Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જમ્મુ-કાશ્મીરમાં લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી ઠાર:સેનાને બડગામના જંગલમાં છુપાયેલા હોવાની માહિતી મળી, એન્કાઉન્ટર કર્યું; સર્ચ ઓપરેશન ચાલુ

    13 hours ago

    જમ્મુ કાશ્મીરના બડગામ જિલ્લામાં મંગળવાર મોડી રાત્રે સુરક્ષાદળોએ એક આતંકવાદીને ઠાર માર્યો. આ અથડામણ ખાનસાહિબના પાલમેદન મુગપથરીના જંગલ વિસ્તારમાં થઈ હતી. માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. જોકે સૂત્રોના જણાવ્યા અનુસાર, તે લશ્કર-એ-તૈયબાનો ટોચનો કમાન્ડર હોઈ શકે છે. સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ છે. કેટલાક વધુ આતંકવાદીઓ છુપાયેલા હોઈ શકે છે. તેમને ભાગતા રોકવા માટે વધારાના સુરક્ષાદળોને પણ ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. ભારતીય સેનાએ આ ઓપરેશનને ઓપરેશન કોરાગ નામ આપ્યું ઇન્ડિયન આર્મીએ આ અથડામણને ઓપરેશન કોરાગ નામ આપ્યું. સેનાએ X પર જણાવ્યું કે ગુપ્ત માહિતીના આધારે ભારતીય સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને CRPFએ યૂસમર્ગના કોરાગ વિસ્તારમાં સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું. સુરક્ષાદળોએ શંકાસ્પદ ગતિવિધિ જોઈ. આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો, ત્યારબાદ સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ. એક આતંકવાદી માર્યો ગયો. ઑપરેશન હજુ ચાલુ છે. સપ્ટેમ્બરમાં અત્યાર સુધીમાં 3 આતંકવાદીઓના મૃતદેહ મળી ચૂક્યા… 17 સપ્ટેમ્બર: ઉધમપુરમાં બે પાકિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા 17 સપ્ટેમ્બરે ઉધમપુરના મજાલતા વિસ્તારમાં સેનાએ બે પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર કર્યા હતા. તેમની ઓળખ સદ્દામ અને મુસ્તફા તરીકે થઈ છે. આ આતંકવાદીઓ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા હતા. તેમની પાસેથી એક એકે અસૉલ્ટ રાઇફલ (4 મેગેઝિન સાથે), એમ4 કાર્બાઇન (3 મેગેઝિન સાથે), એક ગ્લૉક પિસ્તોલ (2 મેગેઝિન સાથે) અને 4 ગ્રેનેડ મળી આવ્યા હતા. 9 સપ્ટેમ્બર: ડોડામાં આતંકવાદીનો સડી ગયેલો મૃતદેહ મળ્યો હતો ડોડામાં 9 સપ્ટેમ્બરના રોજ લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા એક પાકિસ્તાની આતંકવાદીનો સડી ગયેલો મૃતદેહ મળ્યો હતો. SOG ડોડા, રાષ્ટ્રીય રાઇફલ્સ (RR) અને CRPFની સંયુક્ત ટીમે સર્ચ ઓપરેશન દરમિયાન મૃતદેહ મેળવ્યો હતો. તેની પાસેથી નાઇટ વિઝન ક્ષમતા ધરાવતી M4 રાઇફલ પણ મળી આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, આતંકવાદી 6 સપ્ટેમ્બરે સેઓજધારના ગાઢ જંગલોમાં થયેલી અથડામણમાં માર્યો ગયો હતો, પરંતુ દુર્ગમ વિસ્તારને કારણે તેનો મૃતદેહ બાદમાં મળી આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    રશિયાનું પરમાણુ હથિયાર લઈ જવામાં સક્ષમ વિમાન ક્રેશ:6નાં મોત; આ વિમાન એક જ વારમાં 10,000 કિમીથી વધુનું અંતર કાપી શકે છે
    Next Article
    Local Shiv Sena (UBT) Leader Dies In Thane After Firing By Unidentified Men

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment