Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવા ભાડા વિધેયક સામે રાજ્યભરના વકીલોનો વિરોધ, ગેટ બંધી કરી:સુરત-વડોદરામાં કોર્ટનું કામકાજ ઠપ્પ; વકીલે કહ્યું- આવતીકાલે મર્ડર-પોક્સોની ટ્રાયલ પણ કલેક્ટર ઓફિસમાં ચાલશે

    9 hours ago

    તાજેતરમાં લાવવામાં આવેલા ગુજરાત ભાડા વિધેયક-2026ના વિરોધમાં રાજ્યભરના વકીલોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ નવા કાયદા હેઠળ જ્યુડિશિયલ ઓથોરિટીની સત્તાઓ આંચકીને એક્ઝિક્યુટિવ ઓથોરિટીને સોંપી દેવામાં આવતા ન્યાયિક પ્રણાલી પર મોટો પ્રહાર થયો હોવાનો વકીલોનો દાવો છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મેમ્બર એડવોકેટ ઝકી શેખે આ મુદ્દે ભારે આક્રોશ ઠાલવતા સ્પષ્ટ કર્યું છે કે, સરકાર ન્યાયતંત્રનો પાયો હચમચાવવાનો પ્રયાસ કરી રહી છે અને જો આ સિલસિલો આમ જ ચાલશે તો ભવિષ્યમાં હત્યા અને પોક્સો જેવા ગંભીર ગુનાઓની ટ્રાયલ પણ કલેક્ટર ઓફિસમાં ચાલવા લાગશે. સુરત કોર્ટમાં 3જી ઓક્ટોબર સુધી કામકાજ ઠપ્પ ગુજરાત ભાડા વિધેયકને કાળા કાયદા સમાન ગણાવીને સુરત જિલ્લા વકીલ મંડળે આક્રમક વલણ અપનાવ્યું છે. વકીલ મંડળ દ્વારા એક મહત્વનો ઠરાવ પસાર કરીને આજથી આગામી 3જી ઓક્ટોબર સુધી સળંગ ચાર દિવસ માટે કોર્ટની તમામ કાર્યવાહીથી અળગા રહેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે સવારે ઉઘડતી કોર્ટે જ વકીલોએ કોર્ટ બિલ્ડિંગના મુખ્ય ગેટ બંધ કરી દીધા હતા. જેના કારણે કેસના કામકાજ માટે આવેલા પક્ષકારો અટવાયા હતા. જોકે વકીલોએ તેમને બાર એસોસિએશનના ઠરાવ અને વિરોધના મુદ્દાઓ સમજાવીને શાંતિપૂર્ણ રીતે ગેટ પરથી જ પરત મોકલ્યા હતા. જુનિયર-સિનિયર વકીલોની વકીલાત પર અસર: એડવોકેટ ઝકી શેખ આ સમગ્ર વિવાદ મામલે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મેમ્બર એડવોકેટ ઝકી શેખે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, આ ભાડા વિધેયક-2026 લાવવાથી જે જ્યુડિશિયલ ઓથોરિટીને જે સત્તાઓ હતી તે એક્ઝિક્યુટિવ ઓથોરિટીને આપવામાં આવેલી છે. તેના કારણે સમગ્ર ગુજરાતમાં પ્રેક્ટિસ કરતા જુનિયર વકીલો અને સિનિયર વકીલોની વકીલાત અને રોજીરોટી ઉપર ચોક્કસપણે અસર થશે. વિશિષ્ટ ન્યાયતંત્રનો આ એક સ્તંભ છે કે જેની અંદર જ્યુડિશિયલ ઓથોરિટી છે અને જ્યુડિશિયરી પાયો છે. એ પાયાને હચમચાવવાનો પ્રયત્ન સરકાર દ્વારા કરવામાં આવેલો છે. ન્યાય ચલાવવાની જે પ્રણાલી છે તે પ્રણાલી ઉપર તરાપ મારવાની શરૂઆત થઈ ચૂકી છે. 'પુરાવાઓ અને સાક્ષીઓ વિના જ નિર્ણયો લેવાશે' અગાઉની કાનૂની પ્રક્રિયા સમજાવતા વકીલોએ સ્પષ્ટ કર્યું કે, અત્યાર સુધી કોઈ વ્યક્તિ જ્યારે ભાડા કરાર કે વિવાદ લઈને નામદાર કોર્ટમાં આવે, ત્યારે ભાડા કરાર કે ચિઠ્ઠીઓ સાચી છે કે ખોટી તેનું સીપીસી નિયમો પ્રમાણે યોગ્ય મૂલ્યાંકન થતું હતું. કોર્ટમાં કાયદેસર રીતે પુરાવાઓ લેવામાં આવતા, સાક્ષીઓ અને સાહેદોની ઊંડાણપૂર્વક તપાસ થતી અને ત્યારબાદ જ કોઈ ન્યાયિક નિર્ણય પર પહોંચવામાં આવતું હતું. આ પ્રક્રિયાથી પક્ષકારોને સાચો ન્યાય મળતો હતો. ન્યાયતંત્રનો અર્થ મરી પરવારશે, અસીલોને મોટો ફટકો હવેની નવી સ્થિતિ મુજબ ભાડા કરાર કે સોદા ચિઠ્ઠી રજૂ કરવાથી, તેની કાનૂની સત્યતા ચકાસ્યા વિના સીધો નિર્ણય કરી દેવામાં આવશે. માત્ર દસ્તાવેજ રજૂ કરવાથી નિર્ણય લઈ લેવા માત્રથી ન્યાયતંત્રનો મૂળ અર્થ સંપૂર્ણપણે નાશ પામશે. વકીલોના મતે, આ કાયદાથી માત્ર વકીલોને જ નુકસાન નથી, પરંતુ સૌથી મોટો ફટકો લિટિગેશન કરનાર વ્યક્તિઓ અને સામાન્ય અસીલોને પડશે. ન્યાયના હિતમાં સુરતના વકીલોએ આ કાયદાનો સખત વિરોધ નોંધાવ્યો છે અને જ્યાં સુધી યોગ્ય ઉકેલ નહીં આવે ત્યાં સુધી લડત ચાલુ રાખવાનો નિર્ધાર કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    ભારતે એશિયન ગેમ્સમાં દિવસનો ત્રીજો મેડલ જીત્યો:તીરંદાજ ગણેશે બ્રોન્ઝ અપાવ્યો; સેલિંગમાં સિલ્વર, સ્ક્વોશ મહિલા ટીમને બ્રોન્ઝ મળ્યો
    Next Article
    સેવાનો સંકલ્પ અને દારૂની મહેફિલ!:કોંગ્રેસના નેતા પર ભાજપ સાથે સેટિંગનો આરોપ; RTOના કર્મચારીએ ઈન્ફ્લૂએન્સર પર હુમલો કર્યો, જુઓ VIDEO

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment