Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દુબઈ-તેલ અવીવ ફ્લાઇટ હાઇજેક થયાની આશંકા:તેલ અવીવ જઈ રહ્યું હતું, ઇમરજન્સી સિગ્નલ મળ્યું; સાઉદી અરેબિયા તરફ ડાયવર્ટ

    5 hours ago

    દુબઈથી ઇઝરાયલના તેલ અવિવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટે થોડા સમય પહેલાં ઉડાન દરમિયાન ઇમરજન્સીનો સંકેત આપ્યો હતો. ત્યારબાદ વિમાને પોતાનો માર્ગ બદલી નાખ્યો અને હવે તે સાઉદી અરેબિયામાં ઉતરવાનું છે. ધ ટાઇમ્સ ઑફ ઇઝરાયલના જણાવ્યા અનુસાર, વિમાન હવે સાઉદી અરેબિયાના તાબુક એરપોર્ટ નજીક પહોંચી ગયું છે અને થોડી જ મિનિટોમાં ત્યાં ઉતરવાની આશા છે. ઇઝરાયલી સુરક્ષા સૂત્રોએ જણાવ્યું કે વિમાન ઉતર્યા બાદ જ અધિકારીઓને ખબર પડી શકશે કે તેની અંદર ખરેખર શું થયું હતું. હાલ વિમાનમાં સર્જાયેલી સમસ્યાનું કારણ સામે આવ્યું નથી. વિમાને 7700 ઇમરજન્સી કોડનો ઉપયોગ કર્યો વિમાને ટ્રાન્સપોન્ડર પર 7700 કોડનો ઉપયોગ કર્યો. તેનો અર્થ થાય છે કે વિમાનમાં કોઈ પ્રકારની ઇમરજન્સી છે. કેટલીક ફ્લાઇટ-ટ્રેકિંગ વેબસાઇટ્સ પર થોડા સમય માટે 7500 કોડ પણ દેખાયો હતો. આ કોડનો સામાન્ય રીતે વિમાન હાઇજેક થવા પર ઉપયોગ થાય છે. જોકે આ કોડનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની હજુ પુષ્ટિ થઈ નથી. સમાચાર અપડેટ થઈ રહ્યા છે…
    Click here to Read More
    Previous Article
    Everyone’s talking about the slap. What about the road?
    Next Article
    પંજાબમાં અમિત શાહને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી:લખ્યું- BJPની જાલંધર રેલીમાં સ્ટેજની નીચે IED મૂકવામાં આવ્યો; પોલીસ-સુરક્ષા એજન્સીઓ હાઈ અલર્ટ પર

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment