Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જાતિવાદથી કંટાળેલા યુવકની હાઈકોર્ટમાં અરજી:તેને ધર્મ કે જાતિ નથી અને તે બિનસાંપ્રદાયિક છે તેવું સર્ટી આપવા કોર્ટ ઓથોરિટીને નિર્દેશ આપે, કોર્ટે કહ્યું- કાયદામાં જોગવાઈ નથી

    8 hours ago

    ગુજરાત હાઇકોર્ટમાં અમદાવાદથી એક બ્રાહ્મણ યુવકે ગુજરાત ફ્રીડમ ઓફ રિલિજીયન એક્ટ 2003 સંદર્ભે અરજી દાખલ કરી હતી. તેને જણાવ્યું હતું કે તેને કોઈ ધર્મ નથી અને કોઈ જાતિ નથી તેવું સર્ટિફિકેટ મેળવવા ઓથોરિટીને અરજી કરી હતી. જેના જવાબમાં ઓથોરિટીએ જણાવ્યું હતું કે, કાયદા અંતર્ગત આવું સર્ટિફિકેટ આપવાની કોઈ જોગવાઈ નથી. જો વ્યક્તિ એક ધર્મમાંથી બીજા ધર્મમાં પરિવર્તન કરે તો તેનું સર્ટિફિકેટ મળે. કોણ તમારી પાસે ધર્મનું સર્ટિફિકેટ માંગે છે? કોર્ટે કહ્યું હતું કે, કોણે તમારો ધર્મ પૂછ્યો? ધર્મ આસ્થાનો વિષય છે. તમે એક ધર્મમાં જન્મ્યા હોવ, પણ ધર્મ બદલી શકો છો. કોઈ પણ ધર્મ પાળવો કે ન પાળવો તે તેમાં વિશ્વાસનો વિષય છે. કોણ તમારી પાસે ધર્મનું સર્ટિફિકેટ માંગે છે? કોઈએ તમારી પાસે ધર્મનું સર્ટિફિકેટ માંગ્યું નથી. ધર્મમાં માનવું કે ન માનવું તે તમારી સ્વતંત્રતા છે. દેશમાં બીજા કેટલાક રાજ્યો આવું સર્ટિફિકેટ આપે છે અરજદારે કહ્યું હતું કે દેશમાં બીજા કેટલાક રાજ્યો આવું સર્ટિફિકેટ આપે છે. જેથી કોર્ટે કહ્યું હતું કે જો કાયદો આવું સર્ટિફિકેટ આપવાની મંજૂરી આપતો ન હોય તો તેની જોગવાઈઓને ચેલેન્જ કરવી પડે, તમે તેવું કશું કર્યું નથી. તમે અરજીમાં જે માંગ્યું નથી, તે કોર્ટ આપી શકે નહીં. તમે જોબ પ્રોફાઇલમાં No Religion કે Nationalist લખી શકો છો. જો આવી અરજી રીજેક્ટ થાય તો તમે કોર્ટમાં આવી શકો છો. તેને બ્રાહ્મણનું જાતિ સર્ટિફિકેટ મળ્યું છે તે નથી જોઈતું તમે વૈધાનિક જોગવાઇઓમાં સુધારાની માંગ કરી રહ્યા છો, જે કોર્ટ કરી શકે નહીં. કોર્ટ ધારાસભાની કામગીરી ઉપર તરાપ મારી શકે નહીં. તમારી સાથે કોઈ પક્ષપાત થયો નથી. અરજદારે કહ્યું હતું કે તેને બ્રાહ્મણનું જાતિ સર્ટિફિકેટ મળ્યું છે તે નથી જોઈતું. જજે કહ્યું હતું કે તેમની પાસે કોઈ જાતિ પ્રમાણપત્ર નથી, જો તમે રિઝર્વ કેટેગરીમાંથી આવતા ન હોવ તો જાતિ પ્રમાણપત્રની જરૂર જ નથી. તમે સેક્યુલર હોવાનો દાવો કરો છો! કોર્ટે વધુમાં કહ્યું હતું કે, કેટલાક લોકો અટક પણ નથી લખતા. વળી અરજદારે કોર્ટમાં કરેલી અરજીમાં પોતાની જાતિ લખી છે. તમે બિનસાંપ્રદાયિક નથી, તમે નામ બદલાવી શકતા હતા. વળી તમારા આધારકાર્ડમાં પણ જાતિ દર્શાવાઈ છે અને તમે સેક્યુલર હોવાનો દાવો કરો છો! કોર્ટે આ અરજીને ભૂલ ભરેલી જણાવી હતી. નો કાસ્ટ, નો રિલિજીયન સર્ટિફિકેટ આપવાની જોગવાઈ નથી કોર્ટે પોતાના હુકમમાં નોંધ્યું હતું કે ભારતના દરેક નાગરિકને જે ધર્મ પાળવો હોય તેનો તેને હક્ક છે. સંબંધિત કાયદામાં નો કાસ્ટ, નો રિલિજીયન સર્ટિફિકેટ આપવાની જોગવાઈ નથી. અરજદારનો જન્મ હિન્દુ ધર્મમાં થયો છે, તેને ગાંધીનગર મામલતદાર પાસે નો કાસ્ટ, નો રિલિજીયન સર્ટિફિકેટ માંગ્યું હતું, જે માંગ નકારી દેવાઈ હતી. અરજદારની ઓથોરિટીને નિર્દેશ આપતી અરજી નકારવામાં આવે અરજદારનું કહેવું છે કે જાતિવાદથી માનસિક રીતે કંટાળીને તેને હિંદુમાંથી સેક્યુલર બનવા અરજી કરી હતી. સેક્યુલર હોવું પણ વ્યક્તિના વિશ્વાસનો વિષય છે. જો અરજદારને કોઈ ધર્મમાં શ્રદ્ધા ન હોય તો તે સેક્યુલર રહી શકે છે. પરંતુ કાયદા અંતર્ગત તેનું સર્ટિફિકેટ અપાતું નથી. કોર્ટને આ અરજી ઉપર કાર્યવાહી કરવામાં કોઈ કારણ જણાતું નથી. આથી અરજદારની ઓથોરિટીને નિર્દેશ આપતી અરજી નકારી નાખવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    લખપતિ દીદી સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો:સ્વસહાય જૂથોની બહેનો ગ્રામ્ય અર્થતંત્રના સશક્તિકરણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે, પરંપરાગત હસ્તકલા સાથે નવીનતા અને બજાર જોડાણથી મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે
    Next Article
    Near-Supersonic Dive Proved Strength Of flydubai 737 MAX Airframe: Experts

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment