Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભુજોડીમાં અધિકારીઓને ડબલ ફોર્ટિફાઇડ મીઠાના ઉપયોગની તાલીમ અપાઈ:પોષણ માહ અંતર્ગત ન્યુટ્રિશન ઇન્ટરનેશનલ અને પુરવઠા વિભાગે જાગૃતિ માટે કાર્યક્રમ યોજ્યો

    10 hours ago

    ભુજોડી ખાતે પોષણ માહ અંતર્ગત ન્યુટ્રિશન ઇન્ટરનેશનલ અને કચ્છ જિલ્લા પુરવઠા વિભાગના સંયુક્ત ઉપક્રમે ફૂડ ફોર્ટિફિકેશન અંગે તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ફોર્ટિફાઇડ ચોખા તથા ડબલ ફોર્ટિફાઇડ મીઠાના ઉપયોગ અંગે લોકોમાં જાગૃતિ વધારવાનો અને સુપોષિત ભારત તથા એનિમિયા મુક્ત ભારતના સંકલ્પને વેગ આપવાનો હતો. વંદેમાતરમ્ મેમોરિયલ, ભૂજોડી ખાતે યોજાયેલી તાલીમમાં આરોગ્ય, શિક્ષણ અને પુરવઠા વિભાગના તાલુકા કક્ષાના અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો. ન્યુટ્રિશન ઇન્ટરનેશનલના સ્ટેટ પ્રોગ્રામ ઓફિસર, ફૂડ ફોર્ટિફિકેશનના રિજનલ કોર્ડિનેટર સહિતના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં માસ્ટર ટ્રેનર જગદીશ સાઠે દ્વારા ફૂડ ફોર્ટિફિકેશન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમ દરમિયાન શરીરને જરૂરી સૂક્ષ્મ પોષકતત્ત્વોનું મહત્વ, ફોર્ટિફાઇડ ખાદ્યપદાર્થોની ઉપયોગિતા તેમજ ફોર્ટિફાઇડ ચોખા અને ડબલ ફોર્ટિફાઇડ મીઠા અંગે પ્રવર્તતી ગેરમાન્યતાઓ અંગે સમજ આપવામાં આવી હતી. વિવિધ વીડિયો અને પ્રેક્ટિકલ નિદર્શન દ્વારા અધિકારીઓને માહિતી આપવામાં આવી, જેથી તેઓ આ સંદેશને ગ્રામ્ય અને શહેરી વિસ્તારો સુધી પહોંચાડી શકે. કાર્યક્રમમાં જિલ્લા પુરવઠા અધિકારી વી.એચ. બારહટે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા પુરવઠા મેનેજર યાદવ તથા નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (MDM) ડી.એન. લહુઆએ તાલીમમાં મેળવેલી માહિતીનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરવા અને લોકોમાં પોષણ અંગે જાગૃતિ ફેલાવવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમની સમગ્ર વ્યવસ્થા ન્યુટ્રિશન ઇન્ટરનેશનલ-GVTના રાજકોટ ડિવિઝનના રિજનલ કોર્ડિનેટર વિપુલ ઠાકરે સંભાળી હતી. ડબલ ફોર્ટિફાઇડ મીઠામાં આયોડિન ઉપરાંત આયર્ન ઉમેરવામાં આવે છે, જેના કારણે એનિમિયા સહિતની પોષકતત્ત્વોની ઉણપ સામે મદદરૂપ થવાનો હેતુ છે. રાજ્યમાં આ મીઠું જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ NFSA લાભાર્થીઓ માટે તથા PM પોષણ યોજના અંતર્ગત ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તાલીમમાં મીઠાનો યોગ્ય સંગ્રહ અને ઉપયોગ અંગે પણ સમજ આપવામાં આવી હતી. સાથે જ દૈનિક મીઠાનું પ્રમાણ મર્યાદિત રાખવા અંગે પણ લોકોને જાગૃત કરવાની જરૂરિયાત પર ભાર મૂકાયો હતો.
    Click here to Read More
    Previous Article
    મોઝામ્બિક અને દક્ષિણ આફ્રિકાના સાંસ્કૃતિક પ્રવાસે ભારતીય પ્રતિનિધિમંડળ:ચેતન જેઠવા અને ટીમે પાંચ હજારથી વધુ વિદેશીઓને રાસ-ગરબાની ઝાંખી કરાવી, અનેક સ્થળોએ ઇતિહાસમાં પ્રથમ વખત ગરબાનું આયોજન
    Next Article
    રાધનપુર શહેરી વિસ્તારમાં ‘અશાંત વિસ્તાર’ અંગે જાહેરનામું પ્રસિદ્ધ:સ્થાવર મિલકતની તબદીલી અને ભાડૂતોના રક્ષણ માટે જોગવાઈઓ લાગુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment