Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંતરામપુરના ચિતવા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો:સ્થળ પર જ નાગરિકોને સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ મળ્યો

    6 hours ago

    સંતરામપુરના ચિતવા ગામે નાગરિકોની સુખાકારી અને વહીવટી સરળતા માટે ગ્રામ્ય કક્ષાનો 'સેવા સેતુ કાર્યક્રમ' યોજાયો. તેનો હેતુ ગ્રામીણ લોકોને ઘરઆંગણે સરકારી યોજનાઓનો લાભ આપવાનો હતો. ધારાસભ્ય કુબેરભાઈ ડિંડોર કાર્યક્રમમાં હાજર રહ્યા. આ કેમ્પમાં સંતરામપુર તાલુકાના તમામ વિભાગોનો સ્ટાફ યોજનાઓની માહિતી અને ફોર્મ્સ સાથે હાજર હતો. અધિકારીઓએ અરજદારોના પ્રશ્નો સાંભળી સ્થળ પર જ નિકાલ કર્યો. ગ્રામજનોને આવક, જાતિના દાખલા, નવા આધારકાર્ડ, રેશનકાર્ડમાં સુધારા જેવી પાયાની સેવાઓ મળી. મા-અમૃતમ, મા-વાત્સલ્ય કાર્ડ, ગંગા સ્વરૂપા, નિરાધાર વૃદ્ધ, સંકટ મોચન સહાય જેવા સામાજિક સુરક્ષા લાભ પણ અપાયા. ખેતી, પશુપાલન, પંચાયત અને આદિજાતિ વિકાસ વિભાગના ફોર્મ્સ વિનામૂલ્યે અપાયા. વારસાઈ નોંધણી, વરિષ્ઠ નાગરિકતા, દિવ્યાંગતા પ્રમાણપત્રો, મફત હેલ્થ ચેકઅપ, નવા વીજ જોડાણ માટેની અરજીઓ લેવાઈ.
    Click here to Read More
    Previous Article
    રાજેન્દ્ર ચૌહાણનું રાજકોટમાં ચિત્ર પ્રદર્શન સંપન્ન:વઢવાણ ફાઇન આર્ટ્સના પૂર્વ વિદ્યાર્થીના 'ઇકોઝ ઓફ અર્થ' વોટરકલર પેઇન્ટિંગ્સને કલારસિકોએ બિરદાવ્યા
    Next Article
    Delhi लड़कियों के लिए नहीं है? Women Safety का Reality Check! | Ground Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment