Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડનગર-વારાણસી બાઇક રેલીમાં દારૂની મહેફિલનો કથિત વિડીયો વાયરલ:પોરબંદર ભાજપમાં ખળભળાટ, વિડીયોની તપાસ શરૂ; દોષિતો સામે કડક કાર્યવાહી થશે

    14 hours ago

    વડનગરથી વારાણસી સુધી યોજાયેલી યુવા બાઇક રેલી દરમિયાન હોટલના રૂમમાં દારૂની મહેફિલ જામી હોવાનો કથિત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ વિડીયોમાં ટેબલ પર દારૂ અને બિયરની બોટલો દેખાતા પોરબંદર ભાજપ સંગઠન અને રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાને પગલે જિલ્લા ભાજપ અધ્યક્ષ ચેતનાબેન સહિતના સંગઠનના હોદ્દેદારોએ વિડીયોની ટેકનિકલ સત્યતા તપાસવાની કવાયત હાથ ધરી છે. તપાસ પૂર્ણ થયા બાદ દોષિતો સામે કડક કાયદાકીય અને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. દારૂની મહેફિલનો કથિત વિડીયો વાયરલ વડનગરથી વારાણસી તરફ જઈ રહેલી યુવા બાઇક રેલીના રાત્રિ રોકાણ દરમિયાનનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં એક હોટલના રૂમની અંદર કેટલાક યુવાનો સાથે ટેબલ પર દારૂ તથા બિયરની બોટલો રાખેલી સ્પષ્ટ દેખાઈ રહી છે. આ કથિત ઘટના સામે આવતાની સાથે જ પોરબંદરના રાજકીય ગરમાવો વધી ગયો છે અને સ્થાનિક ભાજપ સંગઠનમાં ખળભળાટ મચી ગયો છે. ભાજપ સંગઠન દ્વારા વિડીયોની તપાસ આ વિવાદ બાબતે પોરબંદર ભાજપના પદાધિકારીએ સત્તાવાર ખુલાસો રજૂ કર્યો છે. તેમણે જણાવ્યું કે આ બાબત ધ્યાન પર આવતા જ પોરબંદર જિલ્લા ભાજપ અધ્યક્ષ ચેતનાબેન અને સંગઠનના અન્ય હોદ્દેદારો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ વિડીયો તદ્દન સાચો છે કે પછી કોઈ રીતે એડિટેડ કરવામાં આવ્યો છે તે અંગેની ટેકનિકલ સત્યતા સૌથી પહેલાં ચકાસવામાં આવી રહી છે. દોષિતો વિરુદ્ધ કડક પગલાંની ખાતરી ભાજપના પદાધિકારીએ વધુમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું કે જો તપાસના અંતે આ વિડીયો સાચો સાબિત થશે અને તેમાં સામેલ યુવાનો દોષિત જણાશે, તો તેમની સામે કડક પગલાં લેવાશે. પાર્ટી દ્વારા દોષિતો વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ સમગ્ર ઘટના અંગેનો તપાસ અહેવાલ પ્રદેશ ભાજપ નેતૃત્વને સુપ્રત કરવામાં આવશે અને તેમના માર્ગદર્શન મુજબ આગળની કાર્યવાહી હાથ ધરાશે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં શહીદ જવાનોના પરિવારનું સન્માન કરાયું:નવયુગ સંકુલ ખાતે પ્રભારી મંત્રી અને સાંસદની હાજરીમાં સન્માન સમારોહ યોજાયો
    Next Article
    રોજુ માયનોર કેનાલ 3 વર્ષથી તૂટેલી:ખેતી કામ માટે સિંચાઈનું પાણી નથી મળતું, રાધનપુર ખાતે ખેડૂતોએ આવેદન પાઠવી આંદોલન-ધરણાની ચીમકી આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment