Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીના કોંગી નગરસેવિકાએ વિરોધ કરવા જતાં ભાંગરો વાટ્યો:વિધાનસભાની ચૂંટણી પહેલાં જીતની શુભેચ્છા આપી, પછી પૂછતાં ફેરવી તોળ્યું, કહ્યું- ટિકિટ મળે

    10 hours ago

    સામાન્ય રીતે રાજકારણમાં વિપક્ષો શાસક પક્ષ પર આક્ષેપો કરીને નીચા દેખાડવાનો પ્રયાસ કરતા હોય છે, પરંતુ નવસારીમાં હાલ કંઈક અલગ જ રાજકીય ચિત્ર જોવા મળી રહ્યું છે. આગામી વિધાનસભા ચૂંટણીને હજુ એક વર્ષની વાર છે, ત્યાં જ નવસારીમાં રાજકીય લોબીંગ અને ચર્ચાઓનું બજાર ગરમ થઈ ગયું છે. મહાનગરપાલિકાના કોંગ્રેસી સભ્યો દ્વારા જ શાસક પક્ષના મેયરને વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ મળે અને તેઓ વિજયી બને તેવી શુભેચ્છાઓ પાઠવતા રાજકીય ગલિયારોમાં ભારે ચકચાર મચી ગઈ છે. જોકે, દિવ્યભાસ્કરે ફરી સંપર્ક કરતાં તેમણે વાત ફેરવી તોળી હતી અને વિધાનસભાની ચૂંટણી લડવા ટિકિટ મળે તો જીતી બતાવો એવો દાવો કર્યો હતો. કોંગ્રેસના મહિલા નગરસેવિકાને ભાજપના મેયરની વિધાનસભા ચૂંટણીમાં જીતની શુભેચ્છા અંગે પૂછતા તેમણે જણાવ્યું કે હું એવું બોલવા માંગતી હતી કે એમને ટિકિટ મળે તો અમને વાંધો નથી અને અમારી શુભેચ્છા છે પરંતુ જીત અંગે જે મેં કહ્યું છે તે ભૂલથી બોલાયું છે. વોર્ડ નં. 4 ના કોંગ્રેસી નગરસેવિકાના નિવેદનથી મધપુડો છંછેડાયો નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર-4 ના કોંગ્રેસી નગરસેવિકા પ્રભાબેન વલસાડીયાએ આગામી વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપના દાવેદારોમાં મોખરે ગણાતા અને દક્ષિણ ગુજરાતમાં ભાજપના ચૂંટણી ચાણક્ય તરીકે જાણીતા મેયર અશોક ધોરાજીયાની દાવેદારી બાબતે મોટું નિવેદન આપી વિવાદ છેડ્યો છે. કોંગ્રેસી નગરસેવિકાએ આક્ષેપ કર્યો હતો કે આગામી વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે મતદારો નારાજ ન થાય તે માટે હાલના મેયર અશોક ધોરાજીયા દ્વારા શહેરમાં દબાણ હટાવવાની ચાલતી કામગીરી બંધ કરાવી દેવામાં આવી છે. જોકે, આ સાથે તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, "અશોકભાઈને વિધાનસભાની ટિકિટ મળે અને તેઓ ચૂંટણી જીતે તેવી મારી શુભેચ્છા છે, પરંતુ તેની સાથે શહેરના વિકાસ કાર્યો અને સફાઈ-દબાણની કામગીરી બંધ ન થાય તે જોવાની જવાબદારી પણ તેમની જ છે." એક વિપક્ષી નેતા દ્વારા જ શાસક પક્ષના મેયરની જીતની કામના કરવાના આ નિવેદનને કારણે ભાજપની સાથે સાથે ખુદ કોંગ્રેસ પક્ષમાં પણ અંદરખાને અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે શું કોંગ્રેસે અગાઉથી જ હાર સ્વીકારી લીધી છે? શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક બારોટની સ્પષ્ટતા આ સમગ્ર વિવાદ અંગે જ્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક બારોટનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, "આજે નવસારી મહાનગરપાલિકા ખાતે પાણીના પ્રશ્ને હલ્લાબોલ કરવા અને કમિશનરને આવેદનપત્ર આપવા માટે અમે પ્રભાબેનની આગેમાન હેઠળ ગયા હતા. ત્યાં મીડિયા સમક્ષ વાતચીત દરમિયાન ઉત્સાહમાં નેતાઓની જીભ લપસી ગઈ હતી. પ્રભાબેનના કહેવાનો અર્થ એવો નહોતો કે અશોકભાઈ જીતી જ જશે. પ્રજા ભાજપના શાસનથી ત્રાસી ચૂકી છે. આગામી ચૂંટણીમાં ભાજપ તરફથી ગમે તેટલો મોટો કે ચમરબંધી ઉમેદવાર મેદાનમાં ઉતારવામાં આવે, પરંતુ કોંગ્રેસનો કોઈપણ સામાન્ય કાર્યકર કે ઉમેદવાર તેમને હરાવવાની પૂરેપૂરી ક્ષમતા ધરાવે છે, જે આગામી ચૂંટણીના પરિણામોમાં સાબિત થઈ જશે." મેયર અશોક ધોરાજીયાની પ્રતિક્રિયા બીજી બાજુ, આ મામલે નવસારીના મેયર અશોક ધોરાજીયાએ તમામ આક્ષેપોને ફગાવતા જણાવ્યું હતું કે, "આ વાતમાં કોઈ તથ્ય નથી. હું શા માટે દબાણ હટાવવાની કામગીરી બંધ કરાવું? શહેરમાં દબાણ હટાવવાની કે તેની નોંધ રાખવાની જવાબદારી વહીવટી તંત્ર અને મ્યુનિસિપલ કમિશનરની છે, મારી અંગત નથી." જ્યારે વિધાનસભાની દાવેદારી અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ટૂંકમાં કહ્યું કે હાલ એવું કશું જ નથી.
    Click here to Read More
    Previous Article
    કુણઘેર ગામમાં “આંગણ મિલન સેવા – આંગણા ઉત્સવ” કાર્યક્રમ યોજાયો:પાટણ જિલ્લામાં ૨૯ સપ્ટેમ્બરે બાળકો અને કિશોરીઓ માટે વિવિધ પ્રવૃત્તિઓ કરાઈ
    Next Article
    સગીરાનું અપહરણ, ત્રણ મહિને મહારાષ્ટ્રમાંથી આરોપી ઝડપાયો!:‘પાણીપુરી ખાવા જાઉં છું’ કહી નીકળેલી 14 વર્ષીય કિશોરીને હેમખેમ શોધી કાઢી; 22 વર્ષીય ડ્રાઇવર જેલહવાલે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment