Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાશે:અમિત ચાવડાએ કહ્યું- હાઇકમાન્ડ સાથે ચર્ચા ચાલુ, બાપુએ પણ કહ્યું- હા સાચી વાત

    1 day ago

    ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાશે. કોંગ્રેસ હાઈકમાન્ડની લીલીઝંડી બાદ શંકરસિંહના જોડાવાનો લઈને નિર્ણય લેવામાં આવશે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, હાઇકમાન્ડ સાથે ચર્ચા ચાલુ છે. તો બીજી તરફ બાપુએ પણ કહ્યું- હા સાચી વાત છે. શંકરસિંહે 2017માં એમના જૂથના ધારાસભ્યો સાથે કોંગ્રેસને તોડી હતી. 9 વર્ષ બાદ હવે કોંગ્રેસમાં જોડાવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. અમિત ચાવડાએ કહ્યું કે, શંકરસિંહ વાઘેલા સહિત અનેક લોકોને કોંગ્રેસમાં જોડાવવા માટે હાઇકમાન્ડ સાથે ચર્ચા કરવામાં આવી રહી છે. શંકરસિંહ પક્ષો પલટો કરવા અને પાર્ટી બનાવવા માટે માટે જાણીતા શંકરસિંહ વાઘેલાએ 1995માં બળવો કરી ભાજપ છોડી રાજપા બનાવી હતી. કોંગ્રેસના ટેકાથી મુખ્યમંત્રી બન્યા બાદ 1998માં તેઓ કોંગ્રેસમાં જોડાઇ પણ ગયા. એ પછી 2017માં તેમણે કોંગ્રેસ છોડી પોતાની નવી પાર્ટી જનવિકલ્પ મોરચાની રચના કરી હતી, પરંતુ એ વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં તેમનો એકપણ ઉમેદવાર જીત્યો નહોતો. એ પછી જાન્યુઆરી 2019માં તેમણે એનસીપી જોઇન કર્યું હતું અને ત્યાં રાષ્ટ્રીય મહામંત્રી રહ્યા બાદ તેમને પાર્ટીમાં પોતાનું મહત્ત્વ જળવાતું ન હોય એવું લાગ્યું હતું અને NCP છોડી દીધી હતી. નવેમ્બર, 2024ના શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાન વસંત વગડોમાં સ્નેહ મિલન યોજાયું હતું. જ્યાં શંકરસિંહે બેઠક બાદ પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીની જાહેરાત કરી હતી. અમે આ સમાચાર અપડેટ કરી રહ્યા છીએ…..
    Click here to Read More
    Previous Article
    'રામાયણ'નો BTS VIDEO રિલીઝ:રણબીર કપૂરે કહ્યું- 'આ માત્ર ભૂમિકા નથી, જવાબદારી છે'; જુઓ ગ્રીન સ્ક્રીનમાં કેવી રીતે થયું શૂટિંગ
    Next Article
    મિત્રોને બર્થડે પાર્ટી આપવા માટે લઈ જવાતો દારૂ પકડાયો:મધ્યપ્રદેશથી ધોળકા દારૂની બોટલો લઈને જઈ રહેલો શખ્સ ઝડપાયો, થાર કારમાંથી 88 હાજર રૂપિયાની કિંમતનો વિદેશી દારૂના જથ્થા સહિત 18 લાખનો જથ્થો જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment