Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોટા યક્ષ મેળામાં યોજાયો 'માહિતીનો મેળો':કેન્દ્રીય સંચાર બ્યુરોએ સરકારી યોજનાઓ અને રાષ્ટ્રીય અભિયાનોની માહિતી આપી

    8 hours ago

    નખત્રાણા તાલુકાના મોટા યક્ષ ખાતે યોજાયેલા ભાતીગળ મેળામાં આ વખતે મનોરંજનની સાથે સરકારી યોજનાઓ અને રાષ્ટ્રીય અભિયાનોની માહિતીનો પણ અનોખો સંગમ જોવા મળ્યો હતો. ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો, ભુજ દ્વારા આયોજિત પાંચ દિવસીય મલ્ટીમીડિયા પ્રદર્શનને ગ્રામ્ય વિસ્તારના લોકો તરફથી ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો હતો. મેળામાં આવતા મુલાકાતીઓ માટે આ પ્રદર્શન માત્ર જોવા-જાણવા પૂરતું ન રહેતાં સરકારી યોજનાઓની માહિતી મેળવવાનું ઉપયોગી માધ્યમ બની રહ્યું હતું. વિકસિત ભારત 2047 અને સ્વચ્છતા હી સેવા જેવા વિષયોને કેન્દ્રમાં રાખીને યોજાયેલા આ પ્રદર્શનમાં વિવિધ સરકારી યોજનાઓ તથા લોકજાગૃતિ અભિયાનો અંગે સરળ ભાષામાં માહિતી આપવામાં આવી હતી. સ્વચ્છ ભારત અભિયાન, બેટી બચાવો બેટી પઢાવો, પોષણ અભિયાન, ફિટ ઈન્ડિયા, ‘એક પેડ મા કે નામ’ અને મિશન લાઈફ સહિતના અભિયાનોના સંદેશને લોકો સુધી પહોંચાડવા વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ હતી. પ્રદર્શનનું સૌથી મોટું આકર્ષણ ટેક્નોલોજી અને મનોરંજનનો સંગમ રહ્યો હતો. પીએમ સેલ્ફી પોઇન્ટ, ટચ સ્ક્રીન આધારિત ક્વિઝ, સ્વચ્છતા શપથ માટેનું સિગ્નેચર કેમ્પેઇન તેમજ વિવિધ ફોટો બુથમાં મુલાકાતીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. નાટક અને ગીત જેવા મનોરંજક કાર્યક્રમો દ્વારા પણ જટિલ લાગતી માહિતી સરળ અને રસપ્રદ રીતે લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વિવિધ સ્પર્ધાઓ યોજી વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સ્વચ્છતા અંગે જાગૃતિ વધારવા મુલાકાતીઓને શપથ લેવડાવવામાં આવ્યા હતા. પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ ટાળવા અપીલ સાથે કાપડની થેલીઓ તથા સ્વચ્છતા કેપનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત માહિતીપ્રદ પત્રિકાઓ અને પુસ્તિકાઓનું વિતરણ કરી લોકોને વિવિધ યોજનાઓ અંગે વધુ માહિતી મેળવવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય સંચાર બ્યુરો જુનાગઢના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં ગ્રામ્ય મુલાકાતીઓએ પ્રદર્શનની મુલાકાત લઈ યોજનાકીય માહિતી મેળવી હતી, જે કાર્યક્રમની સફળતાનું મહત્વનું પાસું છે. તેમણે કચ્છ જિલ્લા અને નખત્રાણા તાલુકા વહીવટી તંત્ર, પ્રાંત-મામલતદાર કચેરી તથા સાયરા જૂથ ગ્રામ પંચાયતના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. મલ્ટીમીડિયા પ્રદર્શનના આયોજન અને વ્યવસ્થાપનમાં કેન્દ્રીય સંચાર બ્યુરો, ભુજના અધિકારી કમલેશ મહેશ્વરી તથા કર્મચારી મહેશ ગુસાઈ સહિતની ટીમે મહત્વની કામગીરી કરી હતી. પાંચ દિવસ દરમિયાન મોટી સંખ્યામાં મેળાના મુલાકાતીઓ, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના લોકોએ પ્રદર્શનનો લાભ લીધો હતો. આમ, મોટા યક્ષનો પરંપરાગત મેળો આ વખતે યોજનાકીય માહિતી, લોકજાગૃતિ અને જનભાગીદારીનો પણ મેળો બની રહ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    વાયોર પોલીસે જુગારધામ પર દરોડો પાડ્યો:અબડાસામાંથી 9 જુગારી ઝડપાયા, 11,550 રોકડા અને ધાણી-પાસા જપ્ત
    Next Article
    ગુજરાત રિફાઇનરીની ક્ષમતા 18 મિલિયન મેટ્રિક ટન પર પહોંચી:રિફાઇનરી હેડે કહ્યું: રિફાઇનરીમાં સુરક્ષા સાથે કોઈ સમાધાન નહીં, LOBS પ્લાન્ટ બાદ હવે ટૂંક સમયમાં પોલીપ્રોપીલિન યુનિટ થશે શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment