Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દમણ બ્લાઇન્ડ મર્ડર મિસ્ટ્રી સોલ્વ:ઈંટ-સળિયાના ઘા ઝીંકી યુવકને રહેંસી નાખનારા સુરતના વરાછાની ફૂટપાથ પરથી ઝડપાયા

    7 hours ago

    સંઘ પ્રદેશ દમણના કચીગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત 13 સપ્ટેમ્બરના રોજ બનેલી હત્યાની ઘટનાનો સુરત ક્રાઈમ બ્રાન્ચ અને દમણ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને પર્દાફાશ કર્યો છે. કચીગામમાં એક અજાણ્યા યુવક સાથે સામાન્ય બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા ત્રણ શખ્સોએ તેને ઢીકાપાટોનો બેફામ માર માર્યો હતો. ત્યારબાદ નજીકમાંથી મળેલી ઈંટ અને લોખંડના સળિયા વડે યુવકના માથાના ભાગે જીવલેણ ઘા ઝીંકી નિર્દયતાથી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ચકચારી બનાવ અંગે કચીગામ પોલીસે 15 સપ્ટેમ્બરે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 103 હેઠળ અજાણ્યા હત્યારાઓ સામે ગુનો નોંધી સઘન તપાસ શરૂ કરી હતી. સીસીટીવી ફૂટેજ ચકાસતાં સુરત કનેક્શન ખૂલ્યું આ અનડિટેક્ટ મર્ડર કેસનો ભેદ ઉકેલવા દમણ પોલીસે ઘટનાસ્થળ તથા આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજનું ઊંડાણપૂર્વક એનાલિસિસ કર્યું હતું. જેમાં હત્યામાં 3 શખ્સોની સીધી સંડોવણી હોવાનું સ્પષ્ટ થયું હતું અને આ આરોપીઓ સુરતના હોવાની ચોક્કસ વિગતો મળી હતી. જેથી દમણ પોલીસની એક ખાસ ટીમ સુરત દોડી આવી હતી અને સુરત ક્રાઇમ બ્રાન્ચની મદદ માંગી હતી. જેને પગલે સુરત ક્રાઇમ બ્રાન્ચની ચેઇન સ્નેચિંગ સ્ક્વોડ પણ આરોપીઓને દબોચવા માટે કામે લાગી ગઈ હતી. વરાછા મોહનનગરની ફૂટપાથ પરથી બે આરોપીઓ ઝડપાયા સીસીટીવી ફૂટેજ અને આરોપીઓના ફોટોગ્રાફ્સના આધારે તપાસ ચાલી રહી હતી તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે સંડોવાયેલા શખ્સો સુરતના વરાછા વિસ્તારમાં આવેલા મોહનનગર ખાતે ફૂટપાથ પર આશરો લઈને બેઠા છે. માહિતીના આધારે ટીમે તાબડતોબ છાપો મારીને શૈલેશ રાકેશ સોની અને સન્નીકુમાર રામસજીવન નિશાદને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા બંને શખ્સો સુરતમાં રહીને છૂટક મજૂરી તેમજ હીરા ઘસવાનું કામ કરતા હોવાનું સામે આવ્યું છે. હત્યા બાદ ટ્રેન પકડી અમદાવાદ નાસી ગયા હતા પોલીસ પૂછપરછમાં આરોપીઓએ ગુનાની કબૂલાત કરતાં જણાવ્યું હતું કે, આશરે પંદર દિવસ પહેલાં તેઓ તેમના અન્ય એક મિત્ર આનંદ પાંડે સાથે દમણ ફરવા ગયા હતા. ત્યાં એક અજાણ્યા યુવક સાથે સામાન્ય તકરાર થતાં ઉશ્કેરાટમાં આવી તેને ઢોર માર મારી, લોહીલુહાણ હાલતમાં મરણતોલ છોડીને નાસી છૂટ્યા હતા. પોલીસથી બચવા માટે તેઓ વાપી રેલવે સ્ટેશનથી ટ્રેન પકડી સીધા અમદાવાદ ભાગી ગયા હતા. અમદાવાદમાં થોડા દિવસ રહ્યા બાદ મામલો શાંત થઈ ગયો હોવાનું માની તેઓ પરત સુરત આવી ફૂટપાથ પર રહેવા લાગ્યા હતા. સુરત પોલીસે બંને આરોપીઓનો કબ્જો દમણ કચીગામ પોલીસને સોંપી દીધો છે, જ્યારે ઘટનામાં સામેલ ફરાર ત્રીજા સાથીદાર આનંદ પાંડેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    સેવા સંકલ્પ અભિયાન હેઠળ ખારાઘોડામાં આંગણ મિલન કાર્યક્રમ:ધારાસભ્યની હાજરીમાં બાળકો અને કાર્યકરોનું સન્માન કરાયું
    Next Article
    CM Vijay क्यों बांट रहे हैं Gold? 1.28 लाख अंगूठियां किसे मिलेंगी? | Tamil Nadu Gold Ring Scheme

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment