Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાતાવરણમાં પલટો, મેઘાવી માહોલ‎:કાલાવડમાં પવન સાથે મુશળધાર પોણો ઇંચ

    9 hours ago

    જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલુ વર્ષે મેઘરાજાએ રૂષણા લીધા હોય તેવા માહોલ વચ્ચે સિઝનનો હજુ સુધી સામાન્ય વરસાદ જ નોંધાયો છે. જે દરમિયાન હાલારમાં અમુક સ્થળોએ બુધવારે બપોર બાદ વાતાવરણમાં પલટા વચ્ચે કાલાવડમાં મેઘરાજા મુશળધાર વરસ્યા હતા.તોફાની પવન સાથે વરસેલા વરસાદે એકાદ કલાકમાં જ પોણો ઇંચથી વધુ પાણી વરસાવી દેતા માર્ગો જળબંબોળ બન્યા હતા. જામનગર શહેર સહિત જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં બુધવારે બપોર બાદ હવામાનમાં પલટો આવ્યો હતો.જેમાં ખાસ કરી કાલાવડ પંથકમાં બપોરે ચાર વાગ્યા બાદ આકાશમાં કાળાડીંબાગ વાદળોના જમાવડા સાથે વરસાદ શરૂ થયો હતો. ભારે ગાજવિજ અને તોફાની પવન સાથે શરૂ થયેલા વરસાદે એકાદ કલાક સુધી મુકામ કર્યો હતો.મુશળધાર વરસેલા વરસાદે શહેરના માર્ગો જળબંબોળ કર્યા હતા. મુખ્ય બજાર સહિતના માર્ગો પર પાણી વહેતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.જોકે,એકાદ કલાક બાદ વરસાદ ઘીમો પડયો હતો.જેના પગલે મોડીસાંજ સુધી પોણો ઇંચથી વધુ (19 મીમી) વરસાદ નો઼ધાયો હતો. કાલાવડમાં મૌસમનો વરસાદ પોણા બાર ઇંચ જામનગર જિલ્લામાં 30મી સપ્ટે.ના સાંજે છ વાગ્યા સુધીમાં મૌસમનો સરેરાશ પોણા તેર ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.જેમાં સૌથી વધુ જામજોધપુર પંથકમાં સિઝનનો કુલ વરસાદ 16 ઇંચે પહોચ્યો હોવાનુ સુત્રોએ જણાવ્યુ હતુ. જયારે કાલાવડ પંથકમાં પણ મૌસમનો કુલ વરસાદ 296 મીમી નોંધાયો હોવાનુ ઉમેર્યુ હતુ.
    Click here to Read More
    Previous Article
    પાળીયાદ પોલીસ સ્ટેશન દ્વારા બાબરકોટમાં લોક દરબાર યોજાયો:PI રાઠોડ અને PSI ગોહિલે આગેવાનો-વડીલો સાથે પ્રશ્નોની ચર્ચા કરી
    Next Article
    Ather Konarc Electric Scooter: 200 Km Range वाला Scooter |10-Year Battery Warranty | Smart Key |

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment