Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખાનપુરના બાકોરમાં સરકારી તાલુકા ગ્રંથાલયનો શુભારંભ:જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન પુવારે લોકાર્પણ કર્યું; વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં મદદ મળશે

    12 hours ago

    મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના બાકોર બ્રાહ્મણ ફળિયામાં નવા સરકારી તાલુકા ગ્રંથાલયનો શુભારંભ થયો. મહીસાગર જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન પુવારે તેનું લોકાર્પણ કર્યું. આ સુવિધા ગુજરાત રાજ્યના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ગ્રંથાલય ખાતા દ્વારા ઉપલબ્ધ કરાવાઈ છે. આ ગ્રંથાલય ગ્રામીણ વિદ્યાર્થીઓ અને યુવાનોને શૈક્ષણિક રીતે સશક્ત કરવા ખોલવામાં આવ્યું છે. તેનો મુખ્ય હેતુ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે સ્થાનિક સ્તરે સારા પુસ્તકો અને સુવિધાઓ પૂરી પાડવાનો છે. આ પ્રસંગે બાકોર જિલ્લા પંચાયત સદસ્ય ભાવનાબેન પટેલ, વડાગામ જિલ્લા સદસ્ય ભાનુપ્રસાદ જોશી, ખાનપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રશ્મિકાબેન યોગેશભાઈ ડામોર અને ઘણા ગ્રામજનો તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. પ્રમુખ કલ્પનાબેન પુવાર અને અન્ય મહાનુભાવોએ વિદ્યાર્થીઓને જ્ઞાન, સંકલ્પ અને મહેનતથી આગળ વધવા પ્રેરણા આપી. તેમણે યુવાનોને ગ્રંથાલયનો વધુમાં વધુ લાભ લઈ મહીસાગર જિલ્લાનું નામ રોશન કરવા અપીલ કરી.
    Click here to Read More
    Previous Article
    જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે ડાંગ કોંગ્રેસનું પ્રદર્શન:ચૂંટણી પંચની કામગીરી સામે સવાલ, જવાબદારી નક્કી કરવા માગ
    Next Article
    India, France To Explore Outer Space Together To Map Earth's Water Sources

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment