Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'જોહર વિવાદ રાજકીય આઈટી સેલનો એજન્ડા છે':સ્વરા ભાસ્કરે કહ્યું- 'મારા નામે લોકોની રોજીરોટી ચાલે છે'; નિવેદનના લીધે ભાજપ નેતા અને મૉડલ વચ્ચે મારામારી

    7 hours ago

    એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે ફિલ્મ 'પદ્માવત'ના જોહર દૃશ્ય પર આપેલા પોતાના વિવાદાસ્પદ નિવેદન અંગે ખૂલીને વાત કરી છે. સ્ક્રીનને આપેલા એક ઇન્ટરવ્યૂમાં સ્વરાએ આ સમગ્ર વિવાદને રાજકીય આઈટી સેલનો પ્રાયોજિત એજન્ડા ગણાવ્યો છે. સ્વરાએ કહ્યું કે કેટલાક લોકો તેમના નામે પોતાની રોજીરોટી ચલાવી રહ્યા છે. સ્વરા હાલમાં રિયાલિટી શો 'રાઇઝ એન્ડ ફોલ 2'માં નજર આવી રહી છે. શોના તાજેતરના પ્રોમોમાં સ્વરાના આ જ વિવાદાસ્પદ નિવેદનને લઈને સ્પર્ધક શહેઝાદ પૂનાવાલા અને સિવેત તોમર વચ્ચે ઉગ્ર દલીલ થઈ ગઈ, જે મારામારી સુધી પહોંચી ગઈ. 'મારા નામે હેડલાઇન બનાવીને નોકરી ચલાવી રહેલા લોકો' ઇન્ટરવ્યૂમાં સ્વરા ભાસ્કરે કહ્યું કે, આ આશરે 10 વર્ષ જૂનો વિવાદ છે, જેને વારંવાર કોઈ કારણ વિના ઉછાળવામાં આવી રહ્યો છે. વર્ષ 2018માં જ્યારે તેણે ઓપન લેટર લખ્યો હતો, ત્યારે પણ તેને ઘણી ગાળો મળી હતી. હવે માત્ર એક પ્રશ્નનો જવાબ આપવા બદલ લોકો ફરીથી એ જ જૂની વાતો પકડીને બેઠા છે. સ્વરાએ કટાક્ષ કરતાં કહ્યું, 'કેટલાક લોકોને મારા નામે નોકરી મળી રહી છે. તેઓ આખો દિવસ એક આખી ટીમને માત્ર મને ટ્રોલ કરવાની તાલીમ આપે છે. જો મારા નામનો ઉપયોગ કરીને, ખોટા સમાચાર ફેલાવીને અને મને પરેશાન કરીને તમારી નોકરી ચાલી રહી છે, તો આ દિવાળીએ તમારે મને થેન્ક યુ નોટ સાથે એક ગિફ્ટ હેમ્પર જરૂર મોકલવું જોઈએ.' 'મેં જોહરને કાયરતા નથી કહ્યું, નિવેદનોને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા' પોતાના નિવેદન અંગે સ્પષ્ટતા કરતાં સ્વરાએ કહ્યું કે, તેની વાતોને ખોટી રીતે રજૂ કરવામાં આવી છે. તેણે કહ્યું, 'મેં ક્યારેય એવું નથી કહ્યું કે, જોહર કરનારી મહિલાઓ કાયર હતી. મેં માત્ર એટલું કહ્યું હતું કે, જો હું પોતે દુષ્કર્મથી બચી ગયેલી વ્યક્તિ હોત અને આવું મહિમામંડન જોતી, તો મને પોતાને કાયર જેવી લાગણી થાત.' 'મીડિયા અને ટ્રોલ્સે આ રીતે રજૂ કર્યું જાણે મેં જોહરને કાયરતા કહી હોય.' સ્વરાએ દાવો કર્યો કે રાજકીય પક્ષોના આઈટી સેલ એક સુનિયોજિત યોજના હેઠળ તેના નિવેદનોને ઉછાળીને પોતાનો એજન્ડા સાધે છે. 'રાઇઝ એન્ડ ફોલ' શોમાં સ્વરાના નિવેદન પર મારામારી રિયાલિટી શો 'રાઇઝ એન્ડ ફોલ સીઝન 2'ની શરૂઆત થતાં જ સ્વરાના નિવેદનને લઈને લડાઈ જોવા મળી છે. શોના પ્રોમોમાં ભાજપના પૂર્વ પ્રવક્તા શહેઝાદ પૂનાવાલા અને મૉડલ- કોન્ટેન્ટ ક્રિએટર સિવેત તોમર વચ્ચે ઉગ્ર દલીલ જોવા મળી છે. હકીકતમાં સિવેતે કહ્યું કે તે રાજપૂત છે. સ્વરાએ રાજપૂત મહિલાઓનું અપમાન કર્યું છે, તેથી જ્યાં સુધી સ્વરા માફી નહીં માંગે ત્યાં સુધી તે તેની સાથે વાત નહીં કરે. આ પછી સિવેત સ્વરા સાથે વાત કરતો અને તેનો પક્ષ લેતો જોવા મળ્યો. પેન્ટહાઉસ ટાસ્ક દરમિયાન જ્યારે શહેઝાદે સિવેતને અનફિટ ગણાવ્યો, ત્યારે સિવેતે તેના પર નિશાન સાધ્યું. આના જવાબમાં શહેઝાદે સિવેતને કહ્યું કે, તેણે અગાઉ રાજપૂત મહિલાઓ અને જોહર સીન પર સ્વરાના નિવેદનનો વિરોધ કર્યો હતો, પરંતુ હવે તે સ્વરાનો જ પક્ષ લઈ રહ્યો છે. દલીલ એટલી વધી ગઈ કે સિવેત આક્રમક થઈને શહેઝાદ તરફ ધસી ગયો અને બંને વચ્ચે મારામારી થઈ ગઈ. સ્વરાએ વચ્ચે આવીને સિવેતને રોકવાનો પ્રયાસ કર્યો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શોમાં હિંસા કરવાના આરોપમાં સિવેત તોમરને બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો છે. 'પદ્માવત' ફિલ્મ અને જોહર સીન સાથે જોડાયેલો જૂનો મામલો શું હતો? આ સમગ્ર મામલો વર્ષ 2018માં રિલીઝ થયેલી સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવત' સાથે જોડાયેલો છે. ફિલ્મમાં રાણી પદ્માવતી (દીપિકા પાદુકોણ)ને 800 મહિલાઓ સાથે અલાઉદ્દીન ખિલજીથી પોતાને બચાવવા માટે જોહર (અગ્નિકુંડમાં કૂદી પડવું) કરતા બતાવવામાં આવ્યા હતા. ત્યારબાદ સ્વરાએ ફિલ્મના આ દૃશ્ય વિરુદ્ધ એક ખુલ્લો પત્ર લખ્યો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો...
    Click here to Read More
    Previous Article
    India’s strategic value cannot rest on US-China hostility
    Next Article
    જયશંકરે કહ્યું- આતંકવાદ પર ભારતની ચિંતા સમજતું નથી અમેરિકા:તેની સંબંધો પર અસર પડે છે; વોશિંગ્ટન પાકિસ્તાન સાથે નિકટતા વધારી રહ્યું છે

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment