે, જ્યારે અન્ય કલાકારોની વાત કરીએ તો, અર્જુન બિજલાની, હેલી શાહ, માનસી પારેખ, સુમીત વ્યાસ, સંદીપા ધર, ડેલનાઝ ઈરાની છે. સિરીઝની વાર્તાની વાત કરીએ તો, પહેલા ભાગમાં 'ચુંબક કોલોની'માં રહેતા પાડોશીઓ એકબીજાની લાઇફમાં કેવી રીતે દખલગીરી કરે છે તે બતાવવામાં આવ્યું છે. નીના ગુપ્તા ને દેવેન ભોજાણી ઉંમરના એક તબક્કા બાદ ડિવોર્સ લેવાનું વિચારે છે. આ વાત ચુંબક કોલોનીમાં ફેલાઈ જાય છે અને પાડોશીએ આ વાતથી ચિંતામાં છે અને તેમના ડિવોર્સ ના થાય તે માટે પ્રાઇવસીની મર્યાદા ચૂકીને પણ કંઈકને કંઈક હેલ્પ કરવા ઉત્સુક રહે છે. આ દરમિયાન પાડોશીઓના જીવનમાં પણ કંઈકને કંઈક બદલાવ આવે છે. સિરીઝમાં માનસી પારેખે પ્રિયંકા ખન્નાનો રોલ પ્લે કર્યો છે. મિડલ ક્લાસ હાઉસવાઇફના રોલમાં માનસી પારેખ સિરીઝમાં સતત બોલતી જ રહે છે. એક ઇન્ટરવ્યૂમાં માનસી પારેખે કહ્યું હતું કે તે રિયલ લાઇફમાં ક્યારેય આટલું બોલતી નથી. આ જ કારણે તે સેટ પર આટલું બધું બોલવાને કારણે થાકી જતી હતી. સિરીઝમાં તેનો તકિયા કલામ 'બોલિયે બોલિયે'એ સો.મીડિયામાં ધૂમ મચાવી છે. સિરીઝમાં જો સૌથી વધુ જે પાત્રની વાત થઈ હોય તો તે ગુલશન તારાપોરવાલાની છે. આ પાત્ર ડેલનાઝ ઇરાનીએ ભજવ્યું છે. ડેલનાઝ સિરીઝમાં સાસુના રોલમાં જોવા મળી છે. તે મોટેથી બોલતી બિન્ધાસ્ત પારસી મહિલા તરીકે અલગ જ લાગે છે. સિરીઝમાં ડેલનાઝ પોતાની વહુ હુતોક્ષી (અમાયરા દસ્તુર) સાથે નાની-નાની વાતોમાં ઝઘડતી જોવા મળે છે. હુતોક્ષી ચુંબક સોસાયટીના કિસ્સાઓ પરથી 'ધ ચુંબક ચેપ્ટર્સ' બુક લખતી હોય છે. તેની આ વાત જ ગુલશનને પંસદ નથી અને તેને ટોકતી હોય છે. ગુલશન ગોસિપ કરવામાં માને છે, પરંતુ જ્યારે ચુંબક કોલોની પર કોઈ મુસબીત આવે ત્યારે ટાઇગર મોમ બનીને સોસાયટીની પડખે ઊભી રહે છે. ફેમિલી સાથે ટાઇમપાસ કરવા આ સિરીઝ એકવાર તો અચૂક જોવી જોઈએ....
    Click here to Read More
    Previous Article
    India's Schedule At Asian Games 2026, October 2: India Face China For Hockey Gold, Lovlina Borgohain And Co. Eye Glory In Boxing Ring
    Next Article
    Adhir Chowdhury's 'Congress Offer' To Mamata Banerjee With 'Baggage' Rider

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment