Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓમનાથ મહાદેવ મંદિરે રાજ્યસભા સાંસદ માનસિંહ પરમારનું સન્માન:ભાજપના ગ્રામ્ય અને શહેર મંડળે સન્માન કર્યું, અનેક આગેવાનો હાજર રહ્યા

    17 hours ago

    વેરાવળ તાલુકાના ઉંબા ગામે આવેલા પ્રાચીન શ્રી ઓમનાથ મહાદેવ મંદિરમાં રાજ્યસભા સાંસદ માનસિંહ પરમારનો અભિવાદન સમારોહ યોજાયો હતો. તાલુકા અને શહેર ભાજપ મંડળના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમમાં ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ સન્માન સમારોહનું આયોજન વેરાવળ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સરમણ સોલંકીએ કર્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ ડો. સંજય પરમાર, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન મહેન્દ્રભાઈ પિઠીયા, વેરાવળ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જગદીશ ફોફંડી સહિત અનેક આગેવાનો હાજર રહ્યા. સમારોહ દરમિયાન તાલુકાના વિવિધ ગામોના આગેવાનો અને સમાજના પ્રતિનિધિઓએ શાલ ઓઢાડી અને મોમેન્ટો આપીને માનસિંહ પરમારનું સન્માન કર્યું. કાર્યકર્તાઓના ઉત્સાહભેર અભિવાદનથી કાર્યક્રમમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. આ પ્રસંગે માનસિંહ પરમારે કહ્યું કે, ભાજપના રાષ્ટ્રીય અને પ્રદેશ નેતૃત્વએ તેમને રાજ્યસભાના સાંસદ તરીકે દિલ્હીમાં જવાબદારી સોંપી છે. તેમણે પોતાની રાજકીય સફરનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, તેઓ એક નાના બૂથના સામાન્ય કાર્યકર્તા હતા અને આજે પાર્ટીએ તેમને આ મોટી જવાબદારી આપી છે. પરમારે ભારપૂર્વક કહ્યું કે, કાર્યકર્તા કયા સમાજ કે જ્ઞાતિમાંથી આવે છે તેના કરતાં વર્ષો સુધી પાર્ટી માટે નિષ્ઠાપૂર્વક કામ કરે તે મહત્વનું છે. તેમણે પોતાની રાજ્યસભાની જવાબદારીને આ વાતનો જીવતો જાગતો દાખલો ગણાવ્યો. તેમણે રામ શુક્લા, મુકેશ રાઠવા અને જેન્તી કણજારીયાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ‘અમને ભારત જવું છે’:115 દિવસના આક્રોશ પછી આરપારની લડાઈ, LoC પર 25 હજારની ભીડનો હલ્લાબોલ; ભારત તરફનો રસ્તો ખોલવા સૈન્યને અલ્ટીમેટમ!
    Next Article
    ગીર સોમનાથમાં કલા ઉત્સવ અંતર્ગત રંગોળી સ્પર્ધા યોજાશે:યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કચેરી દ્વારા આયોજન; 2 ઓક્ટોબર 2026 સુધી ફોર્મ ભરી શકાશે, રોકડ ઇનામો પણ મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment