Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નુસરત ભરુચાનો બાલીમાં અકસ્માત:ઈજા થતાં હૉસ્પિટલમાં દાખલ; કામના સંબંધમાં ઇન્ડોનેશિયા ગઈ છે એક્ટ્રેસ

    10 hours ago

    બોલિવૂડ એક્ટ્રેસ નુસરત ભરુચાનો ઇન્ડોનેશિયાના બાલીમાં અકસ્માત થયો છે. આ અકસ્માતમાં તેને ઈજા થઈ છે. ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. એનડીટીવીએ પોતાના અહેવાલમાં આવો દાવો કર્યો છે. જોકે, તેની ઈજા કેટલી ગંભીર છે તેની માહિતી સામે આવી નથી. એનડીટીવીના અહેવાલમાં સૂત્રોના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે, નુસરત બાલીમાં કામના સંદર્ભે ગઈ હતી. આ દરમિયાન તે અકસ્માતનો ભોગ બની હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, સારવારને કારણે નુસરતને બાલીમાં પોતાનું રોકાણ વધારવું પડ્યું છે. નોંધનીય છે કે, અકસ્માતના લગભગ એક અઠવાડિયા પહેલાં નુસરતે સોશિયલ મીડિયા પર રજાઓની કેટલીક તસવીરો શેર કરી હતી. ટાઇગર શ્રોફની ફિલ્મમાં એન્ટ્રી નુસરત ટાઇગર શ્રોફની આગામી ફિલ્મની કાસ્ટમાં સામેલ થવાની પણ ચર્ચા છે. આ ટાઇગર અને નુસરતની પહેલી ઑન-સ્ક્રીન જોડી હશે. એક સૂત્રએ પિંકવિલાને જણાવ્યું, “ટીમને એવી એક્ટ્રેસ જોઈતી હતી, જે વાર્તામાં મજબૂતી અને ભાવનાત્મક ઊંડાણ લાવી શકે. નુસરત હંમેશાં સૌથી મજબૂત વિકલ્પોમાંની એક રહી છે.” ફિલ્મમાં પશ્મિના રોશન, અભિષેક બેનર્જી અને એલ્વિશ યાદવ પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં છે. શૂટિંગ દરમિયાન નુસરત ઘાયલ થઈ હતી વર્ષ 2023માં નુસરત ભરુચા શૂટિંગ દરમિયાન ઘાયલ થવાની બે ઘટનાઓ સામે આવી હતી. એપ્રિલ 2023માં ફિલ્મ ‘અકેલી’ના શૂટિંગ દરમિયાન પણ નુસરત અકસ્માતનો ભોગ બની હતી. એક સીનમાં તેને દોડવાનું હતું. આ દરમિયાન તે આરસના ફ્લોર પર પડી ગઈ હતી. અકસ્માત બાદ તે લગભગ અડધો કલાક દુખાવાથી રડતી રહી હતી. ડૉક્ટરોએ તપાસ કર્યા બાદ તેને થોડા દિવસ આરામ કરવાની સલાહ આપી હતી. વળી, જાન્યુઆરી 2023માં ફિલ્મ ‘છોરી 2’ના શૂટિંગ દરમિયાન એક્શન સીન કરતી વખતે તેના ચહેરા પર ઈજા થઈ હતી. ઈજા એટલી ગંભીર હતી કે તેને ચહેરાની પાસે ટાંકા લેવા પડ્યા હતા. આ પછી તેનો એક વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં તે ટાંકા લેવડાવતાં જોવા મળી હતી. ઓગસ્ટ 2021માં શૂટિંગ દરમિયાન તબિયત લથડી હતી આ પહેલાં ઓગસ્ટ 2021માં નુસરતની શૂટિંગ દરમિયાન અચાનક તબિયત લથડી ગઈ હતી. તે લવ રંજનની ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી. લગભગ 23-24 દિવસથી સતત કામ કરવાને કારણે તે ખૂબ થાકી ગઈ હતી. ઘટના બની તે દિવસે તેને ભારે ચક્કર આવ્યા અને તે યોગ્ય રીતે ઊભી પણ રહી શકતી નહોતી કે વાત પણ કરી શકતી નહોતી. ત્યારબાદ તેને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્યાં તેનું બ્લડ પ્રેશર 65/55 સુધી ઘટી ગયું હતું. ડૉક્ટરોએ તપાસ કર્યા બાદ તેને ગંભીર વર્ટિગો એટેક ગણાવ્યો હતો. તેનું કારણ વધુ પડતો તણાવ અને થાક હોવાનું જણાવાયું હતું. સારવાર બાદ તેને ઘરે મોકલી દેવામાં આવી હતી. ડૉક્ટરોએ 15 દિવસ આરામ કરવાની સલાહ આપી હતી. તેના કારણે ફિલ્મનું શૂટિંગ પણ રોકી દેવામાં આવ્યું હતું. મૌલાના રઝવીએ મંદિર જવા સામે વાંધો વ્યક્ત કર્યો હતો નુસરત ભરુચા ગયા વર્ષે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરે પહોંચી હતી. તેણે મહાકાલનાં દર્શન કર્યા અને ભસ્મ આરતીમાં પણ ભાગ લીધો હતો. નુસરતે મંદિરની પોતાની તસવીર પણ શેર કરી હતી અને લખ્યું હતું, ‘જય શ્રી મહાકાલ.’ આ પછી ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના મુફ્તી શહાબુદ્દીન રઝવી બરેલવીએ તેના મંદિર જવા અને હિંદુ રીતરિવાજોનું પાલન કરવા પર કડક વાંધો વ્યક્ત કર્યો હતો. તેમણે તેને શરિયા કાયદા વિરુદ્ધ ગણાવીને ‘ગુનાહ-એ-અઝીમ’ (મોટું પાપ) કહ્યું હતું અને નુસરતને તૌબા (માફી) કરવા તથા કલમા પઢવાની સલાહ આપી હતી. નુસરત મુસ્લિમ બોહરા પરિવાર સાથે સંબંધ ધરાવે છે. જોકે, તેણે જણાવ્યું હતું કે તેનો પરિવાર બાળપણથી જ તમામ ધર્મોનું સન્માન કરતો આવ્યો છે. નુસરત મુજબ, તે મંદિરો ઉપરાંત ગુરુદ્વારા અને ચર્ચમાં પણ જતી રહે છે. તેણે વૈષ્ણો દેવી અને કેદારનાથનાં દર્શન પણ કર્યા છે. સાથે જ તે નમાજ પણ પઢે છે.
    Click here to Read More
    Previous Article
    HDFC બેંકના નવા MD અને CEO બન્યા અનૂપ બાગચી:RBIએ મંજૂરી આપી, શશિધર જગદીશનની જગ્યાએ 27 ઓક્ટોબરથી કમાન સંભાળશે
    Next Article
    અધીર રંજનનું મમતાને કોંગ્રેસમાં પરત ફરવાનું આમંત્રણ:કહ્યું- બંગાળમાં પોતાનો નેતા પસંદ કરી લઈશું; 28 વર્ષ પહેલાં કોંગ્રેસ છોડીને TMC બનાવી હતી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment