Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટેક્સટાઇલ માર્કેટ દિવાળી સુધી નોન-સ્ટોપ:દિવાળીના તહેવારને લઈને સુરત કાપડ બજારમાં રવિવારે પણ કામકાજ ચાલુ રહેશે

    2 weeks ago

    સુરત શહેરના કાપડ બજાર માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફેડરેશન ઓફ સુરત ટ્રેડ એન્ડ ટેક્સટાઇલ એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને સુરતના તમામ કાપડ માર્કેટ દિવાળી સુધી દર રવિવારે સંપૂર્ણપણે ચાલુ રહેશે. તહેવારોની સિઝનમાં કાપડની માંગ વધતી હોય છે, જેને પહોંચી વળવા અને વેપારને વેગ આપવા માટે ફોસ્ટા દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયથી સ્થાનિક અને બહારગામના વેપારીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. માલસામાનની હેરફેર ચાલુ રહેશે, વેપારીઓને થશે ફાયદો રવિવારે માર્કેટ ખુલ્લા રહેવા ઉપરાંત માલની આવન-જાવન અને ટ્રાન્સપોર્ટેશનનું કામકાજ પણ રાબેતા મુજબ ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે. ફોસ્ટાના પ્રમુખ હંસરાજ જૈન અને મહામંત્રી દિનેશ કટારિયાની સહીથી જારી કરાયેલા પત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, દિવાળીની સિઝનમાં વેપારી ભાઈઓને મહત્તમ લાભ મળી શકે તે હેતુથી આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રવિવારે માર્કેટ ખુલ્લુ રહેવાથી બહારગામથી સુરત આવતા વેપારીઓને ખરીદી કરવા માટે વધુ સમય મળશે અને તેઓ નિરાંતે પોતાનો માલ બુક કરાવી શકશે. બહારગામના વેપારીઓને જાણ કરવા અપીલ ફોસ્ટા દ્વારા સુરતના તમામ સ્થાનિક વેપારી ભાઈઓને એક ખાસ અપીલ પણ કરવામાં આવી છે. વેપારીઓને વિનંતી કરાઈ છે કે તેઓ પોતાના બહારગામના ગ્રાહકો અને વેપારીઓને ફોસ્ટાનો આ પત્ર મોકલે, જેથી તેઓને પણ સુરત કાપડ માર્કેટ રવિવારે ખુલ્લું હોવાની જાણકારી સમયસર મળી રહે. આ ઉપરાંત, ફોસ્ટાની અધિકૃત માહિતી ઝડપથી મેળવવા માટે વેપારીઓને પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પર ઉપલબ્ધ 'FOSTTA FORUM' એપ્લિકેશન ડાઉનલોડ કરવા પણ વિશેષ નોંધમાં સૂચન કરવામાં આવ્યું છે. આ નિર્ણયથી દિવાળીના વેપારમાં મોટો ઉછાળો આવવાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગર PMAY યોજના વિવાદમાં:વિપક્ષનો 173 કરોડના કામોમાં સેટિંગનો આરોપ, સ્ટેન્ડિંગ ચેરમેન બોલ્યા- 'બધા ડોક્યુમેન્ટ ચકાસીને જ મંજૂરી અપાશે'
    Next Article
    How Singapore Became a Super-rich country | Lee Kuan Yew

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment